આ ગુજરાત છે...આંખો પર પટ્ટી બાંધીને ગુજરાતની સંસ્કૃતિ જોવાનો પ્રયત્ન ના કરો ગુહા જી!

પીએમ મોદીના કટ્ટર આલોચક અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક સમયના સામ્યવાદી નેતા રહેલા ફિલિપ સ્પ્રાટના નિવેદનને આગળ કરીને ગુજરાતની સંસ્કૃતિ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુહાનો આ પ્રયત્ન તેમના જ્ઞાનની નહી, પરંતુ એમની કુંઠ્ઠીતતાની સાબિતી છે. એવું કેમ, જાણીએ ગુહાને લખેલી આ ચિઠ્ઠી દ્વારા

પીએમ મોદીના કટ્ટર આલોચક અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક સમયના સામ્યવાદી નેતા રહેલા ફિલિપ સ્પ્રાટના નિવેદનને આગળ કરીને ગુજરાતની સંસ્કૃતિ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુહાનો આ પ્રયત્ન તેમના જ્ઞાનની નહી, પરંતુ એમની કુંઠ્ઠીતતાની સાબિતી છે. એવું કેમ, જાણીએ ગુહાને લખેલી આ ચિઠ્ઠી દ્વારા

 • Share this:
  બ્રજેશ કુમાર સિંહ  : શ્રીમાન રામચંદ્ર ગુહા જી, તમે એક ટ્વિટ કર્યું છે, જે વાંચીને મન ખરાબ થઈ ગયું છે, તે માટે તમને ચિઠ્ઠી લખવા બેસી ગયો.

  તમે કરેલ ટ્વિટ જોઈએ તો

  “Gujarat, though economically advanced, is culturally a backward province--- Bengal in contrast is economically backward but culturally advanced”.

  Philip Spratt, writing in 1939  ફિલિપ સ્પ્રાટના ખભે રાખીને તમે બંદુક તાકી છે, તે પણ ત્યારે જ્યારે તે પોતાના નિવેદનનો બચાવ કરવા માટે પોતે જીવિત નથી, 1971માં સ્વર્ગવાસી થઈ ગયા છે. જ્યાં સુધી સ્પ્રાટનો સવાલ છે, તેમનું પોતાનું વ્યક્તિત્વ વિરોધાભાસી હતું અને તેવામાં તેમની વાતને સીધે-સીધી સ્વિકાર કરી લેવો અથવા માની લેવાનો કોઈ અર્થ પણ નથી. તમે સ્પ્રાટના જે નિવેદનને ટાંકીને ગુજરાતને કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે, તે નિવેદન સ્પ્રાટનું ત્યારનું છે, જ્યારે તે ભારત આવ્યાને ફક્ત તેર વર્ષ થયા હતા અને 37 વર્ષના તે વ્યક્તિને ભારતના અલગ-અલગ રાજ્યોમાં અને ત્યાંની ખાસિયતોને સમજવાની આવડત કેટલી હતી, સહજ રીતે અંદોજો લગાવી શકાય છે. જે વ્યક્તિ ભારતમાં સામ્યવાદના બીજ પોતાના બોસના કહેવા પર રોપવા આવ્યો હતો, દોઢ દાયકા પછી તે પોતે સોવિયેત સંઘની નીતિઓની નિંદા કરવામાં લાગ્યો હતો.

  સ્પ્રાટને આમ પણ ગંભીરતાથી લેવાનું કોઈ કારણ નથી. જે લોકોએ 200 વર્ષ સુધી ભારતને લૂંટ્યું અને પોતાના દેશને તે લૂંટના સહારે ધનીક બનાવાનો પ્રયત્ન કર્યો, તે દેશથી આવેલા યુવા ભારતની સમજણ કયા આધાર પર બનાવી રહ્યા હતો, વિચાર કરવો મુશ્કેલ નથી. તમારા માટે સ્પ્રાટને યાદ કરવો એ સહજ રીતે સમજી શકાય છે, કારણ કે તે બેંગલોર શહેરમાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા, જ્યાં તમારો વધુ સમય પસાર થાય છે. અને તે પોતાના સ્વભાવથી કંઈક એવો જ હતો, જેવા તમે છો, પોતાના દુશ્મનો અને તેમની સાથે જોડાયેલી વસ્તુઓ, સ્થાનોને કોઈ પણ કિંમત પર નીચી બતાવવી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી બીજેપી પ્રત્યે તમારી ધૃણા કેટલી છે, તેને દેશ અને દુનિયાના લોકો જાણે છે. એવામાં સ્પ્રાટના નિવેદનને સામે રાખીને તમે કોના પર નિશાનો સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તે બાળકો પણ સમજી શકે છે.

  બંગાળને લઈને સ્પ્રાટે જે કહ્યું, તેમાં પણ હું સહમત નથી, પરંતુ અત્યારે હું પોતાનું ધ્યાન ગુજરાત પર રાખીશ, કારણ કે મારા જીવનના સૌથી મહત્વપુર્ણ વર્ષ તે રાજ્યમાં પસાર કર્યા છે, આખો દોઢ દાયકો કોઈપણ બ્રેક વગર અને અત્યારે પણ સતત ત્યાં જાવ છું, હજારો લોકો સાથે જીવંત સંબંધ બનેલો છે. ગુજરાતને લઈને તમારું જ્ઞાન ઠીક રહ્યું હશે, એવું હું માનું છું, છતા પણ સ્પ્રાટના સહારે આ પ્રકારની ટિપ્પણી કરી, તો તેને ભૂલથી થયેલી ટિપ્પણી ના કહી શકાય, પરંતુ કોઈ ખાસ પ્રદેશના લોકો પર કરેલી અત્યંત નિંદનીય ટિપ્પણી તરીકે જોઈ શકાય છે.

  તમારું તે રાજ્ય એટલે કે ગુજરાત સાથે કડવાશ ભર્યા સબંધ રહ્યા છે, અને તે કડવાશના કારણે તમે કર્યુ હોય તે પણ સંભવ છે. આખરે ગુજરાતની અમદાવાદ યુનિવર્સિટીમાં એક સમયે તમે પ્રોફેસર તરીકે જવાનું વિચારી રહ્યા હતા પરંતુ લોકોના વિરોધના કારણે તમે ત્યાં સ્થાન પામી શક્યા ન હતા, તમારી પીડા સ્વભાવિક છે, જોકે તમે જે યુનિવર્સિટીમાં જવા માગતા હતા, તે તે જ આર્થિક સમૃદ્ધિવાળા લોકો તરફથી સંચાલિત છે, જેમનું સાંસ્કૃતિક મૂળ પણ ઘણા ઉંડા છે.

  અમદાવાદના લાલભાઈ-સારાભાઈ પરિવારે કોઈ પરિચયની જરુર નથી. દેશને આર્થિક અને વૈજ્ઞાનિક રીતે આત્મનિર્ભર બનાવવામાં તે પરિવારની મોટી ભૂમિકા રહી છે. ભારતમાં અંતરિક્ષ ક્રાંતિના જનક વિક્રમ સારાભાઈ પણ તે પરિવારમાંથી આવે છે.  ગુજરાતનો સદીઓથી એક સ્વાભાવ છે. પૈસા પણ કમાય છે અને પોતાની સંસ્કૃતિને પણ અક્ષુણ રાખે છે, અને દરેકને પોતાની અંદર સહજતા પણ છે. તેનું એક ઉદાહરણ તમે પણ અંગત રીતે જાણો છો. બેંગલોરના જે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સ સાથે તમારો સંબંધ રહ્યો છે. તે તે જ ટાટા પરિવારની આર્થિક સહાયતાથી અસ્તિત્વમાં આવ્યું છે, જેમના પૂર્વજો સહિત પારસી સમુદાયને ગુજરાતની સંસ્કૃતિને પોતાની બનાવી લીધી હતી,

  જ્યારે તેમને પોતાનું મૂળ સ્થાન ઈરાન છોડવા મજબુર થવું પડ્યું હતું. ગુજરાતમાં આવીને તેમણે પોતાનું ઘર વસાવ્યું, આર્થિક કમાણી કરી અને પછી દેશને આઈઆઈએસસી, ટીઆઈએફઆર, ટાટા કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઑફ સોશલ સાયન્સ જેવા મહત્વપૂર્ણ શૈક્ષણિક-વૈજ્ઞાનિક સંસ્થાન આપ્યા છે. જે સંસ્થામાં તમે પોતાનો હાલનો સમય પસાર કર્યો છે, તેની સ્થાપના કરવાવાળા લોકો અને તેના પૂર્વજો પોતાને ગુજરાતી કહેવામાં ગર્વ અનુભવતા હતા,

  તેમના ઘરની ભાષા ગુજરાતી રહી છે, જે સંસ્કૃતિને તમે અપમાનિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જે સમયે તમારો નાયક સ્પ્રાટ ગુજરાતને લઈને નાપાક અને ખરાબ ટિપ્પણી કરી રહ્યા હતો, તે સમયે ટાટા પરિવારના લોકો દેશ ભરમાં પોતાની મહેનતની કમાણીથી વિજ્ઞાનના મોટા મંદિર સ્થાપિત કરી રહ્યા હતા, તેનાથી મોટી ઝલક ગુજરાતી સંસ્કૃતિની શું હોઈ શકે ગુહાજી.

  આ પણ વાંચો - 'ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે,' ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના ટ્વીટથી વિવાદ; CM રૂપાણીએ આપ્યો જવાબ

  પોતાનો નાયક કેટલો અજ્ઞાની હતો, તે પણ તેની વાતમાં જોવા મળે છે. તેણે ગુજરાત માટે પ્રૌવિંસ શબ્દનો ઉપયોગ કર્યો છે. જેને હિન્દીમાં અમે લોકો પ્રાંત કહીએ છીએ. તમે પોતે પણ ઇતિહાસના અધ્યેતા છો, એટલું તો જાણતા હશો કે બ્રિટિશ કાળમાં ગુજરાત જેવો કોઈ પ્રાંત ન હતો, પ્રાચીન કાળથી લઈને મરાઠાના સમય સુધી ગુર્જર રાષ્ટ્રથી લઈને ગુજરાત સૂબા તરીકે જાણીતો હતો.

  જોકે બ્રિટિશ કાળમાં તે ત્યારના બૃહદ મુંબઈ પ્રાંતનો જ ભાગ હતો, અલગ ન હતો, પ્રૌવિંસ ન હતો. ગુજરાત અલગ રાજ્ય તરીકે 1960માં અસ્તિત્વમાં આવ્યું. જે સમયનું સ્પ્રાટનું આ વાક્ય છે તે સમયે તો ગુજરાત અલગ પ્રાંત હતો જ નહીં. ગુજરાત અને ગુજરાતના લોકોથી પોતાની ઘૃણાનું પ્રદર્શન સ્પ્રાટના બહાને કરતા પહેલા તમે વિચાર તો કર્યો હોત.

  જ્યાં સુધી આ ગુર્જર ભૂમિનો સવાલ છે અને જેની સંસ્કૃતિ પર તમે સવાલ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે, જો તેની સમૃદ્ધિનો ઉલ્લેખ કરવા બેસી જાવ તો હજારો પાના પણ ઓછા પડશે. જેથી કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણ આપીને તમારી આંખો પર બાંધેલી પટ્ટી ખોલવાનો પ્રયત્ન કરું છું. જેને તમે જાણી જોઈને બાંધી રાખી છે.

  ગુર્જર રાષ્ટ્રની ગૌરવ ગાથા અને સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી જોયા પહેલા એ પણ જાણી લોકે આ ભૂમિની સંસ્કૃતિ કેટલી મજબૂત રહી છે. તમે સિંધુ ઘાટી સભ્યતા અંગે સાંભળ્યું હશે, પાકિસ્તાનમાં હડપ્પા અને મોહન્જોદડો આના મોટા પ્રતિક છે. આ પણ તમે જાણતા હશો. પરંતુ તમે એ જાણવાની કોશિશ નહીં કરી હોય કે ભારતમાં આના મોટા બે પ્રતિક ધોળાવીરા અને લોથલ ગુજરાતમાં જ છે. સિંધુ ઘાટી સંસ્કૃતિ કેટલી સમૃદ્ધ હતી એ જાણવું જરૂરી નથી. જો ભૂલી ગયા હોય તો ફરીથી વાંચી લેજો, યાદ આવી જશે કે ગુજરાત એ સંસ્કૃતિક વિરાસતનું જીવંત પ્રતિક છે.  અશોકના શાંતિ, અહિંસા અને ભાઈચારાના સંદેશ અંગે તો તમે સાંભળ્યું હશે. આની નિશાની જોવા માંગતા હોવ તો જૂનાગઢની તળેટીમાં હાજર છે. અશોકનો શિલાલેખ જોઈ લેજો. ગુજરાતમાં ગુજરાતે આને હજારો વર્ષોથી સાચવીને રાખ્યો છે. જે સમયે તમારો નાયક સ્પ્રાટ ગુજરાત અંગે વાહિયાત ટિપ્પણી કરી રહ્યો હતો. એનાથી 120 વર્ષ પહેલા કર્નલ ટોડ આની શોધ કરીને બ્રિટન પરત ફરી ચૂક્યા હતા. જ્યાંથી તમારો નાયક ટોડના પરત ફર્યા બાદ આવ્યો હતો.

  સંસ્કૃતિની સમૃદ્ધતાની મહત્વપૂર્ણ નિશાની શિક્ષા છે. વલ્લભીની વિશ્વલિદ્યાલય અંગે તમે સાંભળ્યું હશે. તક્ષશીલા, નાલંદા અને વિક્રમશીલાની ટક્કરની વિશ્વવિદ્યાલય ગુજરાતમાં હતી. જે જગ્યાએ આ વૈશ્વિક વિશ્વવિદ્યાલય હતી. જે જગ્યા અત્યારે વલ્લભીપુર તરીકે જાણિતી છે. મૈત્રક કાળ અંગે વાંચો, ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વલ્લભી જેવા આના પ્રતિકો અંગે તમને જાણવા મળશે. જેનો ઉલ્લેખ હુએનસાંગે પણ પોતાના યાત્રા વૃતાંતમાં કર્યો છે. વાત વુએનસાંગની ચાલી છે તો તમને એ પણ જણાવી દઈએ કે પોતાની યાત્રા વૃતાંત થકી ગુજરાત સાંસ્કૃતિક તરીકે કેટલું સમૃદ્ધ હતું. અહીં પ્રાચીન કાળમાં વૌદ્ધ વિહાર કેટલા મોટા હતા.

  ગુજરાત અંગે તમારે જાણવું હોય તો મધ્યકાળમાં રહીમ થકી જાણી શકો છો. અકબરના સંરક્ષક બૈરમ ખાનની હત્યા જ્યારે અકબરના ઈશારે થઈ ત્યારે તેના અફઘાન દરબારિયોએ ગુજરાતના પાટણમાં કરી દીધી. ત્યારે ગ્લાનિથી ભરેલા અકબરે પહેલા તો રહીમનું સંરક્ષણ કર્યું, બાદમાં એજ રહીમને અમદાવાદમાં ગુજરાતના સૂબેદાર બનાવીને મોકલ્યો, ત્યારબાદ રહીમ શ્રેષ્ઠ કવિ અને વિચારક તરીકે પોતાના દોહા થકી મશહૂર થયો. ગુજરાતકી સાંસ્કૃતિક વિરાસત અને માટીએ તેમના ઉપર કેટલો પ્રભાવ પાડ્યો છે તેની નિશાની તેમના મશહૂર દોહા છે.

  બીજેપી અને સંઘ પરિવાર ઉપર હુમલો કરતા સમયે તમે મહાત્મા ગાંદીના પ્રિય ભજન વૈષ્ણવ જનનો જાપ તો કરતા જ હશો. આ મશહૂર ભજનના રચયિતા નરસિંહ મહેતા પણ ગુજરાતની ધરતીથી હતા. જેમણે ગુજરાતી સાહિત્યના આરંભિક મહાપુરુષો પૈકી એક માનવામાં આવે છે. વાત સાહિત્યની ચાલી છે તો કેટલાક નામ ગણાવી દઉં અને અંદાજ તમે જાતે લગાવી દો. આમ પણ સાહિત્ય પણ કોઈ રાજ્યની સંસ્કૃતિને જાણવાનો મહત્વનો રસ્તો છે. કૃષ્ણની ધરતી દ્રાવકામાં મીરાબાઈ લાંબા સમય સુધી રહ્યાં, આ તો તમને ખબર જ હશે. બાકી કેટલાક નામ, ભક્તકવિ અખો, ઉમાશંકર જોશી, બાલમુકુંદ દવે, કવિ પ્રેમાનંદ, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, સ્વામી આનંદ.

  ગુજરાતની સંસ્કૃતિ અને લોક જીવનના અલગ-અલગ પાસાની ચર્ચા કરીશ તો તમે ગભરાઈ જશો. તમારી પાસે વાંચવા માટે સમય પણ નહીં હોય. એટલા માટે કેટલાક નામ ગણાવી દઉં. અંદાજો લગાવી દેજો. ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતી મૂળના લોકો અંગે, જેમના વિશે તમારું આ માનવું છે કે તેમને પૈસા ગણવાનું જ સૂઝે છે બીજું કંઈ જ નહીં. ધીરજથી આ નામ વાંચી લો.

  મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જમશેતજી ટાટા, વિક્રમ સારાભાઈ, ડોક્ટર આઈજી પટેલ, ભગવાન સ્વામીનારાયણ, હોમી ભાભા, અજીમ પ્રેમજી, સૈમ માનેકશા, મનુ શ્રોફ, લોર્ડ ભિખુ પારેખ, જનરલ રાજેન્દ્ર સિંહ, દાદાભાઈ નૌરોજી, નર્મદ, દિશના પેટિટ, કસ્તુરભાઈ લાલભાઈ, જીવરાજ મેહતા, નાનજી કાલીદાસ મેહતા, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, વીનૂ માંકડ, ઈસ્માઈલ મર્ચેન્ટ, શેખર મેહતા, અમિત અંબાલાલ, સંજીવ કુમાર, ઈન્દુલાલ યાજ્ઞનિક, ઠક્કર બાપા, જુબિન મેહતા, કન્હૈયાલા માણેકલાલ મુંશી, નની પાલખીવાલા, રુસી કરંજિયા, નરી કોન્ટ્રાક્ટર, જામ રણજી, દલીપ સિંહજી, પંડત ઓંકારનાથ ઠાકુર, વાલચંદ હીરાચંદ, મહાદેવ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, જીવી માવલંકર, વિઠ્ઠલભાઈ પટેલ, અસીમ અલી, ગુલજારીલાલ નંદા, મોરારજી દેસાઈ, જયશંકર સુંદરી, કિશોરલાલ મશરુવાલા, જસુ પટેલ, સોહરાબ મોદી, કુમુદનીબેન લાખિયા, વિજય મર્ચન્ટ, કરસન ઘાવરી, પીલૂ મોદી, ફિરોજશાહ મેહતા, સોલી સોરાબજી, જગદીશ ભગવતી, તારક મેહતા, એચએમ પટેલ, દયાનંદ સરસ્વતી, સુનીતા વિલિયમ્સ, ગીત સેઠી, હકૂ શાહ, ઈલાબેન ભટ્ટ, સર દોરાબજી ટાટા, મીનૂ મસાની. નામ એટલા છે કે હું લખતા લખતા થાકી જઈશ અને તમે વાંચતા વાંચતા. આશા છે કે આટલા નામ વાંચીને તમારા ધ્યાનમાં આવી ગયું હશે કે ગુજરાત સાંસ્કૃતિક રીતે પણ કેટલુ મજબૂત રહ્યું છે.

  મને એ નથી સમજાતુ કે, તમારા જેવા વિદ્વાન ગુજરાતની સંસ્કૃતિને લઈ આવી હલકી ટીપ્પણી પર કેવી રીતે ઉતરી આવ્યા. જે ગાંધીને કેન્દ્રમાં રાખી તમે તમારા બે મોટા પુસ્તક લખી દીધા, ગુજરાતની સંસ્કૃતિના તો તે આધુનિક કાળમાં સૌથી મોટા વાહક રહ્યા છે, જેમના વિચારો આજે પણ પૂરી દુનિયામાં માનવામાં આવી રહ્યા છે. જે એક સંતે પૂરા ભારતીય સમાજને ભેગો કર્યો, તે દયાનંદ સરસ્વતી ગુજરાતના ટંકારામાં જ જનમ્યા છે અને રૂઢિવાદીતા પર વૈજ્ઞાનિક વિચાર અને વેદોની મહત્તા તરફ પૂરા ભારતીય સમાજને લઈને ગયા, જાત-પાતનું બંધન તોડીને. સહકારનું મોડલ અમૂલ દ્વારા પૂરી દુનિયામાં ફેલાઈ ગયું.

  દયા અને કરૂણા શું હોય છે, તેનો પાઠ ગુજરાતના સંત ગણ, પછી ભલે તે મોરારી બાપુ હોય કે પછી ભાઈ શ્રી, અથવા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સાધુ-સંતો, જે પૂરી દુનિયાને સમજાવે છે માત્ર ભાષણ આપીને નહી, વ્યવહારિક ઉદાહરણ રાખીને. ગુજરાતીઓની જે આર્થિક વૃત્તિ તરફ તમે ઈશારો કર્યો છે, ત્યાં તમે એ ભૂલી ગયા કે એ ગુજરાતીઓ જ છે, જે માત્ર પૂરી દુનિયામાં ધન અર્જન અને સાહસિકતાનો પરિચય આપવા માટે જાય છે, સાથે પોતાની સંસ્કૃતિ લઈને પણ જાય છે,

  જેથી જ કહેવામાં આવે છે કે, જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પીએમ મોદી કૂટનીતિની દુનિયામાં સંસ્કૃતિનું મહત્વ પણ પૂરી દુનિયાને શીખવી રહ્યા છે, છેલ્લા છ વર્ષથી, ડીએનએ તો ગુજરાતી જ છે ને. કોરોનાના આ વૈશ્વિક સંકટના સમયમાં પણ જ્યારે દુનિયામાં તે દવાઓ અને અન્ય રાહત સામગ્રી પહોંચાડી રહ્યા હતા, તમે જેની બેટિંગ કરો છો, તે બનિયાવૃત્તિનો પરિચય આપી મોદીની આલોચના કરી રહ્યા હતી, મોદી તો ભારતના વસુધૈવ કુટુંબકમના મંત્રને ચરિતાર્થ કરવામાં લાગ્યા હતા.

  વધારે લાંબુ લખી તો શકુ છૂ, પરંતુ તમે વાંચી નહીં શકો. જેથી નાની વિનંતી છે કે, કોઈ સમાજ અથવા કોઈ વ્યક્તિ સાથેની ખુન્નસના કારણે કોઈ ક્ષેત્ર અથવા રાજનૈતિક-સાંસ્કૃતિક ક્ષેત્રને બદનામ કરવાની કોશિસ ન કરો. આનાથી તમારી પ્રતિષ્ઠા ઘટશે, વધશે નહીં. સારૂ એ જ રહેશે કે, પોતાની 'મીટી પલીદ' કરવાની જગ્યાએ પોતાની આંખ પર બંધાયેલી પટ્ટીને ઉતારી ફેંકો, પછી તમને ગુજરાત આર્થિક રીતે ઉન્નત પરંતુ સાંસ્કૃતિક રીતે પછાત નહીં દેખાય. નવરાત્રીની સિઝનમાં ગુજરાતના લોકનૃત્ય ગરબાની મજા તો તમે બેંગ્લોરમાં ઉઠાવતા તા જ હશો પરતું જો ના ઉઠાવતા હોય તો આવી જાઓ ગુજરાતમાં.

  અને હાં, જતા-જતા તમને યાદ કરાવી દઉ કે, બંગાળ અને ગુજરાતનો સંબંધ ખૂબ જ જૂનો છે. સ્વતંત્રતા આંદોલન દરમિયાન બંગાળના ક્રાંતિકારી લાંબા સમય સુધી ગુજરાતમાં છૂપાઈને રહ્યા હતા. સ્વામી વિવેકાનંદની શિકાગો યાત્રાનો વિચાર પણ ગુજરાતની દેન છે. લીમડીના તત્કાલિન ઠાકુર જશવંતસિંહજીની આ પ્રેરણા હતી. વિવેકાનંદનો વડોદરાથી પણ ઊંડો સંબંધ રહ્યો છે. કવિગુરૂ રવિન્દ્રનાથ ટાગોર ખૂદ લાંબા સમય સુધી અમદાવાદમાં રહ્યા.

  વડોદરાના યશસ્વી મહારાજ સયાજી રાવ ગાયકવાડ તો મહર્ષિ અરવિંદના પણ મોટા સમર્થક રહ્યા. વાત સયાજીની શરૂ થઈ તો, જતા-જતા એ પણ જણાવી દઉ કે, વડોદરાના આ મહારાજ ડોક્ટર આંબેડકરના સંરક્ષક તો હતા જ, ભારતમાં પહેલી વખત કન્યા શિક્ષાને ફરજિયાત બનાવનાર પણ હતા, જેની શરૂઆત તેમણે ગુજરાતના અમરેલીથી કરી હતી. હજુ વધારે કઈ કહેવાની જરૂરત છે શું ગુજરાતી સંસ્કૃતિ વિશે, વિચારજો અને શરમ આવે, તો પોતાની ભૂલ સ્વીકાર કરવાની હિમ્મત પણ દેખાડજો.

  ધન્યવાદ સહ

  બ્રજેશ

  (આ લેખકના અંગત વિચાર છે, લેખક નેટવર્ક 18ના ગ્રૂપ કંસલ્ટિંગ એડિટર છે)
  Published by:Ashish Goyal
  First published: