Home /News /gujarat /નકલી PSI ભરતી કાંડમાં મોટી કાર્યવાહીઃ બેદરકારી દાખવનારા બે પોલીસ ઈન્સ્પેક્ટર અને SRPના જવાનો સસ્પેન્ડ

નકલી PSI ભરતી કાંડમાં મોટી કાર્યવાહીઃ બેદરકારી દાખવનારા બે પોલીસ ઈન્સ્પેક્ટર અને SRPના જવાનો સસ્પેન્ડ

બોગસ પીએસઆઈ ભરતી કાંડમાં મોટી કાર્યવાહી

Bogus PSI Mayur Tadvi Case: નાપાસ થવા છતાં બોગસ રીતે PSIની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં બે પોલીસ ઈન્સ્પેક્ટર અને 4 એસઆરપી જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવશે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થવા છતાં કરાઈમાં ટ્રેનિંગ લેવા માટે પહોંચી ગયેલા બોગસ પીએસઆઈ મયૂર તડવીના કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મયૂર તડવી નાપાસ થવા છતાં તેણે કરાઈમાં એન્ટ્રી કરી તે કેસમાં બેદરાકારી દાખવનારા બે પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય પીએસઆઈ ભરતીનું વેરિફિકેશન કરનારા એસઆરપીના ચાર જવાનોને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ મામલાની વધુ તપાસ કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપવામાં આવી છે. મોટી કાર્યવાહી બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ સરકારનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, આ મુદ્દે સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થવા છતાં કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પહોંચીને PSIની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને પકડી પાડવામાં આવ્યા પછી આ રીતે અન્ય કોઈ ઉમેદવારો ટ્રેનિંગ સેન્ટરમાં છે કે નહીં તેની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ માટે ઉમેદવારોની બાયોમેટ્રિક તપાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય આરોપીની ધરપકડ બાદ તેના રિમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે, આ તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો થયો છે જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર અને ભરતીમાં વેરિફિકેશનની મહત્વની કામગીરી કરી રહેલા SRPના 4 જવાનોની બેદરકારી સામે આવી છે.

આ પણ વાંચોઃ કેમ, ગિરનારની રોપ-વે સેવા બંધ કરાઈ?

અગાઉ કઈ રીતે મયૂર તડવી તપાસમાં છટકી ગયો?


પીએસઆઈ ભરતી કૌભાંડ સામે આવતા જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં હાલ ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારોની સાથે 2021માં ટ્રેનિંગ પૂર્ણ કરી ચૂકેલા તમામનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવાયું છે. આ વેરિફિકેશન અગાઉ પણ થયું છે ત્યારે કઈ રીતે મયૂર તડવી તેમાંથી છટકી ગયો તેવો મોટો સવાલ પણ સામે આવી રહ્યો છે. હવે આ કેસમાં બે પોલીસ ઈન્સ્પેક્ટર અને વેરિફિકેશનની કામગીરી કરનારા SRPના 4 જવાનોની બેદરાકારી સામે આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની પણ આ કેસમાં પૂછપરછ કરવામાં આવી શકે છે જેમાં વધુ કેટલાક ખુલાસા થવાની સંભાવના જોવાઈ રહી છે.


આ મામલે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ભૂતકાળમાં કે હાલમાં મયૂર તડવીની જેમ અન્ય કોઈને ટ્રેનિંગ સેન્ટર પહોંચાડવામાં સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓ મદદરૂપ થયા છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવામાં આવશે.
First published:

Tags: Gandhinagar News, Gujarat police, Gujarati news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો