બુલેટ ટ્રેન જમીન સંપાદન : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકાર અને રેલવેને નોટિસ ફટકારી


Updated: January 17, 2020, 5:57 PM IST
બુલેટ ટ્રેન જમીન સંપાદન : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકાર અને રેલવેને નોટિસ ફટકારી
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત હાઇકોર્ટે આપેલ ચુકાદા સામે ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં સ્ટે ની માંગ કરી

  • Share this:
અમદાવાદ : બુલેટ ટ્રેન જમીન સંપાદન વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આપેલ ચુકાદા સામે ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં સ્ટે ની માંગ કરી છે. ગુજરાતના 192 ગામના 2500 ખેડૂતો જેમને જમીન સંપાદન સ્વીકાર નથી કર્યો. આ તમામ ખેડૂતો રાજય અને કેન્દ્ર સરકાર સામે લડત આપી રહ્યા છે. ખેડૂતોની રજુઆત બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રેલવેને નોટિસ ફટકારી છે અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. 21 માર્ચે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાત હાઈકોર્ટે સરકાર તરફેણમાં ચુકાદો આપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં ખેડૂતો દ્વારા 50 સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને મંજૂરી આપી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની ચાર ગણા વળતરની માંગ ફગાવી દીધી હતી. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન શરૂ થયા બાદ ખેડૂતોએ વધુ વળતરની માંગ કરી હતી. ખેડૂતોની માંગ હતી કે વળતરની રકમ 2011ની જંત્રી પ્રમાણે નહીં પરંતુ જ્યારે જ્યારે જમીન સંપાદિત થાય ત્યારે જે તે વિસ્તારના હાલના માર્કેટના ભાવ પ્રમાણે મળવી જોઈએ.

આ પણ વાંચો - અમદાવાદ : AMCનું 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ 2020 રજૂ, 20 નવા ફ્લાયઓવર બનશે

સાથે જ ખેડૂતોએ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા અંતર્ગત વળતર ચૂકવવાની માગ કરી હતી. જો કે હાઈકોર્ટે આ માંગ ફગાવી દીધી હતી. આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવવામાં આવશે. વધુ સુનાવણી 21 માર્ચે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવશે.
First published: January 17, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading