સંજય કપૂરે શેર કરી પુત્રી શનાયાની એવી તસવીરો કે લોકો તેના 'ફેન' થઇ ગયા!

સંજય કપૂરે શેર કરી પુત્રી શનાયાની એવી તસવીરો કે લોકો તેના 'ફેન' થઇ ગયા!
શનાયા કપૂર

 • Share this:
  બોલિવૂડમાં હાલ નવા નવા સ્ટારકિડ્સ ધૂમ મચાવી રહ્યા છે. અમુક સ્ટારકિડ્સ તેમની સુંદરતા અને એક્ટિંગના દમ પર બોલિવૂડમાં આવતાની સાથે જ નામના પણ મેળવી લીધી છે. ત્યારે આ તમામ સ્ટાર કિડ્સની વચ્ચે હવે સંજય કપૂરની (Sanjay kapoor) પુત્રી શનાયા કપૂર (Shanaya Kapoor) પણ રેસમાં છે તેવું લાગી રહ્યું છે. બોલિવૂડમાં ટૂંક સમયમાં શનાયા પણ ડેબ્યૂ કરશે તેની સંભાવનાઓ હવે કંન્ફર્મ થઇ છે. કારણ કે હાલ જ સંજય કપૂરે તેમની પુત્રી શનાયાની કેટલીક સુંદર અને બિન્દાસ તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અને આ તસવીરો જોઇને તમે પણ શનાયાના ફેન થઇ જાવ તો નવાઇ નહીં.

  એક્ટર સંજય કપૂરે શનાયાની બે તસવીરો ઇન્સ્ટા પર મૂકી છે. જેમાં તે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક પેટન્સમાં નજરે પડે છે. સાથે જ તેણે ગોલ્ડન યેલો રંગનું એક જેકેટ પણ પહેર્યું છે. વળી આ તસનીરમાં શનાયાની નમણી કાળા સાથે તેના એક્સપ્રેશન પણ કાતિલ લાગે છે.


  View this post on Instagram

  ❤️❤️

  A post shared by Sanjay Kapoor (@sanjaykapoor2500) on  સંજય કપૂરે આ તસવીરો શેર કર્યા પછી અનેક લોકો કોમેન્ટ બોક્સમાં શનાયાના વખાણ કરી રહ્યા છે. શનાયા પણ પોતાના પિતાની જેમ બોલિવૂડમાં પોતાની ઓળખ ઊભી કરવા માંગે છે. શનાયા હાલ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરી રહી છે. અને તે ફિલ્મ વ્યવસાયને સારી રીતે સમજી રહી છે. આ ફિલ્મમાં તેમની કઝીન જહાન્વી કપૂર પૂર્વ ભારતીય વાયુ સેના પાયલટની ભૂમિકામાં છે.


  આ સિવાય શનાયા અને અનન્યા પાંડે પણ સારા મિત્રો છે. હાલમાં જ શનાયાનો ડાન્સ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે સુંદર ડાન્સ કરી રહી હતી. શનાયાના મૂવ્સ અને ડાન્સ સ્ટેપ જોઇને લોકોને તેના ભરપેટ વકાણ કર્યા હતા.
  Published by:News18 Gujarati
  First published:March 19, 2020, 18:00 pm

  ટૉપ ન્યૂઝ