Home /News /gujarat /જેતપુરના લોકમેળામાં આખલાનો આતંક, આખલાએ મેળામાં અનેક લોકોને અડફેટે લીધા

જેતપુરના લોકમેળામાં આખલાનો આતંક, આખલાએ મેળામાં અનેક લોકોને અડફેટે લીધા

અચાનક જ મેળામાં આખલો ઘૂસી જતાં અફરાતફરી સર્જાઇ હતી

જેતપુરના લોકમેળામાં અચાનક જ આખલો ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ હતી. આખલાએ મેળામાં અનેક લોકોને અડફેટે લીધા હતા.

જેતપુર: રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. એક પછી એક અનેક ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં રખડતાં ઢોર (Stray cattle)ને લીધે દુર્ઘટના સર્જાતી હોય છે. આવું જ કંઇક જેતપુરના લોકમેળા (jetpur lock mela)માં પણ જોવા મળ્યું છે. જેતપુરના લોકમેળામાં આખલાનો આતંક જોવા મળ્યો છે. અચાનક જ આખલો મેળામાં ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ હતી. આખલાએ મેળામાં અનેક લોકોને અડફેટે લીધા હતા.

હાલ જેતપુરમાં લોકમેળો ચાલી રહ્યો છે. આવામાં મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા પહોંચી રહ્યા છે, ત્યારે અચાનક જ મેળામાં આખલો ઘૂસી જતાં અફરાતફરી સર્જાઇ હતી. આ આખલાએ અનેક લોકોને અડફેટે લીધા હતા. આખલાએ અનેક લોકોને શીંગડે ચડાવ્યા હતા. જ્યારે માંડ-માંડ પોલીસ અને લોકોની મદદથી આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: અચાનક ઇલેક્ટ્રિક વાહનની ખરીદીમાં કેમ વાગી બ્રેક?

જ્યારે એક દિવસ અગાઉ વડોદરામાં રખડતા ઢોરને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીએ એકનો ભોગ લીધો હતો. રાત્રે રસ્તા પર બેસી રહેતા ઢોરને કારણે 48 વર્ષીય જીગ્નેશ રાજપૂત નામની વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં પણ રખઢતા ઢોરને પગલે એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

અમદાવાદના એક યુવકે રખઢતા ઢોરને કારણે જીવ ગુમાવ્યો છે. આ બનાવ એરપોર્ટ સર્કલ ખાતે 16 ઓગસ્ટના રોજ આ બનાવ બન્યો હતો. જેમાં એક યુવક બાઇક સાથે રસ્તા વચ્ચે ઊભેલી ગાય સાથે ટકરાયો હતો. ટક્કર બાદ યુવક રોડ પર પટકાયો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવકની ઉંમર 24 વર્ષ હતી.

હજુ થોડા દિવસ પહેલા જ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ત્રિરંગા રેલી દરમિયાન ગાયે અડફેટે લીધા હતા. કરણપુર શાક માર્કેટ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લીધા હતા. ગાયે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા થઇ હતી.
First published:

Tags: Gujarat News, Jetpur, Stray Cattle