Alcohol seized : કાપડીયાળી રોડ ઉપર ખેતરમાં દારૂનું કટીંગ થતું હોય તેવી બાતમી બરવાળા (Barvala) પીએસઆઈ બી.જી. વાળાને મળતા મોડી રાત્રીના સ્ટાફ સાથે દોડી ગયેલ અને સ્થળ ઉપરથી દારૂ અને બિયર નો જથ્થો ઝડપી પાડ્યો
પ્રકાશ સોલંકી, બોટાદ : બરવાળા પોલીસે (Barvala) કાપડીયાળી રોડ ઉપર ખેતરમાંથી ઓઈલના ટેન્કર માંથી 4652 બોટલ દારૂ અને બિયર નો જથ્થો ઝડપી (Foreign liquor seized) પાડ્યો. બુટલેગરે દારૂની હેરફેરી માટે ઓઇલ ટેન્કરમાં બનાવ્યું હતું ચોર ખાનું. પોલીસે 23,58,800 નો મુદામાલ કરી ત્રણ ફરાર આરોપી સામે નોંધ્યો ગુન્હો.
ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે અને દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોઈ છે, ત્યારે આવોજ એક કિસ્સો બરવાળા શહેરમાં સામે આવ્યો છે. કાપડીયાળી રોડ ઉપર ખેતરમાં દારૂનું કટીંગ થતું હોય તેવી બાતમી બરવાળા પીએસઆઈ બી.જી. વાળાને મળતા મોડી રાત્રીના સ્ટાફ સાથે દોડી ગયેલ અને સ્થળ ઉપરથી દારૂ અને બિયર નો જથ્થો ઝડપી પાડ્યો છે.
બરવાળા પોલીસે કાપડીયાળી રોડ ઉપર ખેતરમાં રહેલ આર જે 19 જી બી 2819 ઓઇલ ટેન્કર માંથી જ્યારે દારૂ ઝડપયો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.બુટલેગરે દારૂ ની હેરાફેરી માટે ટેન્કર માં ચોર ખાનું બનાવેલ અને તેમાં દારૂની એક બે નહિ પણ 4652 બોટલ દારૂ અને બિયર છુપાવામાં આવેલ અને તેનું કટીંગ કરતા સમયે પોલિસે રેડ કરી મસ મોટો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
જો કે રેડ દરમિયાન બે બુટલેગરો અને ટેન્કર ચાલક ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે પોલીસે 23,58,800નો મુદામાલ જપ્ત કરી જસપાલસિંહ ઉર્ફે બઘરો રણજીસિંહ ઝાલા, મહિપાલસિંહ ખોડુભા જાડેજા અને ટેકર ચાલક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી આ દારૂ ક્યાંથી આવ્યો અને કોનો છે તે તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર