Home /News /gujarat /

Box Office Report: બ્લોકબસ્ટર બની 'સંજૂ', કલેક્શન પહોચ્યુ 200 કરોડની નજીક

Box Office Report: બ્લોકબસ્ટર બની 'સંજૂ', કલેક્શન પહોચ્યુ 200 કરોડની નજીક

આપને જણાવી દઇએ કે ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તનાં પાત્રમાં છે અને વિકી કૌશલ તેનાં ખાસ મિત્રનાં પાત્રમાં છે

આપને જણાવી દઇએ કે ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તનાં પાત્રમાં છે અને વિકી કૌશલ તેનાં ખાસ મિત્રનાં પાત્રમાં છે

    મુંબઇ: રણબીર કપૂરની ફિલ્મ 'સંજૂ' બોક્સ ઓફિસ પર કમાણીનાં તમામ રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે બુધવારે 18.90 કરોડ રૂપિયા કમાણી કરી લીધી છે. તો મંગળવારે ફિલ્મે 22.10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અને સોમવારે ફિલ્મે 25.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વિકએન્ડ્સ પર રવિવારે ફિલ્મે સૌથી વધુ 46.71 કરોડ રૂપિયા કમાણી કરી હતી.

    શનિવારે ફિલ્મે 38.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો રિલીઝનાં પહેલાં જ દિવસે ફિલ્મે 34.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે અત્યાર સુધીમાં કૂલ 186.41 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

    આ વિશેની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વટિર પર શેર કરી છે. આ ફિલ્મ આજનાં દિવસની કમાણી જાહેર થાય તો 200 કરોડનો આંકડો પાર કરી લેશે તેવી શક્યતા પણ જાહેર કરી છે.

    આપને જણાવી દઇએ કે ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તનાં પાત્રમાં છે અને વિકી કૌશલ તેનાં ખાસ મિત્રનાં પાત્રમાં છે. બંનેની એક્ટિંગે દર્શકોનું દિલ જીતી લીધુ છે. ફિલ્મ ઓડિયન્સને પણ ખુબ પસંદ પડી છે.

    આ ઉપરાંત પરેશ રાવલ, સોનમ કપૂર, દીયા મિર્ઝા, મનિષા કોઇરાલા, અનુષ્કા શર્મા, જિમ સૌરભ અને બોમન ઇરાની પણ મહત્વનાં રોલમાં છે. રાજકુમાર હિરાનીએ તેને ડિરેક્ટ કરી છે. અને વિધુ વિનોદ ચોપરાએ તેને પ્રોડ્યુસ કરી છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection, Movie, Ranbir Kapoor, Sanju

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन