રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે BTP 'માસ્ટર કી' સાબિત થશે  


Updated: June 16, 2020, 12:39 PM IST
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે BTP 'માસ્ટર કી' સાબિત થશે  
કોંગ્રેસ પક્ષ પણ આશાવાદ વ્યક્ત કરી રહી છે કે, બીટીપી કોંગ્રેસને સમર્થન આપશે .

કોંગ્રેસ પક્ષ પણ આશાવાદ વ્યક્ત કરી રહી છે કે, બીટીપી કોંગ્રેસને સમર્થન આપશે .

  • Share this:
ગાંધીનગર : રાજ્યસભા (Rajya Sabha) ચૂંટણીની (Election) તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણી રસપ્રદ બની રહી છે. ત્યારે 19 જૂનના રોજ યોજાનારી ચૂંટણીમાં બીટીપી (BTP) માસ્ટર કી સાબિત થશે. કારણ કે, ભાજપને પોતાના ત્રીજા ઉમેદવાર માટે એક મત હાલ ઘટે છે . પરંતુ બગડાની રાજ રમતમાં તે બાજી મારી જશે તેવો રાજકીય વિશ્લેષકો કહે છે. તો કોંગ્રેસ પક્ષ પણ આશાવાદ વ્યક્ત કરી રહી છે કે, બીટીપી કોંગ્રેસને સમર્થન આપશે .

કોંગ્રેસ પક્ષમાં ફરી એકવાર કપરા ચઢાણ જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના એક પછી એક આઠ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે.  ત્યારે હાલ કોંગ્રેસ પક્ષનું સંખ્યા બળ ઘટીને 65 પર પહોંચ્યું છે. આ સાથે અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી પહેલાથી જ જાહેર કરાયું છે કે તેમનો મત કોંગ્રેસ ઉમેદવારને અાપશે . પરંતુ તેમ છતા કોંગ્રેસનો બીજો ઉમેદવાર જીતી શકે તેમ નથી. આથી કોંગ્રેસને બીટીપીનો મત જરૂરી છે. એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાનો મત પણ મહત્વનો છે. પ્રદેશ એન સીપી દ્વારા કાંધલ જાડેજાને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા વ્હિપ અપાયો છે . પરંતુ કાંધલ જાડેજાએ આ પહેલા પણ ભાજપને મત આપ્યો છે. આ વખતે પણ ભાજપના ઉમેદવારને મત આપની જાહેરાત કરી છે . આથી કોંગ્રેસ પક્ષ માટે કપરા ચઢાણ ચોક્કસ છે.

આ પણ વાંચો - ગુજરાત હાઇકોર્ટ અને બાર પ્રેસિડન્ટ આમને સામને, શું છે વિવાદ? સમજો વિગતવાર

અથવા કોઇ ચમત્કાર થાય અને ભાજપમાંંથી નારાજ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો કઇક નવું કહેવાય . નહિતર કોંગ્રેસના બેમાંથી એક ઉમેદવારનું દિલ્હી રાજ્યસભામાં જવાનું સ્વપ્ન રોડાઇ જશે.

આ પણ વાંચો - રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસના ધારાસભ્યો અકબંધ રહેશે કે હજી તૂટશે?

કોંગ્રેસ જેવો હાલ ભાજપનો પણ છે . કારણ કે ભાજપ પાસે હાલ 103 મત છે . પરંતુ ત્રીજા ઉમેદવાર જીતવા માટે બે મત ઘટે છે. જેમાં એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાએ પહેલાથી ભાજપને સમર્થનની જાહેરાત કરી છે. તેમ છતા 105માં એક મત ઘટે છે . ભાજપને આશા છે કે, કોંગ્રેસના ધારાસભ્યો ગત 2017ની ચૂંટણીમાં જે રીતે ક્રોસ વોટીંગ કર્યું છે. તેમ આ વખતે પણ ક્રોસ વોટિંગ કરશે અને ભાજપનો ત્રીજો ઉમેદવાર પણ જીતશે .આ પણ જુઓ - 

હવે સમય જ બતાવશે કે 19 જૂને ક્યા ઉમેદવાર પર મહોર લાગે છે. કારણ કે, બન્ને પક્ષો હાલ છેલ્લી ઘડીની તૈયારીઓ શરૂ કરી છે. ધારાસભ્યોને સતત માહિતગાર કરાય છે કઇ રીતે મત આપવો. અને ધારાસભ્ય પર સતત બાજ નજર બન્ને પક્ષો રાખી રહ્યા છે.
First published: June 16, 2020, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading