મુંબઈઃ બીએસએનએલ (BSNL)એ પોતાના ગ્રાહકો માટે ઘર બેઠા કમાણી કરવાની ઓફર રજૂ કરી છે. બીએસએનએલે એક એવી સ્કીમ લૉન્ચ કરી છે જેનાથી ગ્રાહક બીજાનું રિચાર્જ કરીને 4% ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઓફર હેઠળ BSNLના રજિસ્ટર્ડ યૂઝર્સ પોતાના મિત્રો અને સગા-સંબંધીઓનો રિચાર્જ કરીને 4%ની છૂટ મળીને કમાણી કરી શકો છો.
ટેલિકોમટોકના રિપોર્ટ મુજબ, BSNL એપ્રિલના પહેલા સપ્તાહથી જ પોતાના ગ્રાહકોને આવી બે સ્કીમનો ફાયદો આપી રહી છે. બે સ્કીમમાં ‘ઘરે બૈઠે રિચાર્જ’ અને ‘અપનો કી મદદ સે રિચાર્જ દ્વારા કમાણી કરી શકે છે. કંપનીને આવી સ્કીમ રજૂ કરવાનો ઉદ્દેશ્ય લૉકડાઉન દરમિયાન લોકોની મદદ કરવાનું છે.
BSNL ગ્રાહક પોતાના મિત્રોને રિચાર્જ માટે રિક્વેસ્ટ મોકલી શકે છે. જોકે તે સમયે કંપનીએ કેશબેક કે ડિસ્કાઉન્ટની જાહેરાત નહોતી કરી. લેટેસ્ટ ડિસ્કાઉન્ટ સ્કીમ ઓફિશિયલ My BSNL એપના માધ્યમથી ઉપલબ્ધ કરાવી છે.
વોડાફોન-આઈડિયા પણ આપી રહી છે ઓફરઃ કોરોના વાયરસ લૉકડાઉનને ધ્યાને રાખી ટેલિકોમ ઓપરેટર વોડાફોન-આઈડિયાએ ‘Recharge for Good’ ઓફરની જાહેરાત કરી છે. કંપનીઆ આ ઓફરનો ઉદ્દેશ્ય ઓનલાઇન રિચાર્જને પ્રોત્સાહન આપવાનો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્કીમમાં યૂઝર્સ બીજાનો નંબર રિચાર્જ કરીને ઈનામ મેળવી શકે છે. તેમાં યૂઝર્સ પોતાના મિત્રો, પરિવારના સભ્યો કે પછી કંપનીના બાકી ગ્રાહકોના મોબાઇલ નંબર રિચાર્જ કરાવી શકશે. તેને માટે તેમને 6%નું કેશબેક મળશે.
એરટેલ પણ ઓફર કરી રહ્યું છે આવું પ્લાનઃ આ ઉપરાંત ભારતીય એરટેલે પણ આ સપ્તાહથી આવી જ સ્કીમ શરૂ કરી છે. જેમાં એરટેલ થેન્ક્સ એપમાં Super Hero feature દ્વારા કેશબેક મેળવી શકો છો.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર