'હું 10 વર્ષથી ચૂપ છું, જો મને મૌન તોડવા દબાણ નહીં કરો તો ચૂપ રહીશ' : નવાજુદ્દીનની પત્ની

News18 Gujarati
Updated: May 29, 2020, 1:12 PM IST
'હું 10 વર્ષથી ચૂપ છું, જો મને મૌન તોડવા દબાણ નહીં કરો તો ચૂપ રહીશ' : નવાજુદ્દીનની પત્ની
નવાજુદ્દીન સિદ્દીકી અને તેમની પત્ની આલિયા

આલિયા સિદ્દીકીએ એક્ટરના ભાઇ સાથે મારપીટ કરી હોવાનો આરોપ હતો.

  • Share this:
બોલીવૂડના જાણીતા એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી અને તેમની પત્ની વચ્ચે હાલ છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. કહેવાય છે કે લગ્નના સંબંધોને મજબૂત રાખવા માટે એક બીજાનું સન્માન કરવું અને એક બીજા માટે વિશ્વાસ હોવા જરૂરી છે. 10 વર્ષના લાંબા લગ્ન જીવન પછી આલિયાએ પોતાના સંબંધો નવાઝ (Nawazuddin Siddiqui) સાથે તોડી છૂટાછેડા લેવાનું મન બનાવી લીધું છે. હાલમાં જ તેમણે આ મામલે ટ્વિટર પર મૌન તોડી ખુલા મને વાત કરી હતી. તેણે કહ્યું લગ્ન જીવન વિષે આ ખુલાસો કરતા જ તે ચર્ચામાં આવી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui) પોતાના પતિ અને બોલિવૂડના એક્ટર નવાજુદ્દીન સિદ્દીકીને છૂટાછેડા માટે નોટિસ મોકલી છે. તે પછી અનેક મીડિયા રિપોર્ટેસ તેમના છૂટાછેડાનું કારણ અને તેમના લગ્ન જીવન વિષે કેટલીક અંગત વાતો જાણવામાં રસ બતાવ્યો હતો. આ પર આલિયાએ બે ટ્વિટ કરીને જવાબ આપ્યા છે.

પહેલા ટ્વિટમાં તેણે લખ્યું કે હવે મને મીડિયાથી કોલ આવી રહ્યા છે અને જાણકારી મેળવવા તે કાલ્પનિક સવાલો કરી રહ્યા છે. પત્રકારો સમજી લો કે ગત 10 વર્ષથી હું નવાજની સાર્વજનિક ઇમેજ અને નામની રક્ષા કરવા માટે ચુપ રહી છું. આ ચુપ્પી બની રહેશે જ્યાં સુધી નવાજ પોતે મને તેને તોડવા માટે મજબૂર ના કરે.આ પછી તેણે એક બીજું ટ્વિટ કરીને કહ્યું કે જ્યાં સુધી હું મારા ટ્વિટર હેન્ડલથી કોઇ દાવાને સ્વીકારું કે ખંડન ના કરું ત્યાં સુધી મીડિયાના કોઇ પણ વર્ગ દ્વારા લગાવવામાં આવેલા કથિત આરોપ માનવા લાયક નથી.

આલિયાએ પોતાના વકીલ અભય સહાયના માધ્યમથી નવાજને નોટિસ મોકલી છૂટાછેડા અને ગુજરાન માટે ભથ્થાની માંગણી કરી છે. 18 મેના રોજ અભય સહાયે આ મામલે મીડિયાને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કોરોના વાયરસના કારણે લોકડાઉનના લીધે સ્પીડ પોસ્ટ ઉપલબ્ધ ન હોવાથી તેમણે વોટ્સઅપ અને ઇમેલ દ્વારા નોટિસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મીડિયામાં તેવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે આલિયા સિદ્દીકીએ એક્ટરના ભાઇ સાથે મારપીટ કરી હતી અને પરિવારજનો પર માનસિક અને શારિરીક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
First published: May 29, 2020, 1:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading