કંગનાને HC તરફથી મોટી રાહત: આઠ જાન્યુઆરી સુધી પોલીસ કાર્યવાહી નહીં કરે

કંગના રનૌટ, એક્ટ્રેસ

કંગના રનૌટ (Kangana Ranaut)ને સાંપ્રદાયિદ ટ્વિટ (Communal Tweets)નાં આરોપ મામલે બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)થી રાહત મળી ગઇ છે. કોર્ટે તેને અંતરિમ સુરક્ષા આપી છે.

 • Share this:
  મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)ને સાંપ્રદાયિક ટ્વિટનાં આરોપ મામલે બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)થી મોટી રાહત મળી છે. કોર્ટે આજે મંગળવારે આ મામલે તેને અંતરિમ સુરક્ષા આપી છે. કંગના રનૌટ અને તેની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel)એ સોમવારે બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)માં અરજી દાખલ કરી તેમનાં વિરુદ્ધ મુંબઇ પોલીસ (Mumbai Police) દ્વારા દાખલ એક FIR રદ્દ કરવાનો અનુરોધ કર્યો હતો. આ FIR સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પો્સટ દ્વારા સમાજમાં નફરત અને સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનાં આરોપમાં દાખલ કરવામાં આવી હતી.

  કોર્ટે મુંબઇ પોલીસને નિર્દેશ આપ્યા છે કે, તે કંગના રનૌટ અને રંગોલી ચંદેલ વિરુદ્ધ કોઇ એક્શન ન લે. જ્યાં સુધી કંગના અને રંગોલીની વાત છે તો કોર્ટે બંને બહેનોને નિર્દેશ આપ્યા છે કે, તે આ મામલે જોડાયેલી કોપણ પોસ્ટ કે કમેન્ટ સોશિયલ મીડિયા પર નહીં કરે.

  આ પણ વાંચો- માલદિવમાં રજાઓ માણી રહી છે રકુલ પ્રીત સિંહ, જુઓ તેની ગ્લેમર્સ PHOTOS!

  આ ઉપરાંત કોર્ટે કંગના અને રંગોલીને એમ પણ કહ્યું છે કે, તેઓ 8 જાન્યુઆરીનાં બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહે. આ મામલા પર કોર્ટ આગામી સુનાવણી 11 જાન્યુઆરીનાં કરશે. કોર્ટે કંગનાને એક પ્રકારે રાહત આપી દીધી છે. પણ જ્યાં સુધી FIR રદ્દ કરવાની વાત છે તો તે અંગે સુનાવણીમાં કદાચ મામલો વધુ સ્પષ્ટ થશે પછી કરશે.

  શું છે કંગના અને રંગોલી પર આરોપ?

  મુંબઇનાં બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ કરવામાં આવેલી FIRમાં તેનાં પર ફૂટ નાખવાનો આરોપ છે જે બાદથી હવે કોર્ટ આ મામલે સુનાવણી કરી રહ્યું છે. IPCની કલમ 295 (a), 153 (a) અને 124(a) હેઠળ આ FIR દાખલ કરવામાં આવી છે. FIR MECR નંબર 3/20 હેઠળ છે.
  Published by:Margi Pandya
  First published: