Home /News /gujarat /

BSNL offer: બીએસએનએલ દ્વારા ગ્રાહકોને નવા વર્ષની ભેટ, ફ્રીમાં મળશે 4G સિમ કાર્ડ

BSNL offer: બીએસએનએલ દ્વારા ગ્રાહકોને નવા વર્ષની ભેટ, ફ્રીમાં મળશે 4G સિમ કાર્ડ

BSNL મોબાઇલ

BSNL Offer: BSNL 31 માર્ચ સુધી મોબાઇલ નંબર પોર્ટિબિલિટીવાળા યૂઝર્સ માટે BSNLનું મફત 4G સિમ કાર્ડ આપી રહી છે. ટૂંક સમયમાં તમામ સર્કલમાં કંપની આ સ્કીમ ઑફર કરશે.

    મુંબઈ: પ્રાઇવેટ કંપનીઓએ 2021ના અંતિમ મહિનામાં ભાવવધારો ઝીંકીને યૂઝર્સને નિરાશ કર્યાં હતા. ટેરિફ પ્લાનની કિંમતોમાં 20-25-30% વધારો કર્યો હતો, ત્યારે હવે આ તકનો ફાયદો ઉઠાવી લેવા સરકારી ટેલીકોમ કંપનીએ કમર કસી લીધી છે. બીએસએનએલ દ્વારા ફરી એકવાર ધમાકો કરવામાં આવ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ફરી એકવાર ગ્રાહકોને ફ્રીમાં 4જી સિમ કાર્ડ આપી રહી છે.

    મફત 4G સિમ કાર્ડ (BSNL Offer)

    તમે પણ ન્યૂ 4જી સિમ લેવા માંગો છો, તો તમારે નિરાશ થવાની જરુર નથી. BSNL પર સ્વિચ કરવા માંગતા યૂઝર્સને પોર્ટ આઉટ કરવા માટે કોઈ વધારાના ચાર્જિસ વિના માત્ર પ્રીપેડ પ્લાનની રિચાર્જ રકમની ચૂકવણી કરવાની રહેશે. એટલે કે, એમએનપી ગ્રાહકોએ ફક્ત રિચાર્જ કરવાનું રહેશે. BSNL પાસે પહેલાંથી પ્રી પ્લાન વાઉચરની યાદી છે.

    BSNL 31 માર્ચ સુધી મોબાઇલ નંબર પોર્ટિબિલિટીવાળા યૂઝર્સ માટે BSNLનું મફત 4G સિમ કાર્ડ આપી રહી છે. કેરળ ટેલિકોમ સર્કલમાં બીએસએનએલે આ સ્કીમ આપી રહી છે. ત્યાં આ ઑફર 31 માર્ચ 2022 સુધી રહેવાની છે. શરૂઆતના તબક્કે કંપની આ ઑફર કેરળના સર્કલ માટે જ આપી રહી છે, પરંતુ ટૂંક સમયમાં અન્ય સર્કલમાં પણ કંપની આ સ્કીમ ઑફર કરશે.

    BSNLના પ્લાન રૂ. 106થી થાય છે શરૂ

    BSNLના પ્લાન રૂ. 106 થી શરુ થાય છે. આ સિવાય કંપનીએ 2,399 રૂપિયાના વાર્ષિક પ્રીપેડ પ્લાનની વેલિડિટી પણ 15 જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે. BSNLના વાર્ષિક પ્લાન પર 60 દિવસની વધારાની વેલિડિટી સાથે કુલ 425 દિવસની વેલિડિટી 31મી ડિસેમ્બર સુધી જ લાગુ હતી પરંતુ કંપનીએ આ સ્કીમને એક્સટેન્ડ અને એક્સપાન્ડ કરી છે.

    Rs 2399 પ્લાન

    BSNL હવે તેના રૂ. 2399ના પ્લાન સાથે 90 દિવસની વધારાની વેલિડિટી સાથે કુલ 455 દિવસની વેલિડિટી આપે છે. આ સમયે જ્યારે ખાનગી ટેલિકોમ ઓપરેટરો દ્વારા ટેરિફમાં વધારો થઈ રહ્યો છે ત્યારે BSNLની આ તેના ગ્રાહકો માટેની નવા વર્ષની ભેંટ કહી શકાય.

    Rs 249 પ્લાન

    BSNLનો 249 રૂપિયાનો એન્ટ્રી-લેવલ પ્રીપેડ પ્લાન, જે રોજના 2GB ડેટા આપે છે, આ પ્લાનની વેલિડિટી 60 દિવસની છે. ગ્રાહકોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે આ પ્રથમ રિચાર્જ કૂપન (FRC) છે અને તે ફક્ત નવા ગ્રાહકોને જ લાગુ પડશે. તેમાં ગ્રાહકને રોજના 100 SMS સાથે 2GB ડેટા મળે છે. રોજના 2GB ડેટા પુરા થયા પછી, સ્પીડ ઘટીને 40 Kbps થઈ જાય છે.

    Rs 397 પ્લાન

    BSNLના સૌથી લોકપ્રિય પ્રીપેડ પ્લાન પૈકી રૂ. 397નો પ્રીપેડ રિચાર્જ પ્લાન છે, જેની વેલિડીટી 300 દિવસની છે. જેમાં અનલિમિટેડ કોલ્સ અને 100 SMS રોજના મળે છે, સાથે જ 2GB ડેટા પણ મળે. ડેઈલી ડેટા પુરા થયા બાદ સ્પીડ ઘટીને 80 Kbps થઈ જાય છે. આ પ્લાનની વેલિડિટી 60 દિવસ સુધી છે.

    Rs 999 બ્રોડબેન્ડ પ્લાન

    BSNL એ નવા પ્રીમિયમ OTTના ફાયદા સાથે રૂ. 999માં બ્રોડબેન્ડ પ્લાન (broadband plan) પણ લોન્ચ કર્યો છે. સુપર સ્ટાર પ્રીમિયમ પ્લસ નામનો ફાઇબર ટુ ધ હોમ (FTTH) પ્લાન તમામ ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે. સુપર સ્ટાર પ્રીમિયમ પ્લસ (Super Star Premium Plus) પ્લાનની સાથે, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP) 8 અલગ અલગ OTT એપ્લીકેશન આપે છે.

    આ પણ વાંચો:  બીએસએનએલની આકર્ષક ઑફર, બ્રોડબેન્ડ પ્લાન સાથે Amazon Fire TV Stick ફ્રી

    આ પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરનારા યૂઝર્સને લાયન્સ ગેટ LLP, શેમારૂ મી અને શેમારૂ ગુજરાતી, હંગામા મ્યુઝિક અને હંગામા પ્લે SVOD, SonyLIV પ્રીમિયમ, Zee5 પ્રીમિયમ, VooT સિલેક્ટ અને YuppTV લાઇવ પેકેજનું એક્સેસે પણ મળશે. બીજી તરફ BSNLએ તમામ ટેલિકોમ સર્કલમાં નવા ગ્રાહકો માટે રૂ. 949ની કિંમતની સુપર સ્ટાર પ્રીમિયમ-2 અને રૂ. 999ની ફાઇબર પ્રીમિયમની હાલની બ્રોડબેન્ડ યોજનાઓ બંધ કરી દીધી છે. આ યોજનાઓ હેઠળના વર્તમાન ગ્રાહકો ચાલુ રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Broadband, Bsnl, Internet, Prepaid, મોબાઇલ

    આગામી સમાચાર