Home /News /gujarat /

રિયાએ સુશાંતને આપ્યો હતો દવાનો ઓવરડોઝ, પિતાએ એક્ટ્રેસ પર લગાવ્યા 5 ચોંકાવનારા આરોપ

રિયાએ સુશાંતને આપ્યો હતો દવાનો ઓવરડોઝ, પિતાએ એક્ટ્રેસ પર લગાવ્યા 5 ચોંકાવનારા આરોપ

પિતા દ્વારા પટનામાં રિયા પર એફઆઇઆર નોંધાવ્યા પછી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેણે આ પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે જો સત્ય તમારા માટે જરૂરી નથી તો કશું જ નથી.

સુશાંત સિંહ રાજપૂતના પિતાનો આરોપ, રિયા ચક્રવર્તીનો પરિવાર મળીને સુશાંતને લૂંટી રહ્યો હતો અને ધમકી પણ આપતા હતા

    પટનાઃ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતાએ પોતાની ફરિયાદમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સહિત રિયાના ભાઈ અને પરિવાર ઉપર પણ આરોપ લગાવ્યા કે સમગ્ર પરિવાર મળીને સુશાંતના રૂપિયા લૂંટી રહ્યા હતા. તેઓએ અનેક ગંભીર અને ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેઓએ FIR કોપીમાં કુલ સાત મુદ્દાઓ પર તપાસ SIT દ્વારા કરાવવાની માંગ કરી છે.

    1. સુશાંતને ગાંડો ઘોષિત કરવાની ધમકી આપતી હતી રિયા

    સુશાંતને ગાંડો ઘોષિત કરવાની તૈયારીમાં હતા. સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે વૃદ્ધ છે અને વધુ દોડાદોડી નથી કરી શકતા તેથી તેઓએ ફરિયાદ હવે પટનામાં કરી છે. સુશાંત સાથેની થોડા દિવસની જ મુલાકાતમાં રિયાએ સુશાંતનું પહેલું ઘર ભૂતપ્રેત હોવાનું કહીને બદલાવી દીધું. ત્યારબાદ જે ઘરમાં સુશાંત શિફ્ટ થયો તેમાં રિયાનો સમગ્ર પરિવાર સાથે રહેવા લાગ્યો અને સુશાંતનું માનસિક સંતુલન ખરાબ હોવાનું કહેવા લાગ્યા.

    2. સુશાંતને દવાનો ઓવરડોઝ આપવામાં આવ્યો

    આ ઉપરાંત FIRમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતને મેન્ટલ હૉસ્પિટલ મોકલવાની તૈયારી હતી. રિયાએ કારણ વગર તેની દવાઓ શરૂ કરી અને કહ્યું તેને ડેન્યૂી થયો છે. બાદમાં દવાઓનો ઓવરડોઝ આપીને તેની માનસિક હાલતને ખરાબ કરવામાં આવી.

    3. સુશાંતનો નંબર બંધ કરાવીને રિયાએ અપાવ્યો હતો નવો નંબર

    આરોપ છે કે રિયાએ સુશાંતનો મોબાઇલ નંબર પણ બદલાવી દીધો જેથી સુશાંત જૂના લોકો અને પોતાના પરિવારથી દૂર રહે. સુશાંતના એકાઉન્ટમાંથી રિયા અને તેના પરિવારના તમામ ખર્ચા કર્યા અને રિયાએ કરોડો રૂપિયા ગુમ કર્યા. રિયા સુશાંતને મેન્ટલ હૉસ્પિટલ મોકલવાની તૈયારીમાં હતી. રિયા ફિલ્મની ઓફર્સ પણ એ જ શરતે હા કરાવતી હતી જેમાં તેને સુશાંતની સાથે હિરોઇનની તક મળે.

    આ પણ વાંચો, ભારત જ્યાંથી લડ્યું 4 યુદ્ધ, ત્યાંથી દુશ્મનો પર નજર રાખશે ફાઇટર જેટનું ‘બૉસ’ રાફેલ

    4. મીડિયામાં બદનામ કરવા અને બરબાદ કરવાની આપતી હતી ધમકી

    જ્યારે સુશાંત કેરળમાં પોતાના મિત્ર મહેશ શેટ્ટીની સાથે ખેતીનું કામ શરૂ કરવાનો હતો પરંતુ રિયાએ તેની પર દબાણ કર્યું હતું. સુશાંતની આત્મહત્યાથી થોડા દિવસ પહેલા રિયા તમામ સામાન સુશાંતના ક્રેડિટ કાર્ડ અને જરૂરી દસ્તાવેજ લઈને ઘરેથી જતી રહી અને સુશાંતનો નંબર પણ બ્લોક કરીને ગઈ હતી. રિયા સુશાંતને ધમકી આપીને ગઇ હતી કે તે ટૂંક સમયમાં મીડિયામાં સુશાંતનો મેડિકલ રિપોર્ટ બતાવશે જેથી મીડિયા સુશાંતને ગાંડો સમજશે અને પછી સુશાંતને કોઈ કામ નહીં આપે. આ વાતને લઈ સુશાંત આત્મહત્યા પહેલા ઘણો પરેશાન હતો અને તેણે પોતાની બહેનને પણ બોલાવી હતી.

    5. રિયાએ સુશાંતને તેના પરિવારથી કરી દીધો હતો દૂર

    સુશાંતની બહેનના બાળકો નાના છે તેથી તે થોડા દિવસ બાદ જતી રહી હતી અને તેણે સુશાંતને સમજાવ્યો હતો કે આવું કંઈ નહીં થાય. જ્યારે રિયા સુશાંતના તમામ દસ્તાવેજ અને પૈસા પોતાની પાસે રાખી મીડિયામાં જવાની ધમકી આપીને ઉશ્કેરી રહી હતી કે સુશાંત આત્મહત્યા કરી લે. સુશાંતે રિયા ઘર છોડીને ગયા બાદ પણ તેને ફોન કર્યો કારણ કે તે ધમકી આપીને ગઈ હતી પરંતુ રિયાએ સુશાંતનો નંબર બ્લોક કરી દીધો હતો.


    આ પણ વાંચો, રામ મંદિર નીચે દબાયેલી ટાઇમ કેપ્સૂલને હજારો વર્ષો બાદ ડિકોડ કરી શકાશે?

    સુશાંતના પિતાનો એવો પણ આરોપ છે કે રિયાના પરિવારે તેના ઘરના નોકર સુધી બદલી દીધા હતા. સુશાંત ડિસેમ્બરમાં પોતાની બહેનને મળવા ગયો હતો. પરંતુ રિયાએ સતત ફોન કરી દબાણ ઊભું કર્યું અને તેને પરત મુંબઈ બોલાવી દીધી. રિયાના પરિવારનો પ્રયાસ સુશાંતના પરિવાને તેનાથી દૂર રાખવાનો હતો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Rhea Chakraborty, Sushant singh rajput, Viral, આત્મહત્યા, એફઆઇઆર, બોલીવુડ, મુંબઇ

    આગામી સમાચાર