Jan Ashirwad Yatra- . સરકારની વિવિધ યોજનાઓનો (government schemes)લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે
ગાંધીનગર : ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat Vidhan Sabha Elections 2022) આડે હવે માંડ સવા વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપ (BJP)ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં (Gujarat)નવી સરકાર રચાઈ ગયા બાદ હવે નવા 24 મંત્રીઓ 30મી સપ્ટેમ્બરથી જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra )શરૂ કરી રહ્યા છે .જે 7 મી ઓક્ટોબર સુધી ચાલશે. સરકારની વિવિધ યોજનાઓનો (government schemes)લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પણ સાચી વાત તો એ છે કે રાજ્યમાં નવી સરકાર રચાયા પછી લોકોમાં ગુસ્સો છે કે કેમ તેની નાડ પારખવા માટે આ યાત્રાનું આયોજન કરાયું છે. સાથે સાથે સાવ નવોદિત મંત્રીઓથી પ્રજા પણ પરિચિત થાય તે માટે આ યાત્રાનું આયોજન છે.
વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર પૂરું થયા બાદ હવે 24 મંત્રીઓને સોંપવામાં આવેલા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા લઈને જશે અને જનતાના આશીર્વાદ લેવાની સાથે સાથે જનતાનો મૂડ પણ પારખવાની કોશિશ કરશે. 2022માં ગુજરાતનો કિલ્લો જીતવા માટે ભાજપે હવે કમર કસી છે. ગુજરાતમાં નવી સરકાર રચાઈ ગયા બાદ મુખ્યમંત્રી સહીત 24 મંત્રીઓ એક્શનમાં આવી ચૂક્યા છે અને જનતાને કોઈ અગવડ ન પડે તેમજ સમસ્યાનું તાકીદે નિરાકરણ આવે તે દિશામાં કામગીરી હવે શરુ કરી છે.
નવા મંત્રીઓને હાઈકમાન્ડે પણ કડક આદેશ આપી દીધો છે કે સવા વર્ષમાં પર્ફોમન્સ પર ધ્યાન આપજો અને 2022માં ગુજરાતમાં સત્તા કબજે કરવી એ જ અગ્રિમતા છે.