Home /News /gujarat /

અમદાવાદ: પરિણીત પ્રેમિકાએ વાતો કરવાનું બંધ કરતા પ્રેમી ગિન્નાયો, સીધો કર્યો પતિને ફોન ને પછી...

અમદાવાદ: પરિણીત પ્રેમિકાએ વાતો કરવાનું બંધ કરતા પ્રેમી ગિન્નાયો, સીધો કર્યો પતિને ફોન ને પછી...

પરિણીતાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad news: વિમલએ મારા પતિના મોબાઈલ પર ફોન કરી કહ્યું કે, તારી પત્ની મારી સાથે કેમ બોલતી નથી.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) પ્રેમી અને પરિણીત પ્રેમિકા (boyfriend and married woman ) વચ્ચે અબોલા થયા અને  રિસાયેલી પરણિત પ્રેમિકા નહિ માનતા પ્રેમીએ પ્રેમિકાના પતિને (husband wife) ફોન કરી દીધો. પ્રેમીએ ફોન પર ધમકી આપ્યાનો એક વિચિત્ર કિસ્સો શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં (Vejalpur Police station) નોંધાયો છે. પ્રેમીએ આ પતિ પત્નીને શાંતિથી નહિ રહેવા દેવાની ધાક ધમકીઓ (boyfriend threatens husband wife) આપતા આ સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી નવા વાડજમાં રહેતા વિમલ પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, હું મારા પરિવાર સાથે રહું છું અને હુ ઘરકામ કરુ છુ. મારે સંતાનમાં બે બાળકો છે.  મારા પતિ છુટક મજુરી કામ કરે છે અને આજથી સાતેક વર્ષ પહેલા હું  નવા વાડજમાં રહેતા વિમલભાઈ પંચાલ સાથે પરીચયમાં આવી હતી અને અમારે એક બીજા સાથે પ્રેમ સબંધ થયેલ હતો .

ફરિયાદ પ્રમાણે, ગઇકાલે 1 જાન્યુઆરીના રોજ સવારના આઠેક વાગ્યાએ હું મારા પતિ તથા બાળકો સાથે મારા ઘરે હાજર હતી. વિમલએ મારા પતિના મોબાઈલ પર ફોન કરી કહ્યું કે, તારી પત્ની મારી સાથે કેમ બોલતી નથી. તેમ કહેતા મહિલાએ તેને તેની સાથે કોઇ સંબંધ રાખવાની ના પાડી હતી. જેથી તેણે મહિલાના પતિને કહ્યુ કે, તારી પત્ની મારી સાથે પ્રેમ સબંધ નહીં રાખે તો હું તને તથા તારી પત્નીને શાંતીથી રહેવા દઇશ નહી. તેમ કહી અમને ધાક ધમકી આપવા લાગ્યો હતો. જેથી અમે ફોન કાપી નાખ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ: ત્રસ્ત પત્નીની પોલીસ ફરિયાદ, અનેક યુવતી સાથે છે પતિનાં સંબંધો, જીવતી સળગાવી દેવાની આપે છે ધમકી

ત્યારબાદ વિમલ અવાર નવાર મારા પતિના ફોન ઉપર ફોન કરીને હેરાન કરતો હતો. જેથી  હું મારા પતિ સાથે અહીં ફરીયાદ કરવા માટે આવી છુ.

આ પણ વાંચો - Ahmedabad Crime: માત્ર 5200 રુપિયા માટે મિત્રોએ કરી મિત્રની હત્યા, 6 મહિનાથી સાણંદમાં પત્ની સાથે રહેતો હતો ભાડે

મહત્વનું છે કે, આ મામલે પતિ પત્નિએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિમલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Fraud, Love, અમદાવાદ, ગુજરાત, પતિ-પત્ની

આગામી સમાચાર