Home /News /gujarat /સિંચાઇ પાણીના મામલે 34 સરપંચોએ આપ્યા રાજીનામા

સિંચાઇ પાણીના મામલે 34 સરપંચોએ આપ્યા રાજીનામા

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામડાઓમાં કેનાલમાંથી ખેડૂતોને સિંચાઇના પાણી લેતા અટકાવાના મામલે 34 જેટલા સરપંચોએ કલેકટર, ડીડીઓને આવેદન પત્ર સાથે રાજીનામા આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામડાઓમાં કેનાલમાંથી ખેડૂતોને સિંચાઇના પાણી લેતા અટકાવાના મામલે 34 જેટલા સરપંચોએ કલેકટર, ડીડીઓને આવેદન પત્ર સાથે રાજીનામા આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

  • News18
  • Last Updated :
બોટાદ# બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામડાઓમાં કેનાલમાંથી ખેડૂતોને સિંચાઇના પાણી લેતા અટકાવાના મામલે 34 જેટલા સરપંચોએ કલેકટર, ડીડીઓને આવેદન પત્ર સાથે રાજીનામા આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે જાળીલા ગામના સરપંચે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે તેમની અટકાયત કરી હતી .

ચાલુ વર્ષે વરસાદ નહિવત થતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. રાણપુર તાલુકાના રાણપુર, ધારપીપળા, કેરીયા, હડમતાલા, નાનીવાવડી, ખસ, સેથળી ગામેથી નર્મદાની વડોદ–બોટાદની કેનાલ પસાર થાય છે અને ખેડૂતો તેમાંથી સિંચાઇ માટે પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ બે દિવસ પહેલા નર્મદાના અધિકારોઓ દ્વારા ખેડૂતોની પાઈપલાઈન તોડી નાખી હતી જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.

એક બાજુ વરસાદ નહી થતાં અને પાક નિષ્ફળ જાય છે તો બીજી તરફ કેનાલમાં પાણી લેતા અટકાવામાં આવે છે અને કેનાલમાં પાણી નો પુરતો જથ્થો પણ છોડવામાં આવતો નથી. ત્યારે રાણપુર તાલુકાના ૩૪ ગામડા ના સરપંચો આજે બોટાદ કલેકટર અને ડી.ડી.ઓ કચેરીએ આવી પહોંચ્યા હતા અને રાજીનામા આપ્યા હતા. જ્યારે જાળીલા ગામના સરપંચ મનજીભાઈ સોલંકી દ્વારા કલેકટર કચેરી પાસે આત્મવિલોપન કરવા જતા હતા ત્યાજ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

સરપંચોએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર સરપંચને પરત લાવાની માગ કરતા થોડા સમય માટે પોલીસ અને સરપંચો વચે રકજક થઇ હતી અને સરપંચો ધરણા પર બેસી ગયા હતા. સરપંચોએ સામુહિક રાજીનામાં ધરી દીધા હતા અને જો આગામી ત્રણ દિવસમાં કોઇ ઉકેલ નહી આવેતો વ્યક્તિગત સરપંચો રાજીનામાં આપી દેશે અને ગાંધી ચીધ્યા માર્ગો પર ઉતરશે તેવી ચીમકી આપી હતી.
First published:

Tags: ખેડૂત, ખેતી, બોટાદ, રાજીનામા, સરપંચ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन