Home /News /gujarat /

Box Office પર નોટોનો વરસાદ, આ ફિલ્મ્સે કરી કરોડોની કમાણી

Box Office પર નોટોનો વરસાદ, આ ફિલ્મ્સે કરી કરોડોની કમાણી

કાર્તિક આર્યન અને કૃતિ સેનની ફિલ્મ 'લુકા છુપી' દર્શકોને પસંદ પડી રહી છે

'લુકા છુપી' અને 'ટોટલ ધમાલ' હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ્સ છે, ત્યાં જ 'ગલી બોય' પણ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર ટકી રહી છે

    ન્યૂઝ18 ગુજરાતી: કાર્તિક આર્યન અને કૃતિ સેનની ફિલ્મ 'લુકા છુપી' દર્શકોને પસંદ પડી રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી શરૂઆત મળી હતી, જે તેણે પકડી રાખી છે અને દર્શકોને આકર્ષી રહી છે.

    'લુકા છુપી'એ શુક્રવારે 8.01 કરોડ, શનિવારે 10.08 કરોડ, રવિવારે 14.04 કરોડ, સોમવારે 7.90 કરોડ અને મંગળવારે 5.04 કરોડની કમાણી કરી હતી. કુલ મળીને ફિલ્મે 45.07 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

     જો આવી રીતે જ કમાણી ચાલુ રહેશે તો બની શકે કે ફિલ્મ 'લુકા છુપી' 100 કરોડ ક્લબમાં સામેલ થઇ જાય. ઉપરાંત 'ટોટલ ધમાલ'ની વાત કરીએ તો તેને માઉથ પબ્લિસિટીનો લાભ મળી રહ્યો છે. આ કોમેડી ફિલ્મે 123.80 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.





     'લુકા છુપી' અને 'ટોટલ ધમાલ' હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ્સ છે. ત્યાં જ 'ગલી બોય' પણ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર ટકી રહી છે. રણવીર સિંહની આ ફિલ્મને મહાશિવરાત્રિ પર સોમવારની રજાનો લાભ મળ્યો હતો. આ દિવસે ગલી બોયે 1.28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કુલ મળીને ગલી બોયે અત્યાર સુધી 134.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' હજુ પણ બોક્સ ઓફિસ પર ચાલી રહી ચે. આ ફિલ્મે 240.38 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Box Office, Collection, Total dhamaal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन