Home /News /gujarat /

ઋષિ કપૂરના અસ્થિ વિસર્જન બાદ પત્ની નીતૂએ શૅર કરી ઇમોશનલ પોસ્ટ, આમનો માન્યો આભાર!

ઋષિ કપૂરના અસ્થિ વિસર્જન બાદ પત્ની નીતૂએ શૅર કરી ઇમોશનલ પોસ્ટ, આમનો માન્યો આભાર!

ઋષિ કપૂરના અસ્થિ વિસર્જનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી

ઋષિ કપૂરના અસ્થિ વિસર્જનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી

    મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)એ 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહી દીધી. તેઓએ મુંબઈની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી તરફ, હાલમાં ઋષિ કપૂરના અસ્થિ વિસર્જનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. ઋષિ કપૂરના પરીવારે દીકરી રિદ્ધિમા કપૂર (Riddhima Kapoor)ના મુંબઈ પહોંચ્યા બાદ પ્રાર્થના સભા પણ રાખી હતી. બીજી તરફ હવે ઋષિ કપૂર માટે આયોજિત પૂજા બાદ નીતૂ કપૂર (Neetu Kapoor)એ પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક ખૂબ ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે. તેઓએ આ પોસ્ટમાં એ હૉસ્પિટલ વિશે લખ્યું છે કે જ્યાં ઋષિ કપૂરની સારવાર ચાલી રહી હતી.

    નીતૂ કપૂરે આ પોસ્ટની સાથે ઋષિ કપૂરની એક તસવીર શૅર કરી છે, જેમાં તેઓ હસતાં જોવા મળી રહ્યા છે. તેઓએ વધુ એક તસવીર પણ આ પોસ્ટની સાથે શૅર કરી છે, જેમાં ઋષિ કપૂરની સાથે નીતૂ કપૂર જોવા મળી રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં તેઓએ હૉસ્પીટલનો આભાર માન્યો છે.



    તસવીરના કેપ્શનમાં નીતૂ કપૂરે લખ્યું કે, એક પરિવાર તરીકે અમે ઘેરા શોકમાં છીએ. જ્યારે અમે એક સાથે બેઠા છીએ અમે પાછળ વળીને પસાર થયેલા એક મહિનાને જોઈએ છીએ તો અમે એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલના ડૉક્ટર્સ પ્રત્યે ઊંડો આદર પણ અનુભવાય છે.

    આ પણ વાંચો, પાણી પુરી ખાતો ઈરફાન ખાનનો જૂનો વીડિયો, દીકરા બાબિલે કર્યો શૅર

    નીતૂ કપૂરે વધુમાં લખ્યું કે, Dr Tarang Gianchandaniની સાથે ડૉક્ટર્સની સમગ્ર ટીમ, નર્સ અને બ્રધર્સે મારા પતિનો સારવાર પોતાના સ્વજનની જેમ કરી. તેઓએ અમને કોઈ અંગત સગાની જેમ જ સલાહ પણ આપી. આ અને અનેક બાબતો માટે હું એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલનો આભાર માનું છું. આ પોસ્ટની સાથે તેઓએ હૉસ્પિટલના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પણ ટૅગ કર્યું છે.

    આ પણ વાંચો, સલમાન ખાન અને ઋષિ કપૂરની વચ્ચે હતી કૉલ્ડ વૉર, તેથી કહ્યું- ‘કહા સુના માફ ચિંટૂ સર’
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन