મુંબઈઃ બોલિવૂડ (Bollywood)માં ‘ચિંટુજી’ના નામથી જાણીતા ઋષિ કપૂર (Rishi Kapoor)એ અનેક લોકોને ઊંડા શોકમાં મૂકીને દુનિયાને અલવિદા કહી દીધી. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમના પ્રશંસકો અને અનેક પરિજનો તેમના અંતિમ વખત દર્શન પણ ન શકી શક્યા. લૉકડાઉન (Lockdown)ના કારણે તેમની અંતિમ યાત્રામાં માત્ર 20-25 લોકો જ સામેલ થયા હતા, પરંતુ શું તમે જાણો છો કે પોતાના મોત અને અંતિમ સંસ્કાર (Funeral)ને લઈને તેઓએ વર્ષો પહેલા એક ભવિષ્યવાણી (Rishi Kapoor's death prediction) કરી હતી, તે સાચી પુરવાર થઈ છે.
ઋષિ કપૂર ખૂબ જ ઉર્જાથી ભરેલી વ્યક્તિ હતા. ચહેરા પર હંમેશા સ્મિત રહેતું હતું અને તેઓએ પોતાની જિંદગીને ખૂબ જ આનંદથી જીવી. પરંતુ શું તમે જાણો છો કે એક વાર તેઓએ પોતથાની અંતિમ યાત્રાને લઈ એક ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ. 28 એપ્રિલ 2017ના રોજ તેઓએ એક ટ્વિટ કર્યું હતું, જેમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે, જ્યારે હું મરીશ તો કોઈ મને કાંધ આપવા નહીં દે. આ વાત ત્યારની છે જ્યારે વિનોદ ખન્નાનું નિધન થયું હતું.
Why this? Including mine and thereafter.When I die, I must be prepared.None will shoulder me. Very very angry with today's so called stars.
મૂળે, વિનોદ ખન્નાના નિધન બાદ તેમની અંતિમ યાત્રામાં બોલિવૂડના ખૂબ ઓછા કલાકાર સામેલ થયા હતા. તેની પર ઋષિ કપૂરે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે તેઓએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે આવું કેમ? મારા અને માર પછી. મારે તૈયાર રહેવું જોઈએ. જ્યારે હું મરીશ તો કોઈ મને કાંધ આપનારું નહીં હોય. બહુ જ ગુસ્સે છું, આજના તથાકથિત સ્ટાર્સથી.
આ ટ્વિટ દ્વારા તેઓ જણાવવા માંગતા હતા કે આજના કલાકારોની અંદર પોતાના સિનિયર્સ અને દિગ્ગજ કલાકારો પ્રત્યે જરા પણ માન નથી. આ ટ્વિટ બાદ એવું કોણ જાણતું હતું કે ઋષિ કપૂરે પોતાના માટે કહેલી આ વાત સાચી સાબિત થઈ જશે. તેમની અંતિમ યાત્રામાં પરિવારના લગભગ 20 સભ્ય સામેલ થઈ શક્યા હતા. તેમની દીકરી રિદ્ધિમા કપૂર સાહની પણ લૉકડાઉનના કારણે પોતાના પિતાના અંતિમ દર્શન નહોતી કરી શકી.