જીત બાદ ભાજપ નેતા સની દેઓલને ગિફ્ટમાં મળ્યો 'હેન્ડપંપ'

News18 Gujarati
Updated: May 24, 2019, 3:54 PM IST
જીત બાદ ભાજપ નેતા સની દેઓલને ગિફ્ટમાં મળ્યો 'હેન્ડપંપ'
ગુરદાસપુર સીટથી ભારતીય જનતા પાર્ટીનાં નેતા વિનોદ ખન્ના આ સીટ પર ચાર વખત સાંસદ રહી ચુક્યા છે અને સનીએ વિનોદ ખન્નાની જેમ જ બોલિવૂડ બેકગ્રાઉન્ડનો ફાયદો મળ્યો છે.

ગુરદાસપુર સીટથી ભારતીય જનતા પાર્ટીનાં નેતા વિનોદ ખન્ના આ સીટ પર ચાર વખત સાંસદ રહી ચુક્યા છે અને સનીએ વિનોદ ખન્નાની જેમ જ બોલિવૂડ બેકગ્રાઉન્ડનો ફાયદો મળ્યો છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સની દેઓલની લોકસભા ચૂંટણીમાં જીત બાદ સોશિયલ મીડિયા પર તેની એક તસવીર વાયરલ થઇ રહી છે આ તસવીરમાં બધા સની દેઓલને હેન્ડપંપ ગિફ્ટ કરી રહ્યાં છે

એક્ટર સની દેઓલ ભારતીય જનતા પાર્ટીની ટીકિટથી ગુરદાસપુર સીટ પર જીત મેળવી છે. અને નવો ઇતિહાસ સર્જી દીધો છે. પોતાનાં ડેબ્યૂ ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર સુનીલ કુમાર જાખડને તેણે 77,009 વોટથી હરાવી દીધા છે. સની
દેઓલે આ સીટ પર વિનોદ ખન્નાનાં વારસાને આગળ વધારવાનું કામ કર્યુ છે.

સની દેઓલ આ જીત બાદ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા તેમને હેન્ડપંપ આપવામાં આવ્યું હતું જે તસવીર વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો-'PM નરેન્દ્ર મોદી'નાં ફેન્સ થયા દર્શકો, કહ્યુ- ફૂલ પૈસા વસૂલ ફિલ્મ

આ વર્ષે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇને નેતા બનેલા સની દેઓલની આ પહેલી ચૂંટણી હતી અને તેની સીમે સુનીલ કુમાર જાખડ જેવા મજબૂત પ્રતિદ્વંદ્ધી હતા. પણ સનીને મોદી લહેરનો ભારે ફાયદો મળ્યો છે. જોકે, થોડા સમયથીસની દેઓલ વોટોની ગણતરીમાં પાછળ પણ પડ્યો હતો. એવું લાગતું હતું કે તેનો રાજકીય ડેબ્યૂ ફ્લોપ જશે. પણ પછી જેમ સની દેઓલ આગળ નીકળ્યા તે સીધા જીતી જ ગયા.આમ તો આ લડાઇ એટલી સહેલી ન હતી. પિતા ધર્મેન્દ્ર આ સીટ પર સની દેઓલનો પ્રચાર કરવા આવ્યા હતાં તે સમયે ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, જો તેમને ખબર હોત કે સામે કોંગ્રેસનાં નેતા સુનીલ કુમાર ઝાખડ છે તો તે ચૂંટણી લડવા માટે
સનીને ક્યારેય હા ન પાડતા. કારણ કે સુનીલ કુમાર ઝાખડનાં પિતા ધર્મેન્દ્રનાં નજીકનાં છે અને બંને પરિવાર (દેઓલ અને ઝાખડ)ની વચ્ચે સારા મિત્રો જેવા સંબંધ છે.

આમ તો ગુરદાસપુર સીટથી ભારતીય જનતા પાર્ટીનાં નેતા વિનોદ ખન્ના આ સીટ પર ચાર વખત સાંસદ રહી ચુક્યા છે અને સનીએ વિનોદ ખન્નાની જેમ જ બોલિવૂડ બેકગ્રાઉન્ડનો ફાયદો મળ્યો છે.

આ પણ વાંચો-Lok Sabha Election 2019: PM મોદીની જીત પર કંગનાએ બનાવ્યા ચા-પકોડા

 

 
First published: May 24, 2019, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading