હાલ દેશભરમાં એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. અને એ છે ભારત અને ચાઈના વચ્ચેનો વિવાદ.ચાઇના દ્વારા જે રીતે પોતાની નાપાક હરકત શરૂ કરી ભારતીય સેના પર હુમલો કરવામાં આવ્યો જેમાં આપણા દેશના 20 જવાનો શહીદ થયા.જેને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. અને સાથે જ લોકોને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે. જેના પગલે બોયકોટ ચાઈના અભિયાન કરાયું છે. જેનું શરૂઆત સુરતથી થઇ છે. સચિનમાં આવેલી કાલિકા ઇન્ટરનેશલ કંપની દ્વારા ચાઈનાની જાયન્ટ કંપની અલીબાબા.કોમ સાથે 11 વર્ષ જુનો કરાર રદ કરી દેશ પ્રેમ છતો કર્યો છે.
ભારત દેશ અને ચાઈનાં વચ્ચે વિવાદ શરુ થયો છે. આ વિવાદના પગલે ચાઈનાં દ્વારા પોતાની નાપાક હરકત છતી કરી હતી. અને ભારતીય સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આપણા દેશના 20 વીર જવાનો શહીદ થયા છે. જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
દેશના વિવિધ રાજ્યો શહેરોમાં ચાઈનાના ઝંડા અને જીનપીંગના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો સાથે જ સુરત શહેરમાં ચાઈનાંની વસ્તુઓ તોડી નાખી ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો અને હવે ચાઈનાં સામે દેશભરમાં બોયકોટ ચાઈના અભિયાનની શરુઆત થઇ છે.
લોકો ચાઈનીઝ વસ્તુઓ ન વાપરવા શપથ લઈ રહું છે. ત્યારે આ અભિયાનની મોટી શરુઆત સુરતથી થઇ છે. દેવીનાપાર્કમાં પરેશ રાઠોડ પરિવાર સાથે રહે છે. તેમણે સચિનના SEZ વિસ્તારમાં કાલિકા ઇન્ટરનેશનલ કંપની સ્થાપી બ્રેક ફ્લ્યુડ નામનું પ્રવાહીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ એશિયામાં પ્રથમ ક્રમનાં વિક્રેતા છે અને વિશ્વનાં 30 દેશ સાથે વ્યાપાર કરે છે.
આ કંપની માટે 11 વર્ષ અગાઉ ચાઈનાની ઓનલાઈન વસ્તુ વેચનાર કંપની ALIBABA.COM સાથે જાહેર ખબરનોકોન્ટ્રાકટ કર્યા હતા. 5 લાખની જાહેરખબરનો વાર્ષિક કોન્ટ્રાકટ હતો. અલીબાબા કંપનીની સ્થાપનાનાં શરૂઆતનાં વર્ષોથી જ સંકળાયેલા હોય ગોલ્ડસપ્લાયર તરીકે અલીબાબા કંપનીએ પ્રમાણપત્ર પણ આપ્યું હતું. પરંતુ હાલમાં ચાઈનીઝ આર્મી દ્વારા ભારતીય સૈનિકો ઉપર બર્બરતાથી હુમલો કરી 20થી વધુ જવાન શહીદ થતા ઉદ્યોગપતિ પરેશભાઈ રાઠોડનું મન વ્યથિત થયું હતું. જેથી તેમણે ચાઈના કંપની ALIBABA.COM સાથે પોતાનો વાર્ષિક કોન્ટ્રાકટ રદ કરી દીધો હતો. આપણા સૈનિકોને મારે તેવા ચીન સાથે કોઈ વેપાર નહિ કરવો નથી તેમ રાઠોડે જણાવ્યું હતું. ઉદ્યોગપતિને નફામાં નુકસાન જશે,પરંતુ દેશના હિત માટે લીધો નિર્ણય. ભારતીય કંપની દ્વારા અન્ય ભારતીય કંપની નો વિકલ્પ શોધ્યો
આ કંપની કરોડો રૂપિયાના ટર્ન ઓવર કરે છે. પરંતુ ચાઈનાની હરકતનાં પગલે ઉદ્યોગપતિએ દેશપ્રેમ બતાવ્યો હતો. અને ચાઈનાની કંપની સાથે કોન્ટ્રાકટ રિન્યુ કરવાનું સ્પષ્ટ ના પાડી દીધી. અને સાથે જ અન્ય ભારતીય કંપની નો વિકલ્પ પણ શોધ્યો છે.
કાવિકા ઇન્ટરનેશનલનું વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્ન ઓવર છે.
હવે પછી તેમના વિકલ્પ તરીકે અન્ય સ્વદેશી કંપની અથવા ભારત દેશના સમર્થનમાં હોય તેવી કંપનીને તેઓ સહયોગ આપશે. પરેશભાઈ સયાજી લાયબ્રેરી, એનએમએન નવસારી, વિદ્યાકુંજ શાળાનાં ટ્રસ્ટી તરીકે સેવા પણ આપી રહ્યા છે.
ઉદ્યોગપતિનું કહેવું છે કે દેશહિત પહેલા ત્યાર બાદ ધંધા-રોજગારને માનું છું. જેથી તેઓએ આ નિર્ણય હિત માટે લીધો છે. એક બાજુ બોર્ડર ઉપર ચાઈનાના સૈનિકોએ દેશનાં સૈનિકો ઉપર હુમલો કરી તેમનો જીવ લે છે તો આપણા સૈનિકોને મારે તેવા ચીન સાથે કોઈ વેપાર કરવો નથી પછી ભલે તેઓને નફામાં નુકસાન જાય.
સાથે જ દેશના ઉદ્યોગકારો અને વેપારીઓને પણ બાયકોટ ચાઈના અભિયાનમાં જોડાવવા આપીલ કરી છે. જો બધા ભારતીયો ચાઈનાની વસ્તુનો બહિષ્કાર કરવાનું શરુ કરે તો આગામી 5 વર્ષમાં ચાઈના ઘૂંટણિયે પડી શકે એમ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર