Home /News /gujarat /

દેદરડાની આદર્શ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં નીકળ્યા કીડા

દેદરડાની આદર્શ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં નીકળ્યા કીડા

આણંદ # બોરસદના દેદરડાની આદર્શ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં નીકળ્યા કીડા વાલીઓને જાણ થતા મચાવ્યો હોબાળો. નાયબ કલેકટરે લીધી શાળાની તુરંત મુલાકાત, દોષિતો સામે તત્કાલ પગલા ભરવા કરાયા આદેશ. બોરસદ તાલુકાની અન્ય શાળાઓમાં પણ કરાશે ઓચિંતી તપાસ.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
આણંદ# બોરસદના દેદરડાની આદર્શ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં નીકળ્યા કીડા વાલીઓને જાણ થતા મચાવ્યો હોબાળો. નાયબ કલેકટરે લીધી શાળાની તુરંત મુલાકાત, દોષિતો સામે તત્કાલ પગલા ભરવા કરાયા આદેશ. બોરસદ તાલુકાની અન્ય શાળાઓમાં પણ કરાશે ઓચિંતી તપાસ.

and2

બોરસદ તાલુકાના દેદરડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં આજરોજ બનાવેલ ભોજનમાં એકાએક કીડા એ દેખા દેતા આ ઘટનાની જાણ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વાલીને કરતા સમગ્ર ગ્રામજનો આ શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા બાદ ઘટનાની જાણ જિલ્લા પ્રસાશનને કરાતા સમગ્ર કાફલો દેદરડા પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ગંભીર બેદરકારી બહાર આવતા તાબડતોબ જિલ્લા ડ્રગ અને ફૂડ વિભાગને બોલાવી સમગ્ર ભોજનના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. કેટલાક વાલીઓએ મધ્યાહન ભોજન યોજના કલેકટર ભાવનાબેન બારડને રસોડાના સ્ટોરરૂમમાં લઇ જઈ અનાજનો જથ્થો બતાવતા  અનાજ સડેલી હાલતમાં દેખાયું હતું.

એક તરફ રાજ્ય સરકાર, મધ્યાહન ભોજન યોજનાનો સચોટ અમલ થાય અને વિદ્યાર્થીઓને પોષણ ક્ષમ આહાર મળે તે માટે પ્રયત્નો કરી રહી છે, ત્યારે બીજી તરફ અધિકારીઓ અને સંચાલકો દ્વારા આમાં પણ ખાયકી કરી પશુઓ પણ ના ખાય તેવું અનાજ મધ્યાહન ભોજન યોજના રસોડા સુધી પહોચાડે છે. ત્યારે આવા લોકોને તાબડતોબ દૂર કરી સજાની પણ જોગવાય કરવી જોઈએ. હવે તંત્રએ ખરેખર જાગવું જરૂરી થઇ પડ્યું છે.
First published:

Tags: ગ્રામજનો, તપાસ, બાળકો, બેદરકારી, બોરસદ, ભોજન

આગામી સમાચાર