Home /News /gujarat /દિવાળીના પર્વ દરમિયાન ઘરફોડ ચોરી કરનારા ઝડપાયાં, પોલીસથી બચવા ખાસ તકેદારી રાખતા

દિવાળીના પર્વ દરમિયાન ઘરફોડ ચોરી કરનારા ઝડપાયાં, પોલીસથી બચવા ખાસ તકેદારી રાખતા

પોલીસથી બચવા ખાસ તકેદારી રાખતા

Ahmedabad News: દિવાળીના પર્વ દરમિયાન શહેરના વાડજ વિસ્તારમાં એક પછી એક બંધ મકાનના તાળા તોડીને પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. ઝોન 1 એલસીબીની ટીમએ બાતમીના આધારે બે સગીર સહીત એક આરોપીની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: દિવાળીના પર્વ દરમિયાન શહેરના વાડજ વિસ્તારમાં એક પછી એક બંધ મકાનના તાળા તોડીને પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. ઝોન 1 એલસીબીની ટીમએ બાતમીના આધારે બે સગીર સહીત એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત રૂપિયા ત્રણ લાખ 57 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી


શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં જાણે કે, પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ઘરફોડ ચોરીના બનાવો સામે આવતા પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી હતી. પોલીસએ આસપાસના સીસીટીવી ફુટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે, ચીખલીકર ગેંગના આરોપીએ આ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોઇ શકે છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી દીધી હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી નિર્મલસિંગ ટાંક અને અન્ય બે સગીર આરોપીઓ દધિચિ બ્રીજ પાસેથી પસાર થવાના છે.

આ પણ વાંચો: BCCI કરી શકે છે હાઈ લેવલની મીટિંગ, સિનિયરોનું પત્તુ કપાશે તો ધોનીની થશે વાપસી

બાતમીના આધારે આરોપીઓની ધરપકડ


ઉલ્લેખનીય છે કે, બાતમીના આધારે પોલીસએ વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી પાસેથી પોલીસએ સોના ચાંદીના દાગીના, બે મોટર સાયકલ અને રોકડ રકમ સહીત રૂપિયા ત્રણ લાખ 57 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ તે દિશામાં તપાસ હાથ ધરી છે કે, તેમણે અગાઉ કેટલા ગુનાને અંજામ આપ્યા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેંગએ આ સિવાય કાલુપુર, શાહીબાગ અને ઘાટલોડિયામાં પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો: કોંગ્રેસના ઉમેદવારે કર્યા ઈસુદાન ગઢવીના વખાણ, ભાજપ પર આકરા પ્રહાર

ચોરી કરવા અલગ જ રસ્તો અપનાવતા


આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને જે મકાનો બંધ હોય તેવા મકાનો ને ટારગેટ કરતા હતાં. અને ચોરી કરવા જાય તે સમયે ચહેરા પર કપડું બાંધી દેતા હતા. જેથી સીસીટીવી કેમેરામાં તેઓની કોઇ ઓળખ થઇ શકે નહીં. આ ઉપરાંત જાહેર માર્ગના બદલે અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થવાનું વધારે પસંદ કરતા હતાં. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને આ સિવાય તેમણે અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad news

विज्ञापन
विज्ञापन