તું મારા પારિવારિક જીવનમાં દખલગીરી કેમ કરે છે? સાઢું ભાઈએ ન કરવાનું કામ કરી નાખ્યું


Updated: May 23, 2020, 4:35 PM IST
તું મારા પારિવારિક જીવનમાં દખલગીરી કેમ કરે છે? સાઢું ભાઈએ ન કરવાનું કામ કરી નાખ્યું
પ્રતિકાત્મક તસવીર

ઘર કંકાસનો ચેતવણીરૂપ કિસ્સો, સાઢુ ભાઈની હરકતના કારણે અન્ય સાઢુભાઈએ લીધું પોલીસનું શરણ

  • Share this:
દેશભરમાં એક તરફ કોરોનાને લઈ લોકડાઉન છે ત્યારે બીજી બાજુ એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે. અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તારમાં એક ઘટના સામે આવી છે અને જેમાં એક  વ્યક્તિએ પોતના સાઢું ભાઈ ને જાન થી મારી નાખવાની ધમકી આપી દીધી અને હાથ માં પાઇપ લઈ તેને મારવા રોડ પર આવી ગયો પરંતુ સદનસબીએ ફરિયાદીએ પોલીસ ને જાણ કરી દેતા કોઈ હુમલો થયો નથી.

વાત કંઈ એમ છે કે મોટેરા ગામ માં રહેતો એક 32 વર્ષીય યુવક જમીન લે-વેચનું કામ કરે છે. ફરિયાદી પોતાના સસરાના ત્યાં ગયો હતો અને ત્યાં સસરા હાજર હતા તે સમય તેમના સાઢું ભાઈએ આવી તેમને ગાળો બોલવા લાગ્યા અને મન ફાવે જેમ બોલી ધમકી આપવા લાગ્યા હતા.

આ પણ વાંચો :  અમદાવાદ : એક સાથે 10 સગર્ભાઓએ Coronaને મ્હાત આપી, Covidના કહેર વચ્ચે સારા સમાચાર

આરોપીએ હાથ માં પાઈપ લઈ ફરિયાદી જે ગાડી લઈ ને આવ્યો હતો તે લઈ ગાડીનાં કાંચ તોડી નાખ્યા અને ધમકી આપી હતી  કે નીચે આવ તને જાન થી મારી નાખીશ. આરોપીએ ફરિયાદીને કહ્યું હતું  કે તું મારા પારિવારિક જીવન માં કેમ દાખલગીરી કરે છે. આ ધમકી બાદ ફરિયાદી ડરી ગયા હતા અને તે નીચે ઉતર્યો નહોતો પરંતુ  સોસાયટીના લોકો ભેગા થઈ જતા આરોપી જતો હ્યો હતો.આ મામલે ફરિયાદી પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી છે અને પોલીસે 294(બી),506(2),507 હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

 
First published: May 23, 2020, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading