Home /News /gujarat /Exclusive: ગુજરાતનાં ઇતિહાસમાં ક્યારેય ન ફાળવાયું હોય એટલું બજેટ આ ડિપાર્ટમેન્ટને ફાળવાશે
Exclusive: ગુજરાતનાં ઇતિહાસમાં ક્યારેય ન ફાળવાયું હોય એટલું બજેટ આ ડિપાર્ટમેન્ટને ફાળવાશે
ટુરીઝમ ડીપાર્ટમેન્ટને અલગ ડીપાર્ટમેન્ટ ઘોષિત કરવાની જાહેરાત થશે.
Gujarat Budget 2023: ગત ભૂપેનદ્ર સરકારમાં પણ નાણાં પ્રધાન તરીકે કનુ ભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનુ બજેટ પણ કનુ ભાઇ દેસાઇ એ રજૂ કર્યું હતુ. આ વખતે ફરી વખત નાણાં પ્રધાન તરીકે કનુ ભાઇ જ નવુ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.
ગાંધીનગર: આવતીકાલે સવારે 11:30 કલાકે નાણાં પ્રધાન કનુ ભાઇ દેસાઇ 2023-24નુ ગુજરાતનું બજેટ રજૂ કરશે. કનુ ભાઇ દેસાઇ તેમની બ્રીફ કેસમાંથી શું નવુ નીકાળશે તેના પર હાલમાં સૌ કોઇની નજર છે.
ઉલ્લેખનીય છે કે ગત ભૂપેનદ્ર સરકારમાં પણ નાણાં પ્રધાન તરીકે કનુ ભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનુ બજેટ પણ કનુ ભાઇ દેસાઇ એ રજૂ કર્યું હતુ. આ વખતે ફરી વખત નાણાં પ્રધાન તરીકે કનુ ભાઇ જ નવુ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આમ કનુ ભાઇના હસ્તે બીજી વખત ગુજરાત બજેટ રજૂ થશે.
ટોચના સૂત્રોનુ માનીએ તો ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ આ વખતે રજૂ થશે. ને ગત બજેટ કરતા આ વખતે બજેટનું કદ અંદાજે 15 થી 20 ટકા મોટુ રહેશે. બજેટ દરમિયાન સૌથી વધુ નાણાં ફાળવણી પ્રવાસન વિભાગ માટે કરાશે. અંદાજે 2100 કરોડ રુપિયામાં બજેટની જાહેરાત આવતીકાલે રજૂ થનારા બજેટમાં કરાય તેવી સંભાવના છે. જોકે સૌથી મોટી જાહેરાત એ પ્રવાસન વિભાગને અલગ વિભાગ તરીકે ઘોષિત કરવાની થનાર છે.
અત્યાર સુધી ટુરીઝમ ડીપાર્ટમેન્ટ એ ઉદ્યોગ વિભાગના એક પાર્ટ તરીકે ગણાતુ હતું એટલે સ્વતંત્ર વિભાગ જેટલી મોટી ગ્રાન્ટ તેને ઉપલબ્ધ થતી નહોતી, એટલુ જ નહી આ વિભાગના અલગ ACS, પ્રિન્સિપલ સેક્રેટરી પણ નહોતા. પરંતુ હવે અલદ વિભાગ તરીકે ઘોષિત કરવાને કારણે હવે ટોપ ટુ બોટમ નવા અધિકારીઓ આ વિભાગ માટે નિમાશે, એટલું જ નહી સ્વતંત્ર વિભાગ થવાને કારણે ગુજરાતનું ટુરીઝમ સ્વાભાવિક પણે ફુલશે ફાલશે.
24 ફેબ્રુઆરી એ ગુજરાતનું બજેટ રજૂ થશે
- ગત બજેટ કરતા વીસ ટકા વધુ નાણાંકીય ફાળવણીની જાહેરાત કરાઇ શકે છે - સૌથી વધુ બજેટ પ્રવાસન વિભાગને ફળવાશે - પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે - ટુરીઝમ ડીપાર્ટમેન્ટને અલગ ડીપાર્ટમેન્ટ ઘોષિત કરવાની જાહેરાત થશે - અત્યાર સુધી ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસન વિભાગનું સ્થાન હતુ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર