Home /News /gujarat /

65મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: ગુજરાતી ફિલ્મ 'ઢ'ને મળ્યો એવોર્ડ

65મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: ગુજરાતી ફિલ્મ 'ઢ'ને મળ્યો એવોર્ડ

આ વખતે નેશનલ એવોર્ડ્સ માટે વરિષ્ઠ ફિલ્મમેકર શેખર કપૂરને જ્યૂરી તરીકે શામેલ કરવામાં આવ્યા છે. આ જ્યૂરીનાં ચેર પર્સન છે

આ વખતે નેશનલ એવોર્ડ્સ માટે વરિષ્ઠ ફિલ્મમેકર શેખર કપૂરને જ્યૂરી તરીકે શામેલ કરવામાં આવ્યા છે. આ જ્યૂરીનાં ચેર પર્સન છે

    નવી દિલ્હી: ઇન્ડિયન સિનેમાનાં સૌથી ખાસ એવોર્ડ ગણાતા નેશનલ એવોર્ડનો ઇન્તેઝાર તમામ સ્ટાર્સ કરતા હોય છે. સામાન્ય રીતે આ એવોર્ડ ફંક્શનમાં જે સ્ટાર્સ નજર નથી આવતા તે તમામ સ્ટાર્સ નેશનલ ફિલ્મ એવોર્ડમાં રસ લે છે. પછી તે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર હોય કે ઇન્ડસ્ટ્રીની ક્વિન કંગના હોય. આજે 11:30 વાગ્યે 65માં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.  આ વખતે

    તમને જણાવી દઇએ કે, 3 મે 2018નાં રોજ આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવશે. આ સમારંભ દરમિયાન વર્ષ 2017માં ભારતીય સિનેમામાં અહમ યોગદાન આપનારી ફિલ્મો અને તે સાથે જોડાયેલાં લોકોને સન્માનિત કરવામાં આવશે.

    65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત

    • વોટર બેબીને બેસ્ટ નોન ફીચર ફિલ્મનો પુરસ્કાર

    • ન્યૂટનને સર્વેશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ

    • ન્યૂટન માટે પંકજ ત્રિપાઠીને સ્પેશ્યલ એવોર્ડ

    • મરાઠી ફિલ્મ કચ્ચા લિંબુને મળ્યો એવોર્ડ

    • ગુજરાતી ફિલ્મ 'ઢ'ને પણ મળ્યો એવોર્ડ, મનિષ સૈની ફિલ્મ 'ઢ'ના છે ડિરેક્ટર

    • 'બાહુબલી-2'ને બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ

    • એ.આર. રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ

    • ગણેશ આચાર્યને બેસ્ટ કોરીયોગ્રાફરનો એવોર્ડ

    • સ્પેશિયલ જ્યુરી એવોર્ડ- નગર કિર્તન (બંગાળી)

    • બેસ્ટ લિરિક્સ- મુત્થુ રત્ન, માર્ચ (કન્નડા)

    • બેસ્ટ મ્યુઝઇક ડિરેક્શન- એઆર રહેમાન, કટરુ વેલિયિદાઇ

    • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર- એઆર રહેમાન , મોમ

    • બેસ્ટ મેકઅફ આર્ટિસ્ટ- નાગર કિર્તન

    • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન- ટેક ઓફ

    • બેસ્ટ એડિટિંગ- વિલેજ રોકસ્ટાર, રિમા દાસ (આસામી)

    • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન અને રિ-રેકોર્ડિસ્ટ- વોલ્કિંગ વિથ વિંડ, લદાખ- જસ્ટિન અ જોષ, સનલ જ્યોર્જ

    • બેસ્ટ ઓડિયોગ્રાફી (લોકેશન સાઉન્ડ)- વિલેજ રોકસ્ટાર, મલ્લિકા દાસ


    Chairpersons of various juries for the 65th National Film Awards presented their reports to @MIB_India today. I thank them and every jury member for their contribution. pic.twitter.com/gmMvc4bXd3



    આ વખતે નેશનલ એવોર્ડ્સ માટે વરિષ્ઠ ફિલ્મમેકર શેખર કપૂરને જ્યૂરી તરીકે શામેલ કરવામાં આવ્યા છે. આ જ્યૂરીનાં ચેર પર્સન છે. એક ચેરપર્સનની સાથે 10 અન્ય સભ્યની ટીમ હોય છે. આ ઉપરાંત રિજનલ સિનેમાનું મુલ્યાંકન કરવા માટે 5 રીજનલ પેનલ્સ બનાવવામાં આવ્યા હતાં. જેમાં એક અધ્યક્ષ પણ છે.

    દક્ષિણ પેનલનાં અધ્યક્ષ તરીકે લેખલ ઇમ્તિયાઝ હુસૈનને પસંદ કરવામાં આવ્યાં છે તો આ રીતે અન્ય દક્ષિણ પેનલનાં ચેર પર્સન તીરે સિંગર મેહબૂબની પસંદગી કરવામાં આવી છે.

    નોર્થ પેનલની આગેવાની તમિલ ફિલ્મની એક્ટ્રેસ ગૌતમી અને પશ્ચિમ પેનલની ચીફ તરીતે ફિલ્મમેકર રાહુલ રવૈલનાં નામની પસંદગી કરવામાં આવી છે. કન્નડ સિનેમાનાં પ્રસિદ્ધ નિર્દેશક પી શેષાદ્રિનું નામ ઇસ્ટ પેનલનાં ચેરપર્સન તરીકે પસંદ પામ્યુ છે.

    જ્યુરીમાં અન્ય સભ્યો તરીકે બંગાળી તેમજ હિન્દી ફિલ્મ ડિરેક્ટર અનિરુદ્ધ રોય ચૌધરી, નાટકકાર ત્રિપુરારી શર્મા, ફિલ્મ લેખક રૂમી જાફરી, ફિલ્મમેકર રાજેશ ખન્ના, મપુસ્કર અને ફિલ્મકાર રંજીત દાસ શામેલ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aamir khan, Kangna Ranaut

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन