અરબાઝ ખાનના ચક્કરમાં આ મૉડલથી થઇ રહી છે મલાઇકા અરોરાની લડાઇ?

News18 Gujarati
Updated: December 16, 2019, 4:32 PM IST
અરબાઝ ખાનના ચક્કરમાં આ મૉડલથી થઇ રહી છે મલાઇકા અરોરાની લડાઇ?
મલાઇકા અરોરા

  • Share this:
મલાઇકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાન (Arbaaz Khan) એક બીજાથી છૂટા પડ્યા તે વાતને લાંબો સમય થઇ ગયો છે. અને હવે તે બંનેને પોત પોતાના અલગ અલગ પાર્ટનર છે. અને તે બંને તમામ જૂની વાતો ભૂલી આગળ વધી ગયા છે. ત્યારે સુત્રોની માનીએ તો મલાઇકા અરોડા અને તેમનો મોડલિંગ શોની સુપર મૉડલ ઉજ્જવલા રાઉત (Ujjwala Raut)ની વચ્ચે હાલ ઝગડો થઇ રહ્યો છે. અને આ ઝગડા પાછળ જવાબદાર છે મલાઇકાનો એક્સ હસબંડ અરબાઝ ખાન.

મલાઇકા અરોડા એક વાર ફરી પોતાના ફેમસ શો "Mtv સુપરમૉડલ ઓફ ધ યર" (MTV's Supermodel of the Year)ના આગામી સીઝન લઇને આવી રહી છે. આ શોમાં મલાઇકા, મિલિંદ સોમન અને ડિઝાઇનર મસાબા ગુપ્તા જજ છે. ત્યાં જ શોમાં સુપર મૉડલ ઉજ્જવલા રાઉત પર શોમાં કંટેસ્ટેંટના મેન્ટર તરીકે નજરે પડશે. આ શોનું શૂટિંગ હાલ શરૂ થઇ ગયું છે. પણ પિંકવિલાના રિપોર્ટ મુજબ શોના મેકર્સને હાલ મલાઇકા અને ઉજ્જવલાની વચ્ચે થઇ રહેલી કેટ ફાઇટના કારણે ખૂબ મુશ્કેલી વેઢવી પડી રહી છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શોના સેટ પર આ બંને મૉડેલ ઝગડાઇ રહી છે.

રિપોર્ટમાં એક સુત્રના હવાલેથી ખબર આપવામાં આવી છે કે ઝગડો એટલો વધી ગયો છે કે મેકર્સ હાલ આ બંનેને અલગ અલગ રાખીને શૂટિંગ કરી રહ્યા છે. જેથી શોને આગળ વધારી શકાય. ખબર છે કે ઉજ્જવલા, અરબાઝ સાથેના પોતાના સંબંધોને આ શો પર દેખાડવાની એક તક નથી છોડતી. તે અરબાઝ દ્વારા મોકલેલા ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ બધાને બતાવે છે. સાથે તે શૂટિંગ તસવીરો પણ અરબાઝને મોકલી રહી છે. રિપોર્ટ મુજબ ઉજ્જવલા તેવા તમામ પ્રયાસો કરી રહી છે કે આ શો પર તેમની સૌથી વધુ વાત થાય. જેનાથી મલાઇકાને સૌથી વધુ મુશ્કેલી થઇ રહી છે.

પણ તેમ છતાં તે ખૂબ જ ધીરજથી આ તમામ વસ્તુઓને હેન્ડલ કરી રહી છે. તમને જણાવી દઇએ કે દેશભરમાંથી આવેલી 10 યુવતીઓ આ શો દ્વારા મોડલિંગની દુનિયામાં પોતાનો ઝલવો બતાવશે. અને આ તમામ મોડેલમાંથી એક યુવતી સુપર મૉડલ બનશે.
First published: December 16, 2019, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading