બોલિવુડ જુની યાદો: શશિ કપૂર શૂટિંગ દરમિયાન સ્પોટ બોયનુ લંચ પણ ખાઈ જતા હતા!

ફિલ્મ 'આ ગલે લગ જા'ને 48 વર્ષ થયા

'આ ગલે લગ જા' (Aa Gale Lag Jaa) 48 વર્ષ પહેલાં જબરદસ્ત સફળતા મેળવી હતી. આ ફિલ્મના પ્રખ્યાત ગીતો આજે પણ સિનેમાપ્રેમીઓના હોઠ પર જીવંત છે. 'વાદા કરો નહીં છોડોગે તુમ મેરા સાથ' અને 'તેરા મુઝસે હૈ પહેલે કા નાતા કોઈ' જેવા ગીતો આજે પણ લોકોના હૃદયમાં ગુંજી રહ્યા

 • Share this:
  48 Years Of Aa Gale Lag Jaa: શશિ કપૂર (Shashi Kapoor), શર્મિલા ટાગોર (Sharmila Tagore) અને શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) અભિનીત ફિલ્મ 'આ ગલે લગ જા' (Aa Gale Lag Jaa) 48 વર્ષ પહેલાં જબરદસ્ત સફળતા મેળવી હતી. 16 નવેમ્બર 1973ના રોજ રિલીઝ થયેલી મનમોહન દેસાઈ (Manmohan Desai)ની આ ફિલ્મના પ્રખ્યાત ગીતો આજે પણ સિનેમાપ્રેમીઓના હોઠ પર જીવંત છે. 'વાદા કરો નહીં છોડોગે તુમ મેરા સાથ' અને 'તેરા મુઝસે હૈ પહેલે કા નાતા કોઈ' જેવા ગીતો આજે પણ લોકોના હૃદયમાં સ્થાન જમાવીને બેઠા છે. શશિ ભલે આજે દુનિયામાં ન હોય, પરંતુ તેમનો અભિનય, ફિલ્મોમાં ભજવેલા પાત્રો દર્શકોને યાદ છે, જ્યારે તેમની સાથે કામ કરી ચૂકેલા સહ-અભિનેતાઓ, સહ-અભિનેત્રીઓ સહિત સમગ્ર ફિલ્મ ક્રૂને પણ યાદ છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલો એક રસપ્રદ કિસ્સો તમને જણાવીએ.

  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રિન્સ ચાર્મિંગ તરીકે જાણીતા શશિ કપૂર પોતાની શોમેનશિપના કારણે સહ-અભિનેત્રીઓમાં ખૂબ જ પ્રખ્યાત હતા. તો, તેની બાળકો સાથે પણ અદ્ભુત મિત્રતા હતી. સેટ પર ચાઈલ્ડ આર્ટિસ્ટ મળી જાય તો તે એટલી મસ્તી કરતો હતો કે ન પૂછો. આવી જ તક તેને ફિલ્મ 'આ ગલે લગ જા'ના શૂટિંગ દરમિયાન મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે બાળ કલાકાર તરીકે કામ કરનાર ટીટો ખત્રી (Tito Khatri)એ શશીને યાદ કર્યા અને વર્ષો પહેલા તેની સાથે વિતાવેલી સુંદર પળો શેર કરી. જો કે તે સમયે ટીટોની ઉંમર લગભગ 7-8 વર્ષ હશે, પરંતુ કહેવાય છે કે, સારી યાદો ક્યારેય તમારા મગજમાંથી દૂર થતી નથી, કંઈક આવું જ ટીટો સાથે પણ છે.

  ફિલ્મ 'આ ગલે લગ જા'માં શર્મિલા ટાગોર, શશિ કપૂર. (ફોટો ક્રેડિટ્સ: Movies N Memories/Instagram)


  ટીટો ખત્રીએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'શૂટીંગ દરમિયાન ઘણી બધી વાતો યાદ નથી રહેતી, પરંતુ એ ચોક્કસ યાદ છે કે, શશિ કપૂર અમારી સાથે ખૂબ જ મસ્તી અને પ્રેમ કરતા હતા. આવા પ્રતિષ્ઠિત પરિવાર સાથે જોડાયેલા, મોટા અભિનેતા શશિ એટલા નિખાલસ હતા કે, ફિલ્મ 'આ ગલે લગ જા'ના શૂટિંગ સેટ પર, લાઈટ મેન, સ્પોટ બોયનું ટિફિન પણ ખાઈ જતા હતા. તેના બદલામાં તે તેમને એટલા પૈસા આપતા કે તે કોઈ મોટી હોટલમાંથી પોતાના માટે ખાવાનું મંગાવી શકે.

  આ ગલે લગ જા માં ટીટો ખત્રી અને ઓમ પ્રકાશ. (ફોટો ક્રેડિટ્સ: Movies N Memories/Instagram)


  ટીટો ખત્રીએ કહ્યું હતું કે, 'શશિ કપૂર આવું એટલા માટે કરતા હતા કારણ કે તેમને ઘરનું બનતું ભોજન પસંદ હતું. તેમનામાં એટલી સહજતા હતી, જે કોઈમાં જોવા મળી નથી.' મનમોહન દેસાઈ દ્વારા નિર્દેશિત આ હિન્દી રોમેન્ટિક ફિલ્મ તેની વાર્તા, શાનદાર અભિનય તેમજ ગીતોને કારણે સુપરહિટ બની હતી. ગીતો સાહિર લુધિયાનવીએ લખ્યા હતા અને સંગીત આરડી બર્મનનું હતું.

  આ પણ વાંચોપહેલી નજરે પ્રેમથી લઈને લગ્ન સુધીની કહાની, જાણો શશિ કપૂરની અદભુત Love Story

  ફિલ્મ 'આ ગલે લગ જા' હિન્દીમાં એટલી પસંદ કરવામાં આવી હતી કે, તે તેલુગુ અને તમિલ ભાષાઓમાં પણ બની હતી. આટલું જ નહીં, ફિલ્મ પંડિતોની વાત માનીએ આ ફિલ્મથી પ્રભાવીત થઈ 1977માં પાકિસ્તાની ફિલ્મ 'આયના' બની હતી અને 1985માં મિથુન ચક્રવર્તી, પદ્મિની કોલ્હાપુરે સ્ટારર ફિલ્મ 'પ્યાર ઝુકતા નહીં' બોલિવૂડમાં બની હતી. વિજય સદાના દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પણ જબરદસ્ત હિટ રહી હતી.
  Published by:kiran mehta
  First published: