Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitaraman)એ આજે રજૂ થયેલા યૂનિયન બજેટ (Budget 2022)માં કસ્ટમ ડ્યૂટી (Custom Duty)માં બદલાવ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે કેટલીક ચીજોના ભાવ પર (Effect of Budget 2022 on Price) અસર થશે. નાણા મંત્રીની આ જાહેરાત બાદ ભારતમાં બનાવવામાં આવનારી અને ઈમ્પોર્ટ થઈ શકતી દવાઓ મોંઘી થશે તો લેધરનો સામાન સસ્તો થશે.
નાણામંત્રી સીતારમણે કરેલી જાહેરાત બાદ કેટલીક ચીજો મોંઘી થઈ શકે છે જ્યારે જેની ડ્યૂટી ઘટાડવામાં આવી છે તેના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. કેટલીક મહત્ત્વની ચીજો જેના ભાવમાં ઘટાડો થતા આમ આદમીને રાહત મળી શકે છે.
Budget 2022: ઈલેક્ટ્રોનિક ચીજો સસ્તી થશે
Budget 2022ની જાહેરાત બાદ ઈલેક્ટ્રોનિક ચીજો ખરીદનારા ગ્રાહકો પર રાહત થશે. મોબાઇલ ચાર્જર, કેમેરા મોડ્યૂલ રપણ સસ્તા થશે.
Budget 2022: સોનાના દાગીના સસ્તા થશે
રત્ન અને આભૂષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે કટ અને પૉલિશ્ડ ડાયમન્ડ સાથે આભૂષણ પર કસ્ટમ ડ્યૂટીને 5 ટકા કરી નાખી છે. જ્યારે સામાન્ય રીતે પોલિશ્ડ ડાયમન્ડ પર કોઈ ડ્યૂટી નહીં લાગે.
સરકારે બજેટમાં અન્ડરવેલ્યૂ આર્ટિફિશિયલ ઘરેણાની આયાતને ઘટાડવા માટે એમાં ઈમ્પોર્ટ ડ્યૂટી પ્રતિ કિલોગ્રામ 400 રૂપિયા કરી છે જેના કારણે આર્ટિફિશિયલ ઘરેણા આગામી સમયમાં મોંઘા થશે
આ ચોમાસામાં તમારે મોંઘી છતરીઓ ખરીદવાની તૈયારી રાખવી પડી શકે છે. સરકારે છત્રી પરની ડ્યૂટી 20 ટકા કરી નાખી છે. આ સાથે છત્ર બનાવવા માટે વપરાતા સામાનની ટેક્સ છૂટને સમાપ્ત કરી દીધી છે.
ઇન્મક ટેક્સ દરોમાં ફેરફાર નહીં (Income Tax Slabs)
ઇન્મક ટેક્સ રિટર્ન (Income Tax slab) અંગે જાહેરાત કરતા નાણા મંત્રીએ કહ્યુ કે, હવે દંડ ભરીને કરદાતા પાછલા બે વર્ષનું રિટર્ન ફાઈલ (Income Tax Return) કરી શકશે. એટલે કે આઈટી રિટર્ન (Update ITR) અપડેટ કરવા માટે કરદાતાને મોકો આપવામાં આવશે. આ ઉપરાંત ઇન્મક ટેક્સના નિયમોમો સુધારો કરવાની જાહેરાત પણ નાણા મંત્રી તરફથી કરવામાં આવી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ નાણા મંત્રીએ ઇન્મક ટેક્સ સ્લેબ (No changes in Income tax slabs)માં કોઈ ફેરફાર કર્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર