Home /News /gujarat /Botad Election Results 2022: ગઢડા બેઠક પરથી ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાની જીત

Botad Election Results 2022: ગઢડા બેઠક પરથી ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાની જીત

ગઢડા બેઠક પથી શંભુ પ્રસાદ ટુંડિયાનો વિજય

Botad Election Result News: સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં 2 વિધાનસભા બેઠક પર ભાજપનો કમાલ જોવા મળી રહ્યો છે. જેમાં ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાનો વિજય થયો છે.

બોટાદ જીલ્લાની બે બેઠકો બોટાદ અને ગઢડા પૈકી એક બેઠક ગઢડા પર ભાજપે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાની જીત થઈ છે.  બોટાદ જીલ્લાની બે બેઠકો પૈકી બોટાદ ભારતીય જનતા પાર્ટી મહત્વની બેઠક છે. બોટાદ 2017ની એવી 10 બેઠકો પૈકી છે જેમાં કોંગ્રેસ ખૂબ જ પાતળા માર્જિનથી હારી હતી અને જો તેમાં જીત મેળવી હોત તો સરકાર બનાવવામાં સક્ષમ બની હોત.

બોટાદ જિલ્લામાં 5 લાખ 55 હજાર 118 મતદારો નોંધાયેલા છે. જેમાંના 3 લાખ 18 હાજર 818 મતદારોએ 1 ડીસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર 2017માં સરેરાશ 62.74 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2022માં અહીં 57.14 ટકા મતદાન નોંધાયું છે. એટલે કે મતદાનમાં સરેરાશ 5.60 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગઢડા બેઠક વિશે


ગઢડા બેઠક SC અનામત બેઠક છે. અહીં કુલ 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે અહીં સીટીંગ MLA આત્મરામ પરમારની જગ્યાએ શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ આપી હતી. તો કૉંગ્રેસે જગદીશ ચાવડા અને આમ આદમી પાર્ટીએ રમેશ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા.

2017માં આ બંને બેઠકોની સ્થિતિ


2017 વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની બે બેઠકોમાંથી એક પર ભાજપની અને એક પર કૉંગ્રેસની જીત થઈ હતી. જો કે, ગઢડા બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય0 પ્રવીણ મારુએ રાજીનામું આપી દેતા અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના આત્મારામ પરમારની જીત થઈ હતી. હાલની સ્થિતિએ જિલ્લાની બંને સ્થિતિ ભાજપના કબજામાં છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો 2022 લાઈવ અપડેટ્સ
First published:

Tags: Election Results 2022, Gujarat Assembly Election 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો