રાજકોટમાં લગ્ન માટે ના પડાતા પ્રેમીએ યુવતીએ છરીના ઘા ઝીંક્યા

પ્રતિકાત્મક તસવીર

રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતી યુવતી સાથે ધરાર છરી વડે હુમલો કર્યો છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતી યુવતી સાથે ધરાર છરી વડે હુમલો કર્યો છે. આ હૂમલામાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ ઉપર આવેલા ત્રિલોક આરએમસી ક્વાર્ટર નં-16/962માં રહેતી અંજલી નટુભાઇ પરમાર નામની યુવતી ત્રણ વર્ષ પહેલા કેટરર્સમાં કામે જતી હતી.ત્યાં ગોંડલ રોડ ઉપર રહેતા અજય ગોસ્વામી સાથે પરિચય થયો હતો. બંને એકબીજા સાથે વાતો કરતા પરંતુ બાદમાં યુવાને પોતે લગ્ન કરવા ઇચ્છે તેવી વાત કરતા યુવતીએ પોતે લગ્ન કરવા માંગતી નથી તેમ કહેતા યુવાન હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. જેના લીધે યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

  યુવતી તેના મોટા બહેન આરતીો દિકરો રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલા સંકલ્પ પ્લે હાઉસમાં જતો હોય બપોરે પોણા બારેક વાગ્યે પોતે બહેન સાથે ભાણેજને તેડવા પ્લે હાઉસે ગઇ હતી. ત્યારે અચાનક બાઇક ઉપર આપેલા અજયે અજલી ઉપર છરી વડે હુમલો કર્યો હતો.

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ફૂલ સ્પીડમાં જતી ટ્રેન સાથે સેલ્ફી લેવું યુવકને પડ્યું ભારે, મોતને ભેટ્યો

  આ હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ-2 યુનિ. પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ ફરિયાદ નોંધી આરોપીને ઝઢપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
  Published by:ankit patel
  First published: