...આ છે "લટકતું ગુજરાત”: નવ ફૂટ ઊંચી નહેર પાર કરીને બાળકો નિશાળે જાય છે!

નિશાળે જવા માટે નજીકમાં અન્ય કોઈ રસ્તો ન હોવાથી માં-બાપ બાળકોને રોજ નહેર કુદાવીને સામે કાંઠે મોકલે છે

News18 Gujarati
Updated: July 11, 2018, 12:57 PM IST
...આ છે
નિશાળે જવા માટે નજીકમાં અન્ય કોઈ રસ્તો ન હોવાથી માં-બાપ બાળકોને રોજ નહેર કુદાવીને સામે કાંઠે મોકલે છે
News18 Gujarati
Updated: July 11, 2018, 12:57 PM IST
અમદાવાદ : સોશ્યિલ મીડિયા કેટલું સોશ્યિલ અને કેટલું એન્ટિ- સોશ્યિલ તે અંગની ચર્ચાઓ આજકાલ વ્યાપક પ્રમાણમાં થઇ રહી છે. પ્રત્યેક માધ્યમ અને વ્યવસ્થાના સારાં-નરસા પાસાં હોવાના જ. વ્યક્તિ તરીકે આપણે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી તમામ વ્યવસ્થાનો સદુપયોગ કરવાની જવાબદારી આપણી છે ! હા, આપણા દેશમાં અર્ધદૃગ્ધતાનું પ્રમાણ વધુ છે; એટલે ઘણુંખરું 'સારા'માટે બનાવેલી વ્યવસ્થાનો પણ દુરુપયોગ થતો જોવા મળે છે !

છેલ્લા એક-બે દિવસથી ખેડા જિલ્લાના નાયકા અને ભેરાઇ ગામ વચ્ચેનો પુલ તૂટી ગયો હોવાનો અને તેને કારણે હજારો લોકોને ભોગવવી પડતી હાલાકીનો વિડિઓ સોશ્યિલ મીડિયામા વાયરલ થયો છે. આ પુલ છેલ્લા બે મહિનાથી તૂટી ગયો છે. આ પુલ બંને ગામ વચ્ચે કડી સમાન છે. પુલ સિવાય જો બંને ગામ વચ્ચે સંપર્ક સ્થાપવો હોય તો લગભગ 10 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે તેમ છે.

આ પુલના તૂટી પાડવાના કારણે પ્રજાએ જબરદસ્ત હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ખાસ કરીને બાળકોને નિશાળે જવાની ભારે તકલીફ છે. આપણી સરકાર મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મોટા-મોટા સ્વપ્ન બતાવે છે. ગુણોત્સવો-પ્રવેશોત્સવો-કન્યા કેળવણીના બણગા ફૂંકે છે, પરંતુ ધરાતલની મુશ્કેલી સમજવા તૈયાર નથી.

પુલ તૂટી જતા ગ્રામજનોને કેવી મુશ્કેલી ભોગવવી પડે છે, જુઓ તેનો Video

આ બંને ગામના બાળકો નવ ફૂટ ઊંચી નહેરની દીવાલને લાંઘીને દરરોજ આવન-જાવન કરે છે. બાળકો જાતે નાળું પાર નથી કરી શકતા એટલે તેમના માં-બાપ બાવડાં પકડીને તેમને આ નહેરનું નાળું પાર કરાવે છે. આ પરિસ્થિતિ એટલી વિકટ છે કે જો કોઈક દિવસ બાળકનો હાથ છટક્યો તો ગંભીર અકસ્માતને તેડું આવે તેમ છે !

પ્રાપ્ત માહિતી અનુસાર, નિશાળે જવા માટે આ સિવાય નજીકમાં કોઈ રસ્તો નથી. આ નાળું ઠેકીને કે કૂદીને એક કલાકમાં બધા આ પારથી પેલે પાર જઈ શકે છે. જો એવું ન કરે તો 10 કિલોમીટર ફરીને જવું પડે તેમ છે. એટલે આ જોખમ ખેડ્યાં સિવાય છૂટકો નથી. આ લાચાર અવસ્થા છતાં બે-બે મહિના વીત્યા પછી પણ સરકારના પેટનું પાણી નથી હલતું ! આ પુલના સમારકામ માટે અરજીઓ અપાઈ છે, પરંતુ તંત્ર ચોમાસાની ઋતુનું બહાનું આગળ ધરી કામ હમણાં નહિ થઇ શકે તેવું બહાનું રજુ કરે છે. વરસાદ કેવો અને કેટલો પડે છે, તે સૌ જાણે છે. "પ્રિ-મોન્સૂન" પ્લાન પણ કેવા સફળ રહે છે તે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં આપણે જાણીએ જ છીએ.

 
Loading...

ખેડા કલેક્ટર આઇ.કે.પટેલે આશ્વાસન આપ્યું છે કે, પુલનું સમારકામ જલ્દીથી જ શરુ કરી દઈશું. ઇચ્છીયે કે, કલેકટર સાચા પડે અને પ્રજાની હાલાકી ઘટે. બાકી સરકારની 'ગતિશીલતા' વિષે આ અને આ પ્રકારના સંખ્યાબંધ કિસ્સો જોઈને વધુ કઈ કહેવાનું રહેતું નથી.

 

 

 

 

 
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...