Home /News /gujarat /Gujarat Election 2022: BTPએ 6 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, છોટુભાઈની બ્રાન્ડ પુત્રને નામ

Gujarat Election 2022: BTPએ 6 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, છોટુભાઈની બ્રાન્ડ પુત્રને નામ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી અને જાહેરાતને લઈને રાજકીય પક્ષો વચ્ચે તાબડતોડ બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન, BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) એ પણ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી અને જાહેરાતને લઈને રાજકીય પક્ષો વચ્ચે તાબડતોડ બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન, BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) એ પણ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારથી લઈને જીત સુધીની સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષોએ દાવપેચ શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ કેટલીક યાદી જાહેર કરી છે. તો 4 નવેમ્બરે કોંગ્રેસે પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ દરમિયાન, વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. પાર્ટીએ ફરી 6 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે.

    આ પણ વાંચો: અમિત શાહ, નડ્ડા સહિતના નેતાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક, ઉમેદવારોના નામ પર લાગી શકે છે મહોર

    સાત વખત લગાતાર જીતતા આવેલા છોટુ વસાવાનું પત્તુ તેમના પુત્ર મહેશ વસાવાએ કાપી નાખ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. જણાવી દઈએ કે, મહેશ વસાવા છોટુભાઈની બેઠક પરથી ચૂંટણી લડશે. આ બેઠક પર સતત સાત વખત BTPનો ઝંડો લહેરાવનાર છોટુ વસાવાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી લડશે નહીં. તેમનું સ્થાન તેમના પુત્ર મહેશ વસાવા લેશે જે હાલમાં દેડિયાપાડા બેઠક પરથી ધારાસભ્ય છે.

    BTP પ્રથમ યાદીમાં 12 ઉમેદવારોની જાહેરાત કરી હતી

    પ્રથમ યાદીમાં BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં મહેશ શરદ વસાવાને નાંદોદ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકાન રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાયક, ડાંગ બેઠક પરથી નિલેશ જાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ સીટ પરથી વિજય વસાવા ચૂંટણી લડશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन