હવે રજત કપૂર પર લાગ્યો આરોપ, મહિલા જર્નાલિસ્ટને પુછ્યા 'અંગત સવાલ'

News18 Gujarati
Updated: October 8, 2018, 3:44 PM IST
હવે રજત કપૂર પર લાગ્યો આરોપ, મહિલા જર્નાલિસ્ટને પુછ્યા 'અંગત સવાલ'
રજત કપૂર, એક્ટર

એક પત્રકારે રજત કપૂર પર આરોપ લગાવ્યો છે કે એક ઇન્ટરવ્યૂ દરમિાયન રજતે તેની બોડીનું મેજરમેન્ટ પુછ્યુ હતું

  • Share this:
મુંબઇ: બોલિવૂડ એક્ટર નાના પાટેકર, ડિરેક્ટર વિકાસ બહલ, સિંગર કૈલાશ ખેર અને લેખક ચેતન ભગત બાદ હવે એક્ટર રજત કપૂર પર મહિલાએ ગલત વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો છે. એક પત્રકારે આરોપ લગાવ્યો છે કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની બોડીનું મેજરમેન્ટ તેને પુછ્યુ હતું. આ ઘટના બાદ રજત કપૂરે તેનાં ટ્વિટર દ્વારા માફી માંગી છે.

કપૂરે લખ્યુ છે કે, 'મે મારા જીવનમાં હમેશા પ્રયાસ કર્યા છે કે હું એક સભ્ય પુરૂષ બનીને રહુ અને તે જ કરુ જે સાચુ છે. જોકે, જો મારા કોઇ એક્શન કે શબ્દોથી કોઇને તકલીફ થઇ છે તો હું આ બદલ માફી માંગવા ઇચ્છુ છું. હું દુખી છુ કે મારા કારણે કોઇને તકલીફ થઇ છે. મારા માટે મારા કામથી વધુ જો કંઇ મહત્વનું છે તો તે છે એક સારો વ્યક્તિ બનવું. હું તેનાં માટે વધુને વધુ પ્રયાસ કરીશ.'રજતની આ ટ્વિટ પર ટ્વિટર યૂઝર્સનાં અલગ અલગ રિએક્શન તાં. કેટલાંકે તેને નિર્દોશ સમજીને તેનો પક્ષ લીધો તો ત્યાં કેટલાંક લોકોએ તેનાં વ્યવહાર પર આંગળી ઉઠવી. લક્ષ્ય મિત્તલ નામનાં એક યૂઝરે લખ્યુ કે, આપ પર ત્રણ મહિલાઓએ આરોપ લગાવ્યો છે. ન જાણે આવી કેટલીયે હશે. આ આપને એક 'સીરિયલ હૈરેસર' બનાવે છે.

આ પણ વાંચો
-PHOTOS:તનુશ્રી ઉપરાંત બોલિવૂડની આ હિરોઇનો બની છે છેડતીનો શિકાર
-નાના અને વિકાસ બાદ હવે કૈલાશ ખેર પર પણ છેડતીનો આરોપ, Screenshot Viral
-સોનમને કંગનાનો જડબાતોડ જવાબ, 'તે ન તો સારી એક્ટ્રેસ, ન તો સારી વક્તા'
તનુશ્રી દત્તા મામલે નાના પાટેકરની પ્રેસ કોન્ફરન્સ કેન્સલ
-મારા માટે બિગ બોસ સ્વર્ગ નથી અને સલમાન ભગવાન નથી : તનુશ્રી દત્તા
First published: October 8, 2018, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading