જાણો કોણ છે રાણા દુગ્ગુબાતીની સુંદર ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ? સોનમ કપૂરથી છે ખાસ કનેક્શન

મિહિકા એક્ટ્રેસ નથી પણ એક સક્સેસફુલ બિઝનેસ વુમેન છે.

મિહિકા એક્ટ્રેસ નથી પણ એક સક્સેસફુલ બિઝનેસ વુમેન છે.

 • Share this:
  રાણા દગ્ગુબાતી (Rana Daggubati)ની ગર્લફ્રેન્ડ (Girlfriend) મિહિકા બજાજ (Miheeka Bajaj) એક્ટ્રેસ નથી પણ બોલિવૂડ (Bollywood) અને સોનમ કપૂર (Sonam Kapoor) સાથે તેનો છે ખાસ સંબંધ. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ (Covid19) અને લોકડાઉન (Lockdown)ની વચ્ચે રાણા દગ્ગુબાતીએ એક સારા સમાચારઆપણને બધાને આપ્યા છે. રાણાને તેમની ગર્લફ્રેન્ડ મિહિકા બજાર સાથે પોતાના સંબંધોને કંફર્મ કરી લોકોને ચોંકાવી દીધા છે. સાથે જ તેમણે એકબીજા સાથે એક સુંદર ફોટો પણ શેર કરતા લખ્યું છે કે તેણે હાં પાડી! હાલ આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. અને લોકો મિહિકા બજાજ કોણ છે તે જાણવા ઉત્સુક છે. જેણે રાણા જેવા હોટ અને મોસ્ટ વોન્ટેડ બેચલરને પોતાનો દિવાનો બનાવ્યો છે.


  ઉલ્લેખનીય છે કે મંગળવારે જ રાણાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મિહિકા બજાજ સાથે એક તસવીર શેર કરીને બધાને ચોંકાવી દીધા. રાણા મિહિકાની તસવીર સાથે હાર્ટ ઇમોજી બનાવી તેને ટેગ પણ કરી હતી.


  રાણાની આ જાહેરાત પછી આ તસવીર સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ. અને ચારે તરફથી તેના ફેન્સ અને બોલિવૂડ સેલેબ્રિટી તેને આ માટે શુભકામનાઓ આપવા લાગ્યા હતા.


  તમને જણાવી દઇએ કે મિહિકા બજાર હૈદરાબાદમાં જન્મી છે. તેમના માતા પિતાનું નામ બંટી અને સુરેશ બજાજ છે. મિહિકા એક્ટ્રેસ નથી પણ એક સક્સેસફુલ બિઝનેસ વુમેન છે. તેમની પોતાની કંપની છે. જેનું નામ છે Dew Drop Design Studio. આ એક ઇન્ટિરિયર ડિઝાઇન અને ડેકોરનો વેપાર છે. મિહિકાની કંપની લગ્ન અને ભવ્ય ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. તેમણે ચેલ્સી યુનિવર્સિટીથી ઇન્ટીરિયર ડિઝાઇનિંગની માસ્ટર ડિગ્રી મેળવી છે.


  વાત કરીએ સોનમ અને મિહિકા બજાજના સ્પેશ્યલ કનેક્શનની તો સોનમ અને મિહિકાની એક સાથે અનેક તસવીરો તેમના બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં છે. અને તે અનેક પ્રસંગે સાથે જોવા પણ મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોનમ કપૂર અને મિહિકાની ફેમલી એકબીજાથી ક્લોઝ છે. અને તે સારા મિત્રો છે. સોનમ કપૂરની સાથે જ અનિલ કપૂર, અંશૂલા કપૂર, રિયા કપૂર, હર્ષવર્ધન કપૂર બધા તેનું સોશિયલ મીડિયા ફોલો કરે છે.
  Published by:user_1
  First published: