Home /News /gujarat /

Business Idea : જૈવિક ખાદ્યના બિઝનેસમાં મળશે જબરદસ્ત નફો, ટૂંક સમયમાં બનશો કરોડપતિ!

Business Idea : જૈવિક ખાદ્યના બિઝનેસમાં મળશે જબરદસ્ત નફો, ટૂંક સમયમાં બનશો કરોડપતિ!

જૈવિક ખાતર બિઝનેસ

જૈવિક ખાતર (Organic manure) નો વ્યવસાય શરૂ કરીને આ બદલાતી જીવનશૈલીનો લાભ લઈ શકો છો. જૈવિક ખાતરનો ઉપયોગ તમારા પાકની ગુણવત્તામાં પણ સુધારો કરે છે, સાથે તમારી જમીનની ફળદ્રુપતા પણ જાળવી રાખે છે.

    નવી દિલ્હી : આજકાલ બજારમાં ઓર્ગેનિક ખેતી (organic farming) ઉત્પાદનોની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક બની રહ્યા હોવાથી, તેઓ કૃત્રિમ ખાતરો અને જંતુનાશકો દવાઓ છાંટવામાં આવતા શાકભાજી અને ફળોથી અંતર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે ખેતી સાથે સંબંધિત વ્યવસાયિક વિચાર શોધી રહ્યા છો, તો અમે તમારા માટે એક સરસ વિચાર લાવ્યા છીએ.

    તમે જૈવિક ખાતર (Organic manure) નો વ્યવસાય શરૂ કરીને આ બદલાતી જીવનશૈલીનો લાભ લઈ શકો છો. જૈવિક ખાતરનો ઉપયોગ તમારા પાકની ગુણવત્તામાં પણ સુધારો કરે છે, સાથે તમારી જમીનની ફળદ્રુપતા પણ જાળવી રાખે છે. ઓર્ગેનિક ખાતરમાંથી ઉગાડવામાં આવતાં ફળો અને શાકભાજી ખાવાથી શરીર પર કોઈ વિપરીત અસર થતી નથી. તેથી, આજકાલ ખેડૂતો જૈવિક ખાતરને વધુ મહત્વ આપવા લાગ્યા છે. અમે તમને જણાવીશું કે, આ બિઝનેસ કેવી રીતે શરૂ કરવો અને તેમાં કેટલો નફો છે.

    જૈવિક ખાતરના વ્યવસાયની કિંમત

    આમાં તમારું પ્રારંભિક રોકાણ થોડું વધારે હોઈ શકે છે પરંતુ તમે તેના માટે લોન લઈ શકો છો. જો તમે તેનો બિઝનેસ નાના પાયે શરૂ કરવા માંગો છો, તો તેના માટે 1-5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તમારી પાસે ખાલી પડેલી કોઈપણ જમીન પર તમે ઓર્ગેનિક ખાતર બનાવવાનું કામ કરી શકો છો. આ પછી તમારે કેટલાક પ્રકારના મશીનની જરૂર પડશે. આમાં બાયો રિએક્ટર, બાયો ફર્મેન્ટર, ઓટો ક્લેવ, બોઈલર, આરઓ પ્લાન્ટ, કમ્પોસ્ટ સિલાઈ મશીન, કોમ્પ્રેસર, ફ્રીઝર, કન્વેયર્સ અને અન્ય કેટલાક મશીનોની જરૂર પડશે. આ સાથે, વ્યવસાય શરૂ કરવા માટે, તમારે GST નોંધણીની સાથે ખાતરનું લાઇસન્સ મેળવવું પડશે.

    કાચો માલ

    જૈવિક ખાતર બનાવવા માટે તમારે કાચા માલ તરીકે ઘેટાંનું ખાતર, મરઘાંનું ખાતર, ગાયનું છાણ, કૃષિ કચરો અને રોક ફોસ્ફેટની જરૂર પડશે.

    આ પણ વાંચોRakesh jhunjhunwala portfolio: બિગબુલનો આ શેરમાં રોકેટ ગતિએ ઉછાળો, બ્રોકરેજે પણ આપી ખરીદીની સલાહ

    જૈવિક ખાતરમાંથી આવક

    મોટાભાગે વ્યવસાયમાંથી વળતર તેના સ્કેલ પર આધાર રાખે છે. તેનો અર્થ એ છે કે કેટલો મોટો ધંધો થયો છે. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સના બિઝનેસમાં તમે ખર્ચ પર 20-21 ટકા નફો મેળવી શકો છો. એટલે કે, જો તમે રૂ. 5 લાખનું રોકાણ કર્યું છે, તો તમારી કુલ કમાણી રૂ. 6 લાખથી વધુ હશે અને તમારો ચોખ્ખો નફો રૂ. 1 લાખ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business idea, Low cost Business Idea, New business idea, Organic farming

    આગામી સમાચાર