Home /News /gujarat /

સપના ચૌધરીની આ Photos પર ફિદા થયા લોકો, મા બન્યા પછી પહેલીવાર જોવા મળી આ અંદાજમાં

સપના ચૌધરીની આ Photos પર ફિદા થયા લોકો, મા બન્યા પછી પહેલીવાર જોવા મળી આ અંદાજમાં

સપના ચૌધરી

ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી સોશયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશા પોતાની નવી નવી તસવીરો ફેન્સને શેર કરતી રહે છે.

    હરિયાણાની સિંગર અને ડાન્સર સપના ચૌધરી (Sapana Choudhary)એ ગત મહિને 4 ઓક્ટોબરના રોજ પુત્રને જન્મ આપ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં સપનાએ વીર સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ખબરોની માનીએ તો કોર્ટ મેરેજથી લગભગ 1 મહિના પહેલા એટલે કે ગત વર્ષ 15 ડિસેમ્બરે સપના ચૌધરીની વીર સાથે પૂર્વાંચલના બલિયા જિલ્લામાં સાંકેતિક લગ્ન થયા હતા. ત્યારે મા બન્યા પછી પહેલીવાર સપના ગ્લેમરસ તસવીરોમાં સામે આવી છે.

    ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી સોશયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશા પોતાની નવી નવી તસવીરો ફેન્સને શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ સપના ચૌધરીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તેવી તસવીર શેર કરી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આમ પણ સપના ચૌધરી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે.


    ત્યારે મંગળવારે તેણે પોતાની કેટલીક નવી ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર હજી સુધી આ ફોટોને 85 હજાર વારથી વધુ જોવા અને લાઇક કરવામાં આવ્યા છે. અને તેને ફોટો પર સારા કોમેન્ટ પણ મળી રહ્યા છે.

    આ પહેલા સપનાની કરવા ચોથની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે લગ્ન અને તેના બાળકને લઇને ઉડી રહેલી અફવા વચ્ચે આ કરવા ચોથની તસવીરે તેના લગ્નની વાત પર મહોર મૂકી હતી. અને આજ કારણે આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય થઇ હતી.

    ઉલ્લેખનીય છે કે બિગ બોસથી સપનાએ પોતાની આગવી ઓળખ બનાવી હતી. અને તે પછી તેની પોપ્યુલારિટી તેટલી વધી કે તે બોલીવૂડમાં પણ તેણે પોતાની આગવી ઓળખ બનાવી હતી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Bigg Boss, Photos, TV, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन