Home /News /gujarat /

શબાના, જયા, શત્રુઘ્ન, અનિલ કપૂરના એક્ટિંગ ગુરૂ રોશન તનેજાનું નિધન

શબાના, જયા, શત્રુઘ્ન, અનિલ કપૂરના એક્ટિંગ ગુરૂ રોશન તનેજાનું નિધન

રોશન તનેજાએ જયા બચ્ચન, શબાના આઝમી, નસીરુદ્દીન શાહથી લઇને અનિલ કપૂર અને શત્રુઘ્ન સિન્હા જેવાં કલાકારોને એક્ટિંગ શીખવી છે.

રોશન તનેજાએ જયા બચ્ચન, શબાના આઝમી, નસીરુદ્દીન શાહથી લઇને અનિલ કપૂર અને શત્રુઘ્ન સિન્હા જેવાં કલાકારોને એક્ટિંગ શીખવી છે.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં એક ખુબજ દુખદ સમાચાર આવી રહ્યાં છે જેનાંથી ઇન્ડસ્ટ્રીનાં ઘણાં મોટા સ્ટાર્સને ઝાટકો લાગ્યો છે. એક્ટિંગ ગુરૂનાં નામથી પ્રખ્યાત રોશન તનેજાનું નિધન થઇ ગયુ છે. 87 વર્ષની ઉંમરે રોશન તનેજા આ દુનિયાને અલવિદા  કહી દીધી છે. તેમનાં નિધનથી આખુ બોલિવૂડ શોક મગ્ન છે. દરેક સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યાં છે. તેમનાં પરિવારનાં સભ્યએ થોડા કલાક પહેલાં જ તેમનાં નિધનનાં સમાચાર કન્ફર્મ કર્યા છે. હવે રોશન સાહબ આ  દુનિયામાં રહ્યાં નથી. આપને જણાવી દઇએ કે, રોશન લાંબા સમયથી બીમારીથી ઝઝુમી રહ્યાં હતાં અને અચાનક જ તેઓ ઉંઘમાં જ ચાલ્યા ગયા.

    તેમનાં દીકરા રોહિત તનેજાએ જણાવ્યું કે, લાંબી બીમારી બાદ શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે મારા પિતાનું નિધન થઇ ગયુ છે. આ દુખત સમાચાર બાદ ટ્વિટર પર એક બાદ એક બોલિવૂડ એક્ટર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. હિન્દી
    સિનેમામાં તેમનું ખુબ મોટુ યોગદાન છે.



    રોશન તનેજા વર્ષ 1960થી એક્ટિંગ શીખવતા હતાં. તેમણે ઘણાં દિગ્ગજ કલાકારોને ટ્રેઇન કર્યા છે અને તેમને એક ઓળખ આપી છે. તેમણે જયા બચ્ચન, શબાના આઝમી, નસીરુદ્દીન શાહથી લઇને અનિલ કપૂર અને શત્રુઘ્ન સિન્હા જેવાં કલાકારોને એક્ટિંગ શીખવી છે.



    શબાના આઝમીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'રાત્રે એક ખરાબ સમાચાર આવ્યા, રોશન તનેજા હવે આ દુનિયામાં નથી રહ્યાં, તે FTIIમાં મારા ગુરૂ હતાં. તે એક એવાં વ્યક્તિ હતાં જેમનાં હું હમેશાં પગે લાગતી હતી. હું સૌભાગ્યશાળી છું કે મને
    તેમને ટ્રેઇન કરી. મારી સંવેદનાઓ દીદી અને તેમનાં પરિવારની સાથે છે. RIP તનેજા સર'



    રાકેશ બેદી લખે છે કે, મારા માટે આ એક ખુબજ ખરાબ સમાચાર છે, મારા ગુરૂ રોશન તનેજાનું નિધન થઇ ગયુ છે. હું મારા કરિઅરને માટે હમેશાં તેમનો આભારી રહીશ, RIP
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bollywood Acting guru, Passed away, Rakesh Taneja

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन