અમદાવાદ : GSTના પોર્ટલથી વેપારીઓ પરેશાન, નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી


Updated: February 12, 2020, 8:28 PM IST
અમદાવાદ : GSTના પોર્ટલથી વેપારીઓ પરેશાન, નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી
GSTનું પોર્ટલ વેપારીઓ માટે માથઆનો દુ:ખાવો બન્યું, વેપારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

GSTનું પોર્ટલ વેપારીઓ માટે માથઆનો દુ:ખાવો બન્યું, વેપારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

  • Share this:
અમદાવાદ : GSTપોર્ટલથી વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે પોર્ટલમા એરરના કારણે સમયસર બીલ સબમીટ કરાવી શકતા નથી.જેના વેપારીઓને દંડ ભરવો પડે છે ત્યારે અમદાવાદમાં સંયુક્ત GST બાર એસોસિયેશન કમિટી દ્વારા જીલ્લા કેલેકટર,GST કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરાઈ હતી કે GSTનુ પોર્ટલ બરોબર વર્ક કરે જેના કારણે વેપારીઓ સમયસર બીલ સબમીટ કરી શકે.વેપારીઓએ સફેદ શર્ટ અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે.

અનેક વખત એસોસિયેશનની રજુઆત બાદ પણ કોઈ સમસ્યાનુ સમાધાન થયુ નથી ત્યારે પોર્ટલ બરોબર વર્ક કરે અને ના ચાલે ત્યાં સુધી એક પણ લેટ ફી ન લેવી જોઈએ,પેનલ્ટી રિફંડ થવી જોઈએ, એડવાન્સ રુલિંગ ઓથોરિટી અને હેલ્પ ડેસ્ક છેલ્લા 1 વર્ષ થી ગુજરાતમાં કાર્યરત નથી તેને કાર્યરત કરવા માંગ કરવામાં આવી હતી. કારણ આપ્યા વગર ક્રેડિટ બ્લોક કરાય છે આ સહિતના તમામ પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.

GSTબાર ઓસોસિયેશન સભ્ય એડવોકેટ સમીર સિદ્ધપુરીએ જણાવ્યુ હતુ કે 'GST આવ્યુ છે તેના 955 દિવસ જ પુરા થયા છે તેમ છતા પણ GSTનુ પોર્ટલ ચાલતું નથી.અને પોર્ટને લઈ જે પણ સમસ્યા છે તેનુ સત્વરે નિરાકારણ લાવે કરે સિસ્ટમ સારી અને સરળ બનાવે અને વેપારીઓને ટેક્સ કે રિટન ભરવામાં હાલાકી થાય છે તે દુર થાય એ બાબતે આવેદન પત્ર આપ્યુ છે.અને વેપારીઓને સમયસર વેરો ભરવો હોય છે પરંતુ વેરાપત્ર પોર્ટની અકાર્યક્ષમતાના કારણે સમયસર ભરી શકતો નથીઅને તેના કારણે  GST આવ્યુ ત્યારે 1 કરોડ 15 લાખ ટેક્સપેયર હતા.અને GSTનો વ્યપ વધતો ગયો તેમ વેપારીઓની સંખ્યા વધતી ગય છે.વેપારીઓની સંખ્યા 1 કરોડ 25 લાખથી વધુ થઈ છે.પરંતુ પોર્ટ ઉપર એક સાથે દોઢ લાખ જ વેપારીઓ ટેક્સ પે કરી શકે છે.' ભારતમાંથી એક સાથે દોઢ લાખ વેપારીઓ એક સાથે પત્રકભરવા પોર્ટલ પર બેસે તો બંધ થઈ જાય છે.એટલે કે  1 કરોડ 25 લાખ સાથે પોર્ટલની કેપેસીટી દોઢ લાખની છે જેને લઈ અનેક સમસ્યા આવે છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી.

GSTબાર ઓસોસિયેશન સેક્રેટરી સ્નેહલ ઠકકર જણાવ્યુ છે કે GSTપોર્ટલને કારણે વેપારીઓ હેરાન થાય છે.વેરાપત્રક ભરીને સબમિટ થતા નથી.પોર્ટલમા મુશ્કેલી હોવાના કારણે સમયસર ટેક્સ ભરી શકતા નથી.અને લેટ ફી લેવામા આવે છે.ત્યારે આજે આવેદન પત્ર આપ્યુ છે.અને સમસ્યાનુ યોગ્ય નિરાકરણ નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચા છે.
First published: February 12, 2020, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading