Home /News /gujarat /અમદાવાદ : કસ્ટમના સુપરિન્ટેન્ડેન્ટ અને તેના સાથી 25000ની લાંચ લેતા પકડાયા

અમદાવાદ : કસ્ટમના સુપરિન્ટેન્ડેન્ટ અને તેના સાથી 25000ની લાંચ લેતા પકડાયા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન

કસ્ટમ અધિકારી સુનીલ મેનન ના અમદાવાદ અને કેરળ ખાતે આવેલ ઘર માં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું સાથો સાથ પ્રવીણ વાઘેલા જે ખાનગી વ્યક્તિ હતો તેના ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. સુનીલ મેનન ના મિલકતની વિગતો સહિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા

વધુ જુઓ ...
અમદાવાદ : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા રૂ. 25,000/-ની લાંચ લેતા અમદાવાદના કસ્ટમના સુપરિન્ટેન્ડેન્ટ અને તેના સાથી (ખાનગી વ્યક્તિ)ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના પાલડી ડિવિઝનના સુપ્રિટેન્ડેન્ટ ઑફ કસ્ટમ વિરુદ્ધ ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફરિયાદીએ (મર્ચન્ટ એક્સપોર્ટર પાર્ટનરશિપ ફર્મના ભાગીદારોમાંથી એક) મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે સેલ્ફ સીલિંગ પરવાનગી માટે અરજી કરી હતી.

વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આરોપીઓએ સેલ્ફ સીલ કરવાની પરવાનગી આપવા માટે રૂ. 30,000/- ની લાંચ માંગી હતી. વાતચીત થયા બાદ 25000 હજાર માં નક્કી કરવામાં આવેલ અને ફરિયાદી ને સાથે સાથે સીબીઆઈ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ અને ત્યાર બાદ સીબીઆઈએ છટકું ગોઠવીને આરોપી અને તેના સાથીદારને રૂ. 25,000/- ની લાંચ લેતા ઝડપી લીધા છે.

મહત્વ નું છે કે, કસ્ટમ અધિકારી સુનીલ મેનન ના અમદાવાદ અને કેરળ ખાતે આવેલ ઘર માં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું સાથો સાથ પ્રવીણ વાઘેલા જે ખાનગી વ્યક્તિ હતો તેના ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. સુનીલ મેનન ના મિલકતની વિગતો સહિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા અને સીબીઆઈ દ્વારા તેમના દસ્તાવેજો અને બેંક ની વિગતવાર તપાસ કરવામાં આવશે અને તેમને આવી રીતે રૂપિયા લઈ કેટલી મિલકત લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોગુજરાત ATS એ દિલ્હીમાંથી રૂપિયા 20 કરોડના હેરોઈન સાથે એક અફઘાનીને પકડ્યો

પકડાયેલ બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને રિમાન્ડ લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહત્વ ની વાત તો એ છે કે પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે આરોપી અધિકારી ખાનગી વ્યક્તિ ને વચ્ચે રાખી ને આ રીતે ભ્રષ્ટાચાર કરી રહેલ જોકે આવી રીતે કેટલી જગ્યા સેટિંગ કરી આપ્યું છે તે દિશા માં પણ તપાસ કરવામાં આવશે અને વધુ માહિતી સામે આવી શકશે.
Published by:kiran mehta
First published:

Tags: Bribe case, Bribe news, લાંચ, લાંચ કેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन