કોવિડ-19ની દવા Remdesivirની કાળા બજારી! વસૂલાય છે 6 ગણા ભાવ

બ્લેક માર્કેટમાં Remdesivir 100 mgના વસૂલવામાં આવી રહ્યા છે 30,000 રૂપિયા

બ્લેક માર્કેટમાં Remdesivir 100 mgના વસૂલવામાં આવી રહ્યા છે 30,000 રૂપિયા

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં દરરોજ કોવિડ-19 (COVID-19)ના નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી કોઈ પણ દેશ કોરોના વેકસસીન (Corona Vaccine) કે કોઈ કારગર સારવાર તૈયાર કરી નથી શકી. જોકે, મોટાભાગના દેશોએ રેમડેસીવીર (Remdesivir)ને કોરોનાની સારવારમાં ફાયદારૂપ માની છે. આ દરમિયાન ભારતમાં રેમડેસિવીરની અછત સર્જાઈ છે. સરકારી અને ખાનગી હૉસ્પિટલોથી આ દવા લગભગ ગાયબ થઈ ગઈ છે. આ ઉપરાંત, રેમડેસિવીરનું કાળા બજાર શરૂ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, બ્લેક માર્કેટમાં તેનો 6 ગણો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે.


  નવી મુંબઈમાં રહેતાં 38 વર્ષીય રાજીવ (નામ બદલ્યું છે)ને 4 જુલાઈએ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેનો પરિવાર તેને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા. તેમને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ પર રાખવો પડ્યો. ત્યારબાદ ડૉકર્ટર્સે કહ્યું કે રાજીવને રેમડેસિવીરનો ડોઝ આપવો પડશે. તેને પહેલા દિવસે 200 mg અને બીજા 4 દિવસ 100 mgનો ડોઝ આપવાનો હતો. સાથોસાથ જણાવ્યું કે હૉસ્પિટલમાં રેમડેસિવીરનો સ્ટોક ખતમ થઈ ગયો છે. તેમને આ દવા બજારથી ખરીદવી પડશે.


  બ્લેક માર્કેટમાં 100 mgના વસૂલવામાં આવી રહ્યા છે 30,000 રૂપિયા - રાજીવના પરિવારની મુસીબત અહીંથી શરૂ થઈ. તેઓ જે હૉસ્પિટલ કે ડિસ્ટ્રીબ્યૂટરની પાસે ગયા તેઓએ એવો જ જવાબ આપ્યો કે દવા ખતમ થઈ ગઈ છે અને તેમને 4-5 દિવસ રાહ જોવી પડશે. બીજી તરફ, બ્લેક માર્કેટમાં તેમની પાસેથી 100 mgની વાયલના 30,000 રૂપિયા માંગવામાં આવ્યા, જે હેટેરોની દવાની જથ્થાબંધ કિંમતથી લગભગ 6 ગણો ભાવ થયો. થોડાક પ્રભાવશાળી સંપર્કો અને કંપનીમાં સીધી વાત કરતાં તેમને બે ડોઝ મળી શક્યા, જે આગામી બે દિવસમાં ખતમ થઈ જવાના હતા. પરંતુ દરેક વ્યક્તિના આટલા સંપર્ક નથી હોતા કે તેઓ સીધા કંપનીનો સંપર્ક કરી દવા મેળવી શકે.


  BMC હૉસ્પિટલોમાં શરૂ નથી થયો રેમડેસિવીરનો ઉપયોગ - મુંબઈમાં સેવન હિલ્સ હૉસ્પિટલને બાદ કરતાં કેઇએમ હૉસ્પિટલ, સાયન હૉસ્પિટલ અને નાયર હૉસ્પિટલ જેવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હૉસ્પિટલોમાં રેમડેસિવીરનો ઉપયોગ શરૂ પણ નથી થયો. નોંધનીય છે કે, આ હૉસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. જોકે, મળતી માહિતી મુજબ BMCએ હેટેરોનો ઓર્ડર આપી દીધો છે અને આ તમામ હૉસ્પિટલને ટૂંક સમયમાં આ દવા મળવાની છે. આવી જ સ્થિતિ દેશની રાજધાની દિલ્હીમાં છે. અહીં પણ રેમડેસિવીરની અછત સર્જાઈ છે.


  મેક્સ હૉસ્પિટલની પાસે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પૂરતી દવા - દિલ્હીમાં મેક્સ હૉસ્પિટલે જણાવ્યું કે તેમની પાસે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રેમડેસિવીરનો પૂરતો સ્ટોક છે. બીજી તરફ, ફોર્ટિસ તરફથી આ વિશે કોઈ જવાબ નથી મળ્યો. દિલ્હી અને મુંબઈમાં પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં આ બંને હૉસ્પિટલની પાસે કોવિડ-19 દર્દીઓ માટે સૌથી વધુ બેડ ઉપલબ્ધ છે. એક વ્યક્તિએ જણાવ્યું કે એક તરફ રેમડેસિવીરની અછત થઈ ગઈ છે અને બીજી તફર મોટો સ્ટોક બ્લેક માર્કેટમાં પહોંચાડી દેવામાં આવ્યો છે જ્યાં તેને ઊંચા ભાવે વેચવામાં આવી રહી છે.
  DCGI તરફથી બે સપ્તાહ પહેલા જ આપવામાં આવી છે મંજૂરી - સિપ્લા (Cipla) અને હેટેરો (Hetero)ને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી કોવિડ-19ની સારવારમાં ઉપયોગ માટે રેમડેસીવીરના જેનરિક વર્જન બનાવવાની મંજૂરી બે સપ્તાહથી મળી ચૂકી છે. ત્યારબાદ પણ સિપ્લાની દવા અત્યાર સુધી બજારમાં નથી આવી શકી. બીજી તરફ, હેટેરો તરફથી બજારમાં રજૂ કરવામાં આવેલી 20,000 વાયલનો પ્રારંભિક સ્ટોક લગભગ ખતમ થવા આવ્યો છે. હેટેરોને BMCએ 15,000 અને તમિલનાડુ સરકાર તરફથી 42,000 વાયલનો ઓર્ડર મળી ચૂક્યો છે.
  Published by:user_1
  First published: