કેટરીનાનું નિવેદન, જ્યારે પણ મુશ્કેલીમાં હોવ છું ત્યારે સલમાનને પડી જાય છે ખબર

News18 Gujarati
Updated: September 7, 2019, 2:00 PM IST
કેટરીનાનું નિવેદન, જ્યારે પણ મુશ્કેલીમાં હોવ છું ત્યારે સલમાનને પડી જાય છે ખબર
બજરંગી ભાઇજાન સાથે સંબંધ પર બોલી કેટરીના, જ્યારે પણ મુશ્કેલીમાં હોવ છું ત્યારે સલમાનને પડી જાય છે ખબર

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના અને સલમાન ખાન વચ્ચે શું સંબંધ છે.

  • Share this:
બોલિવૂડની અભિનેત્રી કેટરીના કૈફ અને સલમાન ખાનની કેમિસ્ટ્રીને ઓન સ્ક્રીનથી જોઈને ચાહકો ખુશ છે, જેટલી તેમની જોડીને ઓન સ્ક્રીનથી પસંદ કરવામાં આવે છે. એટલી જ ઓફ સ્ક્રીન દરમિયાન પણ પસંદ કરવામાં આવે છે. મોટે ભાગે સોશિયલ મીડિયા યૂઝર્સ અને તેમના પ્રશંસકો દ્વારા તેમના સંબંધો વિશે વાત કરવામાં આવે છે પરંતુ તે બંનેએ હંમેશા આવા અહેવાલોને અફવા ગણાવી છે. આ દરમિયાન કેટરિના કૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના અને સલમાન ખાન વચ્ચે શું સંબંધ છે.

એચ.ટી.ને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું હતું કે સલમાન ખાન સાથેની તેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી હકીકત જીવનમાં નથી. સલમાન ખાનની પ્રશંસા કરતી વખતે કેટરીનાએ કહ્યું કે સલમાને મારી દરેક રીતે મદદ કરી છે. મિત્ર હોવાને કારણે તેણે ખરેખર મારી પીછ થપથપાવી છે.

તેમણે વધુમાં કહ્યું કે મારા જીવનમાં કેટલાક સમય એવા પણ હતા જ્યારે જીવનમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થવા માંડ્યું હતું. આવી સ્થિતિમાં મારી પાસે કોઇ સંપર્ક ન હતો અને કંઇ નજર આવી રહ્યુંન હતુ. જિંદગી ચાલતી હતી પણ અચાનક બધું સમાપ્ત થઈ ગયું હતું.કેટરિના કૈફે કહ્યું કે અમે બંને ખૂબ સારા મિત્રો છીએ. સલમાન ખાન એક વિશ્વસનીય વ્યક્તિ છે અને તેથી જ તે આજકાલ તેની સાથે છે. કેટરિના કૈફે કહ્યું કે, જો હું સલમાન ખાનની બહેનો અર્પિતા અને અલવીરા વિશે વાત કરું છું, તો તે મારી જેટલી નજીક છે એટલી જ તે સલમાન ખાનની નજીક છે.


જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરિના કૈફે એક સાથે અનેક ફિલ્મો કરી છે અને મોટાભાગની ફિલ્મો હિટ રહી છે. ભારતની છેલ્લી ફિલ્મ પણ મોટી હિટ રહી હતી.
First published: September 7, 2019, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading