Home /News /gujarat /Gujarat Election Result2022: PM મોદીની ભૂપેન્દ્ર-નરેન્દ્ર વાળી વાત સાચી પડી! ગુજરાતમાં લહેરાયો ભગવો, ભાજપની ભવ્ય જીત

Gujarat Election Result2022: PM મોદીની ભૂપેન્દ્ર-નરેન્દ્ર વાળી વાત સાચી પડી! ગુજરાતમાં લહેરાયો ભગવો, ભાજપની ભવ્ય જીત

PM મોદી અને ભૂપેન્દ્ર પટેલ

GUJARAT ELECTION 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં ગુજરાતની જાણતાને અપીલ કરી હતી કે આ વખતે ભૂપેન્દ્રએ નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડવાના છે. અને આ વાત સાચી પડતી જણાઈ રહી છે. 

    BJP Wins Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.

    ભૂપેન્દ્ર-નરેન્દ્રની જોડી 
    પૂર્વ મુખ્યમંત્રી  માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે કે જેને આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે.

    ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં ગુજરાતની જાણતાને અપીલ કરી હતી કે આ વખતે ભૂપેન્દ્રએ નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડવાના છે. અને આ વાત સાચી પડતી જણાઈ રહી છે.

    ઐતિહાસિક રેકોર્ડ

    માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવાજૂની થઈ છે. ભાજપ જંગી બહુમત તરફ આગળ વધી રહી છે. તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે.

    ભાજપ જંગી બહુમતી તરફ અગ્રેસર છે ત્યારે હવે કોંગ્રેસ નેતાઓએ પોતાની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું છે.

    અગાઉની ચૂંટણીઓમા જ્યારે ઇવીએમને જવાબદાર ઠેરવવામાં આવતા હતા ત્યારે આ વખતે કોંગ્રેસને હાર માટે નવું બહાનું મળ્યું છે.

    આ પણ વાંચો Election Result Live:  રાજકોટમાં ભગવો લહેરાયો! દક્ષિણમાં રમેશ ટીલાળાની જીત, ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી

    આ પણ વાંચો: Gujarat Election 2022: પહેલા EVM હવે AAP! કૉંગ્રેસે હારનું ઠીકરું ફોડ્યું આમ આદમી પર

    લલિત વસોયાએ હાર સ્વીકારી 

    ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી છે. તેઓની સામે ભાજપ ઉમેદવારે સરસાઈ મેળવી લીધી છે.



    મારી બેઠક પર આમ આદમી પાર્ટી કૉંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કૉંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે.- લલીત વસોયા
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gujarat Elections, ગુજરાત ચૂંટણી 2022, ગુજરાત ચૂંટણી પરિણામ

    विज्ञापन
    विज्ञापन