Home /News /gujarat /

ગુજરાતની 100 જેવી સહકારી સંસ્થામાંથી 98 સંસ્થાઓ ભાજપની જીત- સી આર પાટીલ

ગુજરાતની 100 જેવી સહકારી સંસ્થામાંથી 98 સંસ્થાઓ ભાજપની જીત- સી આર પાટીલ

ભાજપ સહકારી મંડળીની જીત પર બોલ્યા સી આર પાટીલ

પ્રદેશ ભાજપ અધ્યયક્ષ સી આર પાટીલે (CR Patil) રાજ્યના સહકાર ક્ષેત્રને વધુ મજબૂત કરવા કામગીરી હાથ ધરી છે. સહકાર ક્ષેત્રમાં પણ ભાજપનો (BJP Won) એકાધિકાર સ્થાપવા પ્રદેશ ભાજપનાં સહકાર સેલને સક્રિય કર્યું છે

પ્રદેશ ભાજપ અધ્યયક્ષ સી આર પાટીલે (CR Patil) રાજ્યના સહકાર ક્ષેત્રને વધુ મજબૂત કરવા કામગીરી હાથ ધરી છે. સહકાર ક્ષેત્રમાં પણ ભાજપનો (BJP Won) એકાધિકાર સ્થાપવા પ્રદેશ ભાજપનાં સહકાર સેલને સક્રિય કર્યું છે. જેનું પરિણામ એ આવ્યું કે છેલ્લા એક વર્ષે માં 100 સહકારી સંસ્થાઓ (Co-Oprative Society) માંથી 98 સહકારી સંસ્થાઓ પર ભાજપે જીત મેળવી છે.

સી આર પાટીલ નું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતનું સહકારી મંડળી નું માળખું ખૂબ જ મજબૂત છે.ગુજરાતનુ  દૂધ છેક દીલ્હી પહોંચે છે અને દિલ્હીમાં ચા બને છે.સહકારી ક્ષેત્રમાં સરકારે  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું તેનાથી દૂધ ઉપર નભતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.ત્યારે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 ટ્રીલિયન ઇકોનોમી ના સ્વપ્ના ને સાકાર કરવા ગુજરાતનું સહકાર માળખું ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.ગુરુવારના રોજ  અંબાજી માતાના મંદિરના પટાંગણમાં કાંસા સેવા સહકારી મંડળીના છઠ્ઠા દશાબ્દી મહોત્સવ તથા કોરોના વોરિયર્સ નો સન્માન સમારોહ યોજાયો હતો,

આજનાં આ કાર્યક્રમનાં ઉદઘાટક તરીકે  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ,સમારોહના અધ્યક્ષ તરીકે પુર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઇ પટેલ,  પ્રદીપસિંહ વાઘેલા, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ, એસ કે કોલેજના પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાતનું સહકારી મંડળી નું માળખું ખૂબ જ મજબૂત છે અને દિલ્હી વાળા તો રોજ કહે છે કે ગુજરાતનુ  દૂધ દીલ્હી નહીં આવે તો દિલ્હીમાં ચા નહીં બને,  સહકારી ક્ષેત્રમાં સરકારે  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું તેનાથી દૂધ ઉપર નભતા લોકોની સંખ્યામાં વધારો થયો છે, ગુજરાતની 100 જેવી સહકારી સંસ્થામાંથી 98 સંસ્થાઓ ભાજપ જીતવામાં સફળ થયું છે અને લોકોને રોજગારી પૂરી પાડી છે,
મહેસાણાના લોકો બહુ જિદ્દી હોય છે સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે  રાજ્યના  મંત્રીઓ ના પ્રોટોકોલનુ ધ્યાન સ્થાનિક આગેવાનોએ રાખવુ જોઈએ.
Published by:Margi Pandya
First published:

Tags: BJP Won, Co Operative Society Election, CR Patil

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन