Home /News /gujarat /રસપ્રદ Love Affair: 'ઉપર આકા, નીચે કાકા...!', સની દેઓલે આપ્યો સાથ, તો દિલ દઈ બેઠી ડિમ્પલ કાપડીયા

રસપ્રદ Love Affair: 'ઉપર આકા, નીચે કાકા...!', સની દેઓલે આપ્યો સાથ, તો દિલ દઈ બેઠી ડિમ્પલ કાપડીયા

ફિલ્મ 'મંઝીલ મંઝિલ'એ 37 વર્ષ પૂરા કર્યા. ફોટો ક્રેડિટ: Movies N Memories/Twitter

નાસિર હુસૈન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 16 નવેમ્બર 1984ના રોજ રીલિઝ થઈ હતી. ડિમ્પલ અને સની ઉપરાંત, આ ફિલ્મમાં ડેની ડેન્ઝોંગપા, પ્રેમ ચોપરા, કુલભૂષણ ખરબંદા અને આશા પારેખ જેવા દિગ્ગજ કલાકારો હતા.

  ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) અને સની દેઓલે (Sunny Deol) પહેલીવાર ફિલ્મ 'મંઝિલ મંઝિલ' (Manzil Manzil)માં સાથે કામ કર્યું હતું. નાસિર હુસૈન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 16 નવેમ્બર 1984ના રોજ રીલિઝ થઈ હતી. ડિમ્પલ અને સની ઉપરાંત, આ ફિલ્મમાં ડેની ડેન્ઝોંગપા, પ્રેમ ચોપરા, કુલભૂષણ ખરબંદા અને આશા પારેખ જેવા દિગ્ગજ કલાકારો હતા. ઉલ્લેખનીય છે કે, દરેક ફિલ્મના નિર્માણ દરમિયાન, કંઈક અથવા બીજું એવું બને છે જે વર્ષો સુધી યાદ રહે છે. તો, ફિલ્મોના શૂટિંગ દરમિયાન, કેટલીક વખત અભિનેતા-અભિનેતાઓ એકબીજાની એટલી નજીક આવે છે કે તેમની પર્સનલ કહાનીઓ ફિલ્મ સાથે પ્રખ્યાત થઈ જાય છે. આવું જ કંઈક ડિમ્પલ કાપડિયા અને સની દેઓલ સાથે પણ થયું.

  જ્યારે કાકાના પ્રેમમાં ડિમ્પલે ફિલ્મી દુનિયા છોડી દીધી હતી

  ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'બોબી'ની જબરદસ્ત સફળતાએ ડિમ્પલ કાપડિયાને રાતોરાત સ્ટાર બનાવી દીધી. તે જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્ના પણ પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર ડિમ્પલ પર એવું દિલ આવી ગયું કે બંને લગ્ન કરીને સેટલ થઈ ગયા. ડિમ્પલ સાથેના લગ્ન સમયે કાકાએ શરત મૂકી હતી કે, તે ફિલ્મોમાં કામ નહીં કરે. અમુક પ્રેમની, અમુક નાની ઉંમરની સમજ એવી હતી કે પહેલી જ ફિલ્મમાં ડૂબેલી ડિમ્પલ ફિલ્મી દુનિયા છોડીને ઘર-પરિવારમાં સેટ થઈ ગઈ. જો કે, પછીના વર્ષોમાં ડિમ્પલને રાજેશ ખન્ના સાથે સંબંધો વણસ્યા અને તેમનાથી અલગ રહેવા લાગી અને ફિલ્મમાં કામ કરવાનું મન બનાવી લીધું, પરંતુ ફિલ્મી દુનિયા છોડે લગભગ 10 વર્ષ વીતી ગયા હતા.

  જ્યારે કોઈ નહોતું ત્યારે સની દેઓલ આવ્યો હતો

  સમાચારોનું માનીએ તો, જ્યારે ડિમ્પલ કાપડિયાએ ફરીથી ફિલ્મી પડદે આવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કોઈ ફિલ્મ અભિનેતા તેની સાથે કામ કરવા તૈયાર નહોતો. તેનું કારણ હતું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજેશ ખન્ના, 'ઉપર આકા નીચે કાકા જેવું સ્લોગન તે સમયે પ્રખ્યાત હતુ. આવી સ્થિતિમાં કાકા સાથે કોણ પંગો લેવા માંગે? બધાને લાગતું હતું કે, ડિમ્પલ સાથે કામ કરશે તો તેનાથી રાજેશ ખન્ના ગુસ્સે થશે. આવી સ્થિતિમાં, કોઈ તેમની નારાજગી વહોરવા માંગતું ન હતું. આવી સ્થિતિમાં સની દેઓલે ડિમ્પલ કાપડિયાને સપોર્ટ કર્યો હતો.

  11 વર્ષ બાદ ડિમ્પલે ફરી ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું. (ફોટો ક્રેડિટ: Movies N Memories/Twitter)


  જોકે, નાસિર હુસૈનની ફિલ્મ 'મંઝીલ મંઝિલ'માં સની દેઓલ હીરો હતો અને મુખ્ય અભિનેત્રી તરીકે 11 વર્ષ પછી ડિમ્પલ કાપડિયા પડદા પર પાછી આવી હતી. જો કે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી, પરંતુ તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ડિમ્પલના તૂટેલા દિલને પણ સનીનો સહારો મળ્યો. બંને વચ્ચેની નિકટતાની ચર્ચા બોલિવૂડમાં થવા લાગી. કહેવાય છે કે તે દરમિયાન સનીનું પણ અમૃતા સિંહ સાથે બ્રેકઅપ પણ થઈ ગયું હતું.

  ડિમ્પલ કાપડિયા અને સની દેઓલે પહેલીવાર મંઝિલ મંઝિલમાં કામ કર્યું હતું - (ફોટો ક્રેડિટ: Movies N Memories/Twitter)


  સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા એક જ નાવ પર સવાર હતા, તેથી તેઓ નજીક આવ્યા. જ્યારે સની પણ પરિણીત હતો અને ડિમ્પલ પણ બે દીકરીઓની માતા હતી. આમ છતાં બંનેના રોમાંસની ઘણી ચર્ચાઓ થઈ હતી. જ્યારે સમાચાર અનુસાર, નાસિર હુસૈન આ ફિલ્મમાં ઋષિ કપૂરને મુખ્ય અભિનેતા તરીકે લેવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર ઋષિએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી, તો નાસિરે સનીને તક આપી.

  આ પણ વાંચો - પહેલી નજરે પ્રેમથી લઈને લગ્ન સુધીની કહાની, જાણો શશિ કપૂરની અદભુત Love Story

  નાસિર હુસૈનની ફિલ્મ 'મંઝિલ મંઝિલ'ની બીજી એક રસપ્રદ વાર્તા છે. નાસિરના ભત્રીજા આમિર ખાને હુસૈન સાથેની ફિલ્મ 'યાદો કી બારાત'માં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. જ્યારે નાસિર મંઝીલ મંઝીલ બનાવી રહ્યો હતો ત્યારે આમિરે તેનું 12મું ધોરણ પૂરું કર્યું હતું અને તે ફિલ્મમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવા માંગતો હતો. જ્યારે તેણે તેના કાકા પાસેથી કામ માંગ્યું તો નાસિરે તેને આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની તક પણ આપી. આમિરના કામ પ્રત્યેના જુસ્સાને જોઈને નાસિરે આમિરને હોમ પ્રોડક્શન 'કયામત સે કયામત તક'માં મુખ્ય અભિનેતા તરીકે કાસ્ટ કર્યો. આ પછીનો તો બધો ઇતિહાસ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood News in Gujarati, સની દેઓલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन