નરગિસ ફાકરીનો Ex પોર્નસ્ટાર સામે ખુલાસો, 'હું ડિરેક્ટર સાથે નથી સુઇ કારણ કે...'

નરગિસ ફાખરીએ eXXXamin નામનાં એક પોડકાસ્ટ શૉમાં Ex પોર્ન સ્ટાર રહી ચૂકેલી બ્રિટની દે લા મોરાને ઇન્ટરવ્યૂં આપ્યો હતો. નરગિસ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે 'કૉમ્પ્રોમાઇઝ' ન કરવાને કારણે તેણે ફિલ્મો ગુમાવી છે

નરગિસ ફાખરીએ eXXXamin નામનાં એક પોડકાસ્ટ શૉમાં Ex પોર્ન સ્ટાર રહી ચૂકેલી બ્રિટની દે લા મોરાને ઇન્ટરવ્યૂં આપ્યો હતો. નરગિસ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે 'કૉમ્પ્રોમાઇઝ' ન કરવાને કારણે તેણે ફિલ્મો ગુમાવી છે

 • Share this:
  નિર્દેશક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'રોકસ્ટાર'થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનરી નરગિસ ફાકરીએ ઇન્ટરનેશનલ શૉ eXXXamin નામનાં એક પોડકાસ્ટ શૉમાં Ex પોર્ન સ્ટાર રહી ચૂકેલી બ્રિટની દે લા મોરાને ઇન્ટરવ્યૂં આપ્યો હતો. નરગિસ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે 'કૉમ્પ્રોમાઇઝ' ન કરવાને કારણે તેણે ફિલ્મો ગુમાવી છે. નરગિસે કહ્યું કે, ઘણાં ડિરેક્ટર્સે તેને શારીરિક સંબંધ બાંધવા માટે અપ્રોચ કર્યો હતો પણ તેણે આવું ક્યારેય કર્યું ન હતું. તેને કારણે ઘણાં મોટાં પ્રોજેક્ટ તેનાં હાથમાંથી જતા રહ્યાં છે.


  આ ઇન્ટરવ્યૂમાં બ્રિટનીએ નરગીસને કહ્યું કે, 'મારા જીવનમાં મે ક્યારેય કોઇ સીમાઓ બાંધી ન હતી. હું જાણતી હતી કે મને શું જોઇએ છે. અને તે માટે મારે શું રવાનું છે. અને આ જ કારણે હું પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પહોંચી ગઇ. પણ એવી કઇ સીમાઓ છે જે તે તારા માટે બાંધી કે તમે તમારા નૈતિક મૂલ્યોથી ભટકો નહીં. '


  આ સવાલનાં જવાબ પર નરગિસે કહ્યું કે, 'કદાચ આ મને મારી મા પાસેથી મળી છે. પણ મે તે યોગ્ય રીતે ન નીભાવી. પણ તે સલાહોએ મને પુરૂષો, સેક્સ અને સંબંધોને લઇને ખુબજ ડરાવી દીધી હતી. કદાચ કેટલાંક હદ સુધી મને નૈતિક મૂલ્યો તેનાં તરફથી મળ્યાં છે.'


  નરગિસે વધુમાં કહ્યું કે, 'હું તે વ્યક્તિઓમાંથી છું જે લોકોની ભૂલથી શીખે છે. જો આપ કોઇ ભૂલ કરો છો તો હું તે ભૂલ ફરી નહીં કરું. સાથે જ હું હમેશાંથી જાણતી હતી કે, મને કંઇ વાતની સૌથી વધુ ભૂખ છે. મને ફેમ (પ્રસિદ્ધી) ની ભૂખ નથી. તેથી મે કેટલીક બબતોનું હમેશાં ધ્યાન રાખ્યું છે જેમ કે, ન્યૂડ ફોટોશૂટ કરાવવું કે કોઇ નિર્દેશક સાથે સુઇ જવું. જોકે આ કારણે મે ઘણાં પ્રોજેક્ટ ગુમાવ્યા છે.'


  'હું તેનાંથી થોડી પરેશાન પણ થઇ ગઇ હતી. જો હું મારા મૂલ્યો પર ટકી રહેવા માંગુ છુ તો મારે આ ગુમાવવું પડે તેમ હતું. હું સમજી ગઇ હતી કે ભલે આ રસ્તે મને કંઇ મળે ન મળે જો તમે સારા હશો તો કોઇપણ રસ્તે તમને સફળતા અવશ્ય મળશે.'


  બ્રિટનીએ વધુમાં નરગિસને પુછ્યું કે, 'હાલમાં જ મીટૂ મૂવમેન્ટ થઇ. જેમાં ઘણી કહાનીઓ સામે આવી. આપે એવી ઑફર ફગાવી દીધી આપને પોતાનામાં અને તે યુવતીઓમાં જે આવી ઑફર્સ મજબૂરીમાં અપનાવે છે તેમાં શું અંતર લાગ્યું? આખરે તે આમ કેમ કરે છે જ્યારે તમે આ ન કરી શક્યા? આ સવાલનાં જવાબમાં નરગિસે કહ્યું કે, 'મે મારા પ્રોફેશનને ખુબ મોટો ક્યારેય નથી બનવા દીધો. મારા માટે મારું કામ ક્રિએટિવ આઝાદી આપનારું અને મજા માટે હતું. હા, તેનાંથી મને પૈસા મળતા હતાં પણ તે જ બધુ નથી. હું જાણથી હતી કે, જો મારા તે કામ માટે ના પાડવાથી ફિલ્મોમાં કામ નહીં મળે'


  પોતાની પહેલી ફિલ્મ 'રોકસ્ટાર' થી નરગિસ બૉલિવૂડમાં છવાઇ ગઇ હતી. તે બાદ તે 'હાઉસફૂલ-3', 'મદ્રાસ કૈફે', 'મે તેરા હીરો', 'બેંજો', 'અઝહર', 'ફટા પોસ્ટર નિકલા હીરો', '5 વેડિંગ્સ' જેવી ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. આ દિવસોમાં તે બૉલિવૂડની સાથે જ ઘણાં ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ કરી રહી છે.
  Published by:user_1
  First published: