બબીતા ફોગાટના વિવાદિત ટ્વિટના ચક્કરમાં Twitter પર ટ્રેન્ડ થયા આમિર ખાન

બબીતા ફોગાટ અને આમિર ખાન

'હું કોઇ ધર્મ જાતિ વિશેષના વિરુદ્ધ લખવા નથી માગતી.' બબીતા ફોગાટ

 • Share this:
  શુક્રવારે બોલિવૂડ એક્ટર આમિર ખાન ખૂબ જ અજીબ કારણથી ટ્વિટર પર ટ્રેન્ડ થયા. ના તો આમિરે કોઇ ટ્વિટ કર્યું હતું, ના જ કોઇ નિવેદન આપ્યું હતું તેમ છતાં ટ્વિટર પર અનેક લોકો આમિર ખાન અંગે વાતો કરવા લાગ્યા. જો કે આ તમામ પાછળ પહેલવાન બબીતા ફોગાટ (Babita phogat) એક ટ્વિટ જવાબદાર છે. અને આ ટ્વિટના ચક્કરમાં આમિર ખાન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા.

  કોમનવેલ્થ ખેલમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી બબીતા ફોગાટે ગુરુવારે નિઝામુદ્દીનની ઘટનાને ઉલ્લેખીને એક વિવાદિત ટ્વિટ લખ્યું. આ ટ્વિટની ભાષા પર અનેક લોકોએ આપત્તિ વ્યક્ત કરી. અને જે પછી લોકો બબીતાને સવાલ પુછવાનું પણ શરૂ કર્યું. અને આ વચ્ચે ગીતા અને બબીતા ફોગાટ પર ફિલ્મ બનાવનાર એક્ટર પ્રોડ્યૂસર આમિર ખાન ટ્રેન્ડ થવા લાગ્યા.

  અનેક લોકો કહ્યું કે કોઇ બબીતા ફોગાટને જાણતું પણ નહતું આમિર ખાને તેમને ઓળખ આપી. જો કે આ વિવાદ વધતા બબીતા ફોગાટે સફાઇ પણ આપવી પડી. બબીતાએ ટ્વિટ કરીને કહ્યું કે તેમનું ટ્વિટ તે લોકો માટે હતું જે ડોક્ટર, પોલિસ, નર્સ જેવા લોકો પર પત્થર ફેંકી તેની ઇજ્જત નથી કરતા.  બબીતા ફોગાટે પોતાની સફાઇમાં કહ્યું કે "ડોક્ટર, પોલીસ, નર્સ જે સંકટના સમયે દેશની ઢાલ બનીને ઊભા છે તેમના પર હુમલો કરનાર લોકોને વધુ શું સજા આપું. આમાં હું કોઇ ધર્મ જાતિ વિશેષના વિરુદ્ધ લખવાનો નથી માગતી. મેં આ ટ્વિટ ખાલી કોરોના સેનાનિયો પર હુમલો કરનારની વિરુદ્ધમાં લખ્યું છે અને આગળ પણ આવું લખીશ."
  ઉલ્લેખનીય છે કે 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલમાં પહેલવાન ગીતા અને બબીતા ફોગાટની સ્ટોરી બતાવવામાં આવી હતી. ફિલ્મમાં આમિર ખાને આ બંને બહેનોના પિતાની ભૂમિકા ભજવી હતી. અને આ ફિલ્મ તે સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી.
  Published by:Chaitali Shukla
  First published: