ફિલ્મ સ્ટૂડિયા ટી સીરીઝના પ્રમુખ ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે (Divya Khosla Kumar) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે સોશિયલ મીડિયા પર બંનેના ફેન્સ આમને સામને આવી ગયા છે. કેટલાક લોકોએ ખુલીને દિવ્યાનો સાથ આપ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકો અરવિંદ કેજરીવાલના પક્ષમાં છે. તો સાથે જ કેટલાક લોકોએ તેવો પણ આરોપ લગાવ્યો છે કે દિવ્યા ખોસલાએ જાણી જોઇને અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો છે.
થયું એવું કે કોરોના વાયરસ સંક્રમણના પ્રકોપથી હાલ લોકડાઉન કરવામાં આવ્યું છે. અનેક મજૂરોના જીવન પર આના કારણે મુશ્કેલી આવી ગઇ છે. તેમના ખાવા-પીવા માટે સરકારને મોટો ખર્ચો કરવો પડી રહ્યો છે. સાથે જ તેજીથી ફેલાઇ રહેલા આ સંક્રમણના ઇલાજ માટે પૈસાની પણ જરૂર છે. બીજી તરફ કામ ઠપ્પ થતા આવનારા સમયમાં દેશને મોટું આર્થિક નુક્શાન થવાની પણ સંભાવના છે.
તેવામાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને આર્થિક સહયોગ કરવાની અપીલ કરી છે. આ શ્રેણીમાં 500 રૂપિયાથી લઇને 500 કરોડ રૂપિયાનું યોગદાન અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. બીજી તરફ દિલ્હીથી સતત મજૂરોના પલાયનની ખબરો આવી રહી છે. આનંદ વિહાર બસ સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જ્યારે સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવાનું કહેવામાં આવ્યું છે.
ત્યારે આવી સ્થિતિમાં દિલ્હી સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે દિલ્હી સરકાર દિલ્હીના મજૂરો માટે આવશ્યક ભૂમિકા નથી ભજવી રહી. આજ કારણો સાથે બોલિવૂડ અભિનેત્રી અને ડાયરેક્ટર દિવ્યા ખોસલા કુમારે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પર સવાલ લગાવ્યા છે. દિવ્યાએ ટ્વીટ કરીને કહ્યું છે કે "એક તરફ નાગરિકો મુશ્કેલીમાં છે ત્યારે હું અરવિંદ કેજરીવાલને તે પુછવા માંગુ છું કે આ મુશ્કેલીના સમયે જ્યારે પૂરા દેશને ફંડની જરૂર છે તો તે ન્યૂઝ ચેનલમાં પોતાના ખાનગી વિજ્ઞાપન માટે આટલા પૈસા કેમ ખર્ચ કરી રહ્યા છે?"
બસ આ ટ્વિટ પછી અનેક લોકોએ અરવિંદ કેજરીવાલ પર અલગ અલગ પ્રતિક્રિયા અને આરોપ લગાવાનું શરૂ કરી દીધું છે. વળી કેજરીવાલ પર યુપી બિહારના લોકો સાથે પક્ષપાત કરવાનો આરોપ પણ લાગ્યા છે. તેવું પણ કહેવામાં આવ્યું છે કે તે જાણી જોઇને આ મજૂરોને દિલ્હીથી બહાર કરી રહ્યા છે. તો અન્ય કેટલાક લોકોએ દિવ્યા કુમારને પણ સવાલ કર્યો છે કે શું તું આ સવાલ જાણી જોઇને કરી કેજરીવાલ પર કરી રહી છે? લોકોનું કહેવું છે કે કેન્દ્ર સરકારના પણ અનેક નેતા આવા ખાનગી જાહેરાતો આપી રહ્યા છે. દિવ્યા પર લોકોએ પક્ષપાતપૂર્ણ અને રાજનીતિથી પ્રેરિત થઇને ટ્વિટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભૂષણ કુમારે પીએમ કેયર્સ કોષમાં 11 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. અને કહ્યું હતું કે "હાલ આપણે વાસ્તવમાં એક મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ અને આ બધાએ આમાં મદદ કરવી જોઇએ. હું ટી સીરીઝ પરિવાર તરફથી પીએમ કેયર્સ કોષમાં 11 કરોડ રૂપિયાનું દાન કરવાનો સંકલ્પ લઉં છું. આપણે સાથે મળીને તેની સામે લડીશું.જય હિંદ"