Home /News /gujarat /અમદાવાદ: પ્રેમ સંબંધનો કરુણ અંજામ, બહેનના પ્રેમીની હત્યા કરી લાશ દાટી દીધી

અમદાવાદ: પ્રેમ સંબંધનો કરુણ અંજામ, બહેનના પ્રેમીની હત્યા કરી લાશ દાટી દીધી

યુવકની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી આરોપી ફરાર થઈ ગયા હતા.

Ahmedabad Crime News: ઝડપાયેલ આરોપી શ્રીગણેશ ઠાકોરની ક્રાઈમ બ્રાંચે રોહિતના ગુમ થવા અંગે પુછપરછ કરી ત્યારે હકિકત સામે આવી હતી કે રોહિતને આરોપી શ્રીગણેશની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. અને તે સંબંધ ન રાખવા માટે આરોપી અવારનવાર મૃતકને ટોકતો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: વેજલપુરમાંથી ગુમ થયેલા યુવકની તપાસ કરતા હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતકના મિત્રએ જ હત્યા કરી મૃતદેહને દફનાવી દીધો હતો. ક્રાઈમ બ્રાંચે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી હત્યા નિપજાવનાર બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપીની બહેન સાથે મૃતકનો પ્રેમ સંબંધ હોવાથી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. જે મામલે ક્રાઈમ બ્રાંચે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શ્રીગણેશ ઠાકોર અને સુરેશ ઉર્ફે બટકો ઠાકોર નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓએ રોહિત ઠાકોર નામના યુવકની હત્યા નિપજાવી હતી. 13 ઓગસ્ટના રોજ વેજલપુરના ગોકુલધામમાં રહેતો રોહિત ઠાકોર ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાઈ હતી. જેની તપાસ કરતા તેની હત્યા થઈ હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જે અંગે ઝડપાયેલા બન્ને આરોપીની પુછપરછ કરતા આરોપીઓએ રોહિત ઠાકોરને જમવાના બહાને ગાંધીનગર પાસે આવેલા લીલાપુર ગામે બોલાવ્યો હતો. જ્યાં તેની હત્યા નિપજાવી મૃતદેહને જમીનમાં દાટી આરોપી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો- અમેરિકાના આ સમાચારથી વિશ્વભરના બજારોમાં હડકંપ

ઝડપાયેલ આરોપી શ્રીગણેશ ઠાકોરની ક્રાઈમ બ્રાંચે રોહિતના ગુમ થવા અંગે પુછપરછ કરી ત્યારે હકિકત સામે આવી હતી કે રોહિતને આરોપી શ્રીગણેશની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. અને તે સંબંધ ન રાખવા માટે આરોપી અવારનવાર મૃતકને ટોકતો હતો. પરંતુ મૃતક રોહિતે આરોપીની બહેનને વીડિયો કોલ અને મળવાનુ ચાલુ રાખ્યુ હતુ. જેથી કાવતરૂ રચી તેની હત્યા કરવામાં આવી અને મૃતદેહને જમીનમાં દાટી મીઠુ નાંખી પુરાવાનો નાશ કર્યો હતો.

આ પણ વાંચો- સાસરીયાઓએ પાલતુ કૂતરાને ઘરમાંથી નીકાળવાની ના પાડતા મહિલાએ દીકરી સાથે કરી લીધી આત્મહત્યા

જો કે બનાવ સમયે સુરેશ ઉર્ફે બટકાએ રોહિતને પકડી રાખ્યો અને શ્રીગણેશે કુહાડી વડે તેની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. બાદમાં દારૂના પીપ સંતાડવા છે તેમ કહીને એક વ્યક્તિને બોલાવી ખાડો ખોદાવ્યો હતો. હાલમાં પોલીસે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन