Home /News /gujarat /

Video: PM મોદીએ બતાવેલા આ રસ્તા પર ચાલી રહી છે શિલ્પા શેટ્ટી, 'બોલી-મને ગર્વ છે'

Video: PM મોદીએ બતાવેલા આ રસ્તા પર ચાલી રહી છે શિલ્પા શેટ્ટી, 'બોલી-મને ગર્વ છે'

PMના ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાઇ આ એક્ટ્રેસ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવેલા નિર્ધારિત રસ્તાને અનુસરવાનો પ્રયાસ કરી રહી છે.

    બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેની ફિટનેસને લઈને સભાન હોય છે. તેની ફિટનેસ માટે શિલ્પા શેટ્ટી અનેક વખત યોગ અને એક્સરસાઇઝ કરતી પણ જોવા મળે છે. તાજેતરમાં,તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે કહ્યું કે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત માર્ગને અનુસરવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયોમાં તેમણે અન્ય લોકોને પીએમ મોદીના માર્ગ ઉપર ચાલવાની સલાહ આપી છે. શિલ્પા શેટ્ટીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    ખરેખર, વીડિયોમાં શિલ્પા શેટ્ટી વડાપ્રધાન મોદીના 'ફિટ ઈન્ડિયા અભિયાન' દ્વારા પોતાને સ્વસ્થ રાખવા પ્રયાસ કરી રહી છે.



    આ વીડિયો પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે, "આજના જીવનકાળમાં ફિટ રહેવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું વ્યક્તિ માટે શ્વાસ લેવો જરૂરી છે. તેથી જ હું તમને તમામને વિનંતી કરું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફીટ ઈન્ડિયા અભિયાનમાં મારી સાથે જોડાઓ. મને આ અદભૂત સલાહકાર સમિતિનો ભાગ બનવા માટે ખૂબ જ ગર્વ છે. તંદુરસ્તીને આજે જીવન જીવવાનો આધાર બનાવો."



    શિલ્પા શેટ્ટી તેના સ્વાસ્થ્ય વિશે કેટલી સભાન છે તેના પુરાવા તેના વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જેમાં તેણી ક્યારેક યોગ કરતી તો અનેક વખત એક્સરસાઇઝ કરતી જોવા મળે છે.



    બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં જ આગામી ફિલ્મ નિકમ્માના માધ્યમથી પડદા પર પરત ફરતી જોવા મળશે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીની સાથે અભિમન્યુ દાસાણી અને શર્લી સેતિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોમાંચક એક્શન કોમેડી આધારિત ફિલ્મ 2020 માં રિલીઝ થશે. જો કે તેની રિલીઝની તારીખ હજુ નક્કી થઈ નથી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bollywood actress, ENT, Fit india campaign, Shilpa Shetty, પીઅેમ નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन